For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

'આપણું ગુજરાત' થકી ઓનલાઇન જ્ઞાનની પરબ ચલાવે છે હિતેશ પટેલ

By Gajendra
|
Google Oneindia Gujarati News

ગાંધીનગર, 8 એપ્રિલ: મિત્રો ગુજરાતી સંસ્કૃતિમાં એક પરંપરા સદીઓથી ચાલતી આવે છે અને તે છે પરબ બંધાવવાની. પહેલા લોકો ઠેરઠેર પાણીની પરબ બંધાવતા હતાં જેનાથી લોકો તરસ છીપાવી શકે. હવે જમાનો બદલાયો છે, કોઇ પુસ્તકોની પરબ બાંધે છે, કોઇ અન્નની, કોઇ વસ્ત્રની તો કોઇ સેવાની. આજના આ આધુનિક યુગમાં હવે પરબ શબ્દનો અર્થ પાણી સુધી સિમિત નહીં રહેતા વ્યાપક બન્યો છે.

આવી જ રીતે આપણી ગુજરાતની સંસ્કૃતિને જાળવી રાખી છે ગુજરાતના સાબરકાંઠા જિલ્લામાં આવેલા મોડાસાના વતની હિતેશ પટેલે. મોબાઇલ અને લેપલોટના યુગમાં હિતેશ પટેલ નામના આ ગુજ્જુ યુવાને પોતાના યુવાન મિત્રો માટે ઓનલાઇન ખૂબ જ સુંદર જ્ઞાનની પરબ ખોલી છે. હિતેશે એક વેબસાઇટ શરૂ કરી છે. આ વેબસાઇટ પર હિતેશ અઢળક રોજગારલક્ષી માહિતી પૂરી પાડે છે, જેના દ્વારા બેરોજગાર યુવાનોને કારકિર્દીલક્ષી ભરપૂર માહિતી મળી રહે છે. સરકારી ખાતામાં આવેલી કોઇપણ નોકરી જાહેરાતની સંપૂર્ણ માહિતી તમને આ વેબસાઇટ પર મળી રહેશે.

આ ઉપરાંત હિતેશે પોતાની આ વેબસાઇટ પર અગત્યના પરિપત્રો, ગુજરાત શિક્ષણ વિભાગ - અગત્યના પરિપત્રો તેમજ અન્ય સાહિત્ય, વર્ધિત પેન્શન યોજના, For TAT, TET, HTAT Meterial, ધો-૧ થી ૮ નો કાવ્ય સંગ્રહ, બાળગીતો, સામુદાયિક ગાનની સીડી, ગુણોત્સવ ઉપયોગી માહિતી, ધોરણ ૯ - ૧૨ ના વિદ્યાર્થીઓ માટે, શિક્ષણ ઉ૫યોગી વેબસાઇટ અને બ્લોગ્સ, અરસ પરસ બદલી માટે, માહિતી નો ખજાનો, શિક્ષણ ની માહિતી નો ખજાનો, GPSC તૈયારી માટે, UPSC ની તૈયારી માટે, જુના પેપરો ડાઉનલોડ માટે, CCC પરીક્ષા માટે, ગુજરાતી Fonts, ગુજરાતી શ્રુતિ ( ઈન્ડીક ) ભાષા સેટ અપ, માહિતી અધિકાર કાયદો ( RTI ACT ) વગેરે જેવી દુર્લભ માહિતીનો ખજાનો મૂક્યો છે.

હિતેશ પટેલે પોતાની વેબસાઇટ પર એ વેલકમ નોટ મૂકી છે જેમાં તેઓ લખે છે ''ચાલો આપણે સહુ સાથે મળીને, આ વર્તમાન ટેકનોલોજીનો મહત્તમ ઉપયોગ કરીને શીખવાની પ્રક્રિયાને વધુ અસરકારક,ઝડપી અને પરિણામલક્ષી બનાવી આપણા વ્યક્તિત્વને, શાળાને અને આ દેશના ભવિષ્યને પથદર્શક બની આપણું કર્તવ્ય પૂરું કરીએ. મારી આ વેબસાઇટ દ્વારા આપ સહુને મળવાનો આંનંદ થશે. આપણા શૈક્ષણિક ક્ષેત્રોના અનુભવોનો લાભ એકબીજાને મળી રહે તેવા શુભ હેતુ સાથે મારી પાસે ઉપલબ્ધ માહિતી, પરિપત્રો, પરિરૂપ, પદ્ધતિઓ, પ્રવિધિઓ, કે શાળા ઉપયોગી સાહિત્યને પ્રદર્શિત કરવાનો પ્રયત્ન કર્યો છે. આપ સહુ આપની જરૂરિયાત અને સુઝ થકી ઉપયોગ કરશો તો આનંદ થશે.

