50 વર્ષની થઇ અમૂલ ગર્લ, જાણો કોણે બનાવી તેને?

Posted By:
Subscribe to Oneindia News

વાદળી વાળ વાળી, સફેદ અને લાલ રંગનું ફ્રોક પહેરતી અને પોતાના વન લાઇનરના કારણે દુનિયાભરમાં પ્રસિદ્ધ તેવી નાનકડી ક્યૂટ અટરલી બટરલી અમૂલ ગર્લ ગત રવિવારે 50 વર્ષની થઇ ગઇ છે. માનવામાં નથી આવતુંને! પણ હકીકત આ જ છે. ત્યારે શું તમને ખબર છે કે ફેમસ અમૂલ ગર્લને બનાવી કોણે? તે કોની સર્જનાત્મકતાનો કમાલ છે?

અમૂલ ગર્લ

અમૂલ ગર્લ

અમૂલ ગર્લને બનાવવા માટે ત્રણ લોકોની ક્રિએટીવીટી કામ લાગી છે. અમૂલની જાહેરાત માટે એક ટીમે દરેક અઠવાડિયા 6 કાર્ટૂન તૈયાર કરે છે. આ જાહેરાતોનું કેમ્પેન ડાકુન્હા કમ્યુનિકેશન કરે છે.

ત્રણ લોકોની મહેનત

ત્રણ લોકોની મહેનત

આ કંપનીના ક્રિએટીવ હેડ છે, રાહુલ ડાકુન્હા અને કોપી રાઇટર છે મનીષ ઝવેરી અને અમૂલ ગર્લ બનાવનાર કાર્ટૂનિસ્ટનું નામ છે જયંત રાણે.

19766માં બની હતી

19766માં બની હતી

1966માં અમૂલ વિજ્ઞાપનની શરૂઆત થઇ હતી. જેનું એડવર્ટાઇઝિંગ સેલ્સ અને પ્રમોશન મેનેઝિંગ ડાયરેક્ટર સિલ્વેસ્ટર ડાકુન્હા કર્યું હતું. આ જાહેરાતોની શરૂઆત થોડિક બોરિંગ હતી. પણ ધીરે ધીરે અમૂલની ઇમેજ પણ બદાલાઇ અને પ્રસિદ્ધ પણ મળી.

હરીફ કંપની

હરીફ કંપની

નોંધનીય છે કે જ્યારે અમૂલ બટરની શરૂઆત થઇ ત્યારે પોલ્સન નામની કંપની તેની મોટી હરીફ હતી. અને તેના વિજ્ઞાપન માટે પણ એક બટર ગર્લનો ઉપયોગ થતો હતો. બસ આ બટર ગર્લને ટક્કર આપવા માટે જ તેવી કાર્ટૂન છોકરીને તૈયાર કરવામાં આવી જેને જોