33 વર્ષ બાદ "સુપર બ્લડ મૂન", જાણો રોચક તથ્યો
રવિવારે રાત્રે અમેરિકાના આકાશમાં એક અદભૂત ખગોળીય દ્રશ્ય જોવા મળશે, જ્યારે "સુપર બ્લડ મૂન"ની સાથે પૂર્ણ ચંદ્રગ્રહણ જોવા મળશે. લાલ ચંદ્રમાંને લઈને લોકોમાં ઘણી જિજ્ઞાસા છે, તમને પણ હશે અને એટલે જ તમે પણ આ ખબર પર ક્લીક કરી છે. હવે જ્યારે તમે આ ખબરને વાંચી જ રહ્યાં છો, તો અમે તમને નિરાશ પણ નહીં કરીએ. ચાલો જાણીએ "સુપર બ્લડ મૂન" વિશે.
શું હોય છે "સુપરમુન"
જ્યારે ચંદ્ર પોતાના આકાર કરતા મોટો દેખાય છે, ત્યારે તેને "સુપરમુન" કહે છે. આવુ ત્યારે થાય છે, જ્યારે ચંદ્ર પૃથ્વીની નજીક જતો રહે છે. ચંદ્ર જ્યારે બિલકુલ પૃથ્વીની નજીક આવે છે, ત્યારે તેનો રંગ લાલ થઇ જાય છે. કારણ કે ત્યારે ચંદ્ર સુધી માત્ર પૃથ્વીના વાયુ મંડળ દ્વારા જ સૂર્યનો પ્રકાશ પહોંચે છે.
નાસાએ આપી જાણકારી આ અંગે નાસાએ જાણકારી આપી છે. પરંતુ નાસાના કહેવા મુજબ પૂર્ણ ચંદ્રગ્રહણને ઉત્તર અને દક્ષિણ અમેરિકા, યુરોપ, આફ્રિકા, અને પશ્ચિમ એશિયા તેમજ પૂર્વ પ્રશાંતના કેટલાક વિસ્તારોમાં જોઇ શકાશે.
નાસાના જણાવ્યા મુજબ ચંદ્રની સાઇઝમાં કોઇ પરિવર્તન નથી થતુ. પરંતુ તે પૃથ્વીની ઘણી નજીક હોય છે. તેથી મોટો દેખાય છે. આ સુપરમુનને લઇને વૈજ્ઞાનિકો ઘણાં ઉત્સાહીત છે, તો સાથે જ કેટલાક લોકો ભ્રમિત પણ છે.
આવો સ્લાઇડર્સ દ્વારા જાણીએ કે લોકો આ ગ્રહણને લઇને શું વિચારી રહ્યાં છે.

કેટલાક ભ્રમ
કેટલાક લોકો માને છેકે સુપર બ્લડ મુન પ્રલયની નિશાની છે. અને તે અશુભ છે.

ભૂકંપ, વરસાદ, પૂર, ભૂસ્ખલન
કેટલાક લોકોના મતે આ ચંદ્રગ્રહણના કારણે ભૂકંપ, પૂર, ભૂસ્ખલન અને દુષ્કાળના સંકેતો છે. જો હજી પણ લોકો ના સુધર્યા તો દુનિયાનો વિનાશ થશે.

33 વર્ષ પહેલા
આ પહેલા ચંદ્રગ્રહણ 33 વર્ષ પહેલા થયુ હતુ. અને પાછલા 115 વર્ષમાં આવુ પાંચ જ વખત થયુ છે.

અસામાન્ય વાત
આ વખતે અસામાન્ય વાત એ છે કે સુપરમુનની સાથે પૂર્ણ ચંદ્રગ્રહણ પણ થઇ રહ્યું છે.

આવી ઘટના ક્યારે થઇ છે
આ પ્રકારની ઘટના સન 1900 બાદ માત્ર પાંચ વખત થઇ છે. વર્ષ 1910, 1928, 1946, 1964 અને 1982માં.