આ દરમિયાન હિતેશભાઇને રોજગારલક્ષી અને શિક્ષણલક્ષી માહિતી આપતી વેબસાઇટ વિકસાવવાનો વિચાર આવ્યો અને તેમણે ધીરે ધીરે આ વિચારને અમલમાં મુક્યો. હિતેશ પટેલનો એ વિચાર હાલમાં એક વેબસાઇટ તરીકે રોજ હજારો લોકોને માહિતી પૂરી પાડવાનું કામ કરે છે.

હિતેશ પટેલ અને તેમની વેબસાઇટ વિશે જાણવા માટે એક નજર કરો સ્લાઇડર પર...

રોજગારલક્ષી ખૂબ જ સુંદર વેબસાઇટ

રોજગારલક્ષી ખૂબ જ સુંદર વેબસાઇટ

રોજગારલક્ષી તમામ માહિતીઓ પૂરી પાડતી ખૂબ જ સુંદર વેબસાઇટ છે આપણું ગુજરાત. વેબસાઇટ પર જવા માટે અહીં ક્લિક કરો...

ફ્રંટ પેજ આકર્ષક

ફ્રંટ પેજ આકર્ષક

રોજગારને લગતા તમામ સમાચાર અને અપડેટ આપને સુંદર સ્લાઇડરમાં મેઇન પેજ પર વાંચવા મળી જશે. વેબસાઇટ પર જવા માટે અહીં ક્લિક કરો...

લેટેસ્ટ પોસ્ટ

લેટેસ્ટ પોસ્ટ

લેટેસ્ટ પોસ્ટનું ઓપ્શન પણ અહી આપેલું છે, જેમાં આપને લેટેસ્ટ પોસ્ટ જોવા મળી જશે. વેબ સાઇટમાં આપ આપના મંતવ્યો પણ આપી શકો છો. વેબસાઇટ પર જવા માટે અહીં ક્લિક કરો...

મોસ્ટ પોપ્યુલર

મોસ્ટ પોપ્યુલર

વેબ સાઇટમાં મોસ્ટ પોપ્યુલર, લેબલ, અને કોંટેક્ટ વિથ અસનું પણ ઓપ્શન પણ આપવામાં આવ્યું છે.

હિતેશ પટેલનો અભ્યાસ:

હિતેશ પટેલનો અભ્યાસ:

હિતેશે પોતાનું પ્રાથમિક શિક્ષણ મોડાસા પાસે આવેલ પોતાના ગામ હફાસાબાદમાં મેળવ્યું. ત્યારબાદ ઉચ્ચ શિક્ષણ સી. જી. બુટાલા હાઇસ્કૂલ મોડાસાથી મેળવ્યું. 12માં ધોરણના અભ્યાસ બાદ તેમણે 2003થી 2005માં સર્વ વિદ્યાલય, કડીથી પીટીસીનો અભ્યાસ કર્યો. ત્યારબાદ એક તરફ કોલ સેન્ટરમાં નોકરી કરવાની સાથે તેમણે સ્નાતકનો અભ્યાસ પુરો કર્યો.

સફળતાની પાછળ સ્ત્રીનો હાથ હોય છે

સફળતાની પાછળ સ્ત્રીનો હાથ હોય છે

સ્નાતક થયા બાદ હિતેશભાઇએ લંડન જઇને ઉચ્ચ અભ્યાસ કરવાનું વિચાર્યું, અને તેમના આ વિચારને પ્રબળ સમર્થન આપ્યું તેમની મિત્ર અને પત્ની સુજીતાએ. હિતેશભાઇ જણાવે છે કે જો સુજીતાનું સમર્થન ના હોત તો તેઓ યુકે જવા માટે વિઝા ના મેળવી શક્યા હોત. ખૂબ જ મહેનત બાદ તેમને વિઝા મળ્યા અને આખરે તેમણે વર્ષ 2010ના ઉત્તરાયણના દિવસે લંડન જવા રવાના થયા. હિતેશભાઇએ લંડનની વેલ્સ યુનિવર્સિટીમાં એમબીએનો અભ્યાસ કરવાની સાથે સાથે નોકરી પણ કરી.

English summary
A Gujarati young provides Educational and Employment oriented information on website. Hitesh Patel says I have started my own website to provide information about education and recruitment purpose.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X