For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

38 મિનિટ 50 સેકેંડમાં વેચાઇ ગયા બધા સ્માર્ટફોન

|
Google Oneindia Gujarati News

22 જુલાઇ મંગળવારનો દિવસ ઘણા ફ્લિપકાર્ટ યૂઝર્સ માટે ખૂબ જ સારો રહ્યો તો ઘણા ઉપભોક્તાઓને નિરાશા હાથ લાગી, કારણ હતું ઝિયોમી એમઆઇ3 જેનું વેચાણ શરૂ થવાની સાથે જ મિનિટોમાં જ ફ્લિપકાર્ટમાં બધો જ સ્ટોક ખાલી થયો.

ઝિયોમી અનુસાર 38 મિનિટ 50 સેંકેન્ડની અંદર જેટલો પણ સ્ટોક ભારતમાં હતો તે બધો જ વેચાઇ ગયો. આવું પહેલીવાર નથી બન્યું જ્યારે ફ્લિપકાર્ટમાં કોઇ ફોનનું આટલું જબરદસ્ત વેચાણ થયું હોય. આની પહેલા મોટો જી અને મોટો ઇની સાથે પણ આવું જ બન્યું હતું. ઝિયોમી એમઆઇ3ને ખરીદવા માટે આપ ઇચ્છો તો સીધા ફ્લિપકાર્ટની સાઇટમાં પણ જઇ શકો છો. અથવા www.Mi.com/in ની વેબસાઇટ પર જઇને ફ્લિપકાર્ટ ઓપ્શનમાં ક્લિક કરીને ફોન બુક કરાવી શકો છો.

જોકે આ સમયે ફોન આઉટ ઓફ સ્ટોક બતાવી રહ્યો છે. ઝિયોમીએ 'ક્લિક કરો મી ઇન્ડિયા'ને ફેસબુક પેજ પર લખ્યુ કે અમે આપના સમર્થન માટે આભારી છીએ, તેમજ ફ્લિપકાર્ટમાં ફોન બુકિંગમાં આવી રહેલી મુશ્કેલીને દૂર કરવાનો પ્રયોગ કરી રહ્યા છીએ. ફ્લિપકાર્ટમાં ઝિયોમી એમઆઇ3 સ્માર્ટફોન 13999માં આપવામાં આવી રહ્યો છે.

જુઓ ઝિયોમી એમઆઇ3માં આપવામાં આવેલા ફિચર્સ....

પ્રોસેસર

પ્રોસેસર

ઝિયોમી એમઆઇમાં ક્વાલકોમ સ્નેપડ્રેગન 800 ચિપ લાગેલી છે, સાથે એડ્રીનો 330 જીપીયૂ, 2 જીબી રેમ અને 4.5 ફ્લેશ મેમરી આપવામાં આવેલી છે.

સ્ક્રીન

સ્ક્રીન

ફોનમાં આપવામાં આવેલી 5 ઇંચની સ્ક્રીન પુલ 1080 એચડી પિક્સલ સપોર્ટ કરે છે જે આ રેંજના કોઇ પણ ફોનમાં ઉપલબ્ધ નથી.

કેમેરો

કેમેરો

ફોનમાં 13 મેગાપિક્સલનો ડ્યુઅલ લિડ કેમેરા અને 2 મેગાપિક્સલનો સેકેંડરની કેમેરો આપવામાં આવ્યો છે.

બેટરી

બેટરી

કંપની અનુસાર ફોનમાં લાગેલી 3,050 એમએએચની બેટરી 500 કલાકના સ્ટેંડબાય ટાઇમ, 50 કલાકનો મ્યુઝિક પ્લેબેક, 25 કલાકનો ટોક ટાઇમ અને 21 કલાક 3જીમાં ઇંટરનેટ સર્ફિંગ ટાઇમ આપે છે.

કનેક્ટિવિટી

કનેક્ટિવિટી

કનેક્ટિવિટી માટે ફોનમાં વાઇફાઇ, એનએફસી જેવા ફીચર્સ આપવામાં આવ્યા છે.

ફોન બૉડી

ફોન બૉડી

ફોનની મોટાઇ 8.5 એમએમ છે અને ભાર 145 ગ્રામ, તેની બૉડી એલ્યૂમિનિયમ અને મેગનેશિયમની બનેલી છે.

માય ક્લાઉડ

માય ક્લાઉડ

ઝિયોમી એમઆઇ 3માં માય ક્લાઉડ સ્ટોરેજની મદદથી આપ પોતાના ફોનમાં સેવ તસવીરો અને અન્ય બીજા ડેટા ક્યાંયથી પણ એક્સેસ કરી શકે છે.

English summary
FlipKart struggled to keep up with the immense demand of the Moto G and Moto E earlier in the year and it appears history has repeated itself with the launch of the Xiaomi Mi3.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X