For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

exclusive: અમદાવાદ સ્થાપશે 'બર્થ ડે સેલિબ્રેશન'નો અનોખો વર્લ્ડ રેકોર્ડ

By Kumar Dushyant
|
Google Oneindia Gujarati News

રાકેશ પંચાલ (નડીયાદ) જન્મદિનની ઉજવણી દરેક દરેક વ્યક્તિના જીવનમાં ખાસ હોય છે. તવંગર હોય કે ગરીબ દરેકની ઈચ્છા થાય તેનો જન્મદિન ખાસ બને. તે માટે લોકો પોતપોતાની શક્તિ અનુસાર નાની મોટી પરિવાર સાથે કે પછી નાના-મોટા મિત્રવર્તુળને બર્થ ડે પાર્ટી આપતા હોય છે. કોઈ વર્ષે એક જ તારીખે જન્મેલા એક જ ઠેકાણે ભેગા થઈને જન્મદિન ઉજવ્યો હોય તે પ્રકારનો વિશ્વ રેકોર્ડ વર્ષ 2012ની 4મી જુલાઈ થયો હતો. જેમાં 228 લોકોએ પોતાનો જન્મદિન સામુહિક રીતે ઉજવ્યો હતો.

આ વર્લ્ડ રેકોર્ડને તોડીને નવો રેકોર્ડ સ્થાપિત કરવાનું કામ અમદાવાદે ઉઠાવ્યું છે. અત્યાર સુધી 150થી વધુ એંટ્રી આવી ચુકી છે. આ આયોજન 3000થી લોકોનો ડેટા એકઠો કરવામાં આવેલો જેમની સાથે સતત સંપર્ક કરવામાં આવી રહ્યો છે.

વધુ માહિતી માટે સ્લાઇડર પર ક્લિક કરતાં જાવ

500થી વધુ લોકો એકસાથે ઉજવશે જન્મદિવસ

500થી વધુ લોકો એકસાથે ઉજવશે જન્મદિવસ

દેશ જ્યારે 26મી જાન્યુઆરીએ પ્રજાસત્તાક દિનની ઉજવણી કરી રહ્યો હશે ત્યારે તે દિવસે જન્મેલા 500 લોકોની ખુશી બમણી થઈ રહી હશે. અમદાવાદમાં રહેતા અને 6ages.comના પ્રેસિડેન્ટ પ્રશાંત પટેલના મતે પ્રજાસત્તાક દિને કોઈ વર્ષમાં જન્મેલી વ્યક્તિઓનો જન્મદિન સામુહિક રીતે ઉજવાય તે પ્રકારે અમે આયોજન કર્યું છે. જે માટે સોશિયલ પ્લેટફોર્મ અને અન્ય પ્રકારે લોકો સુધી આ આયોજન વિશે જાણકારી આપી રહ્યાં છે. પ્રજાસત્તાક દિને જે નવો વર્લ્ડ રેકોર્ડ નોંધાશે તેમાં 500 લોકો એક જ દિવસે બપોરે બે વાગ્યે પોતાના જન્મદિનની ઉજવણી કરશે.

સ્થપાશે નવો વર્લ્ડ રેકોર્ડ

સ્થપાશે નવો વર્લ્ડ રેકોર્ડ

આ સ્થાપિત થનારો નવો વર્લ્ડ રેકોર્ડ જૂના વર્લ્ડ રેકોર્ડના માર્જીનથી બમણો હશે. અને વિશ્વમાં દેશનો પહેલો આ પ્રકારનો વર્લ્ડ રેકોર્ડ બનશે. જેની નોંધ લિમ્બકા બુક ઓફ રેકોર્ડ્સ અને ગિનીઝ બુક ઓફ રેકોર્ડ્સમાં નોંધવામાં આવે તે પ્રકારનું આયોજન કરવામાં આવેલું છે.

ફ્રી એન્ટ્રી અને ગિફ્ટનું આયોજન

ફ્રી એન્ટ્રી અને ગિફ્ટનું આયોજન

આ ઉજવણીમાં જે ભાગ લે છે તે માટે કોઈ પ્રકારનો ચાર્જ નથી. આ ઉપરાંત આ બર્થડે તેમના જીવનમાં ખાસ બને તે હેતુથી ગિફ્ટ અને અન્ય ખાસ આયોજન કરવામાં આવશે. વર્ષ 2013ની 31મી ડિસેમ્બર સુધી રજીસ્ટ્રેશન ચાલુ છે. જે કોઈ પણ વર્ષની 26મી જાન્યુઆરી તારીખે જન્મેલા લોકો છે તે 31મી ડિસેમ્બર સુધીમાં www.6ages.com વેબસાઈટ પર ઓનલાઈન રજીસ્ટ્રેશન કરી શકે છે.

પ્રજાસત્તાક દિને દેશ નવો વિશ્વ વિક્રમ સ્થાપિત કરશે

પ્રજાસત્તાક દિને દેશ નવો વિશ્વ વિક્રમ સ્થાપિત કરશે

આયોજકોને આશા છે કે પ્રજાસત્તાક દિને દેશમાં થઈ રહેલું આ પ્રકારનું અનોખું સામુહિક બર્થ ડે સેલિબ્રેશન અંગેની માહિતી લોકો સુધી પહોંચી અને આ દિને જન્મેલા હોંશે હોંશે અને ગર્વ સાથે ભેગા થાય અને પ્રજાસત્તાક દિને દેશ નવો વિશ્વ વિક્રમ સ્થાપિત કરશે તેવી આશા છે.

English summary
Ahemdabad celebrate world largest birthday. celebrating Birthday of more than 500 people at single venue.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X