• search
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

આ વાંચીને તમને ભૂલથી પણ દયા નહી આવે ભિખારીઓ પર

By Kumar Dushyant
|
Google Oneindia Gujarati News

નવી દિલ્હી, 7 જૂન: મોટાભાગે આપણે ભિખારીઓના હાલ જોઇએને તેમના પર 'બેચારગી' વ્યક્ત કરીએ છે પરંતુ આ સમાચાર વાંચીને તમારો દ્રષ્ટિકોણ જરૂર બદલાઇ જશે. એક નેત્રહિનને એંસી વર્ષની વૃદ્ધાએ ભીખ માંગવાના એક-એકથી ચઢિયાતા ગુર સિખવાડ્યા અને પોતે કરોડોની માલકિણ બની. ભીખની કમાણીથી વૃદ્ધાએ પોતાની પુત્રીઓ માટે કાનપુરમાં ત્રણ આલીશાન મકાન પણ બનાવ્યા છે, જ્યારે પોતે એક ઝૂંપડીમાં જ રહે છે. આ વૃદ્ધાના જુલમ-ત્રાસ સાંભળીને રૂંવાટા ઉભા થઇ જાય છે.

આ કહાણી સીતાપુરના 18 વર્ષીય નેત્રહિન તથા અપંગ રમેશની છે, જે છેલ્લા ચાર વર્ષોથી 80 વર્ષીય કમલા નામની વૃદ્ધાની પકડમાં ફસાઇને ભીખ માંગવાનું કામ રહ્યો હતો. રમેશની વાતો પર વિશ્વાસ કરીએ તો તેને દરરોજ છ રૂપિયાનો ટાર્ગેટ આપવામાં આવે છે. આનાથી ઓછી રકમ લાવવા બદલ તેને મળે છે મીઠાની એક સુકી રોટલી. ભીખ માંગવામાં આનાકાની કરતાં ફૂલ અવાજે ગીતો વગાડીને વૃદ્ધા પોતાના પૌત્રો દ્વારા મારપીટ કરાવવામાં આવતી હતી. રમેશના અનુસાર તેને ભીખ માંગવાના ગુરૂ જણાવવામાં આવે છે.

નેત્રહીન રમેશ સીતાપુરમાં પોતાની માતા શર્મિતા અને ભાઇ કમલેશ તથા પ્રકાશની સાથે રહેતો હતો. વર્ષ 2010માં સીતાપુરમાં રહેનાર ત્રણ પડોશી રામ અવતાર, વિપિન અને ટિંકૂ નૌકરી લગાવવાના બહાને તેને લઇને આવી ગયા હતા. ત્રણેય તેમને લાવીને ગાજિયાબાદ રેલવે સ્ટેશન પર છોડી દિધો હતો. તો બીજી તરફ રેલવે સ્ટેશનની પાસે ઝૂંપડીમાં રહેનાર વૃદ્ધા કમલાની તેના પર નજર પડી અને આશરો આપ્યો. પછી રમેશ પાસે ભીખ માંગવાનો ધંધો શરૂ કરી દિધો.

રમેશના અપહરણનો કેસ સીતાપુરમાં દાખલ છે. કેસમાં ત્રણ લોકો સંડોવાયેલા છે. આરોપી જેલ જઇ ચૂક્યાં છે. આ સંબંધમાં સીતાપુર પોલીસને માહિતગાર કરી દેવામાં આવ્યા છે. ત્યાંથી પોલીસ ગાજિયાબાદ માટે રવાના થઇ ગઇ છે. હવે સીતાપુર પોલીસ જ આગળની કાર્યવાહી કરશે. આવા કેસ એ સાબિત કરે છે કે કયા પ્રકારે દેશમાં લોકોની ભાવનાઓની સાથે ખિલવાડ કરવામાં આવે છે.

English summary
A woman became millionare by a blind beggar and played with feelings.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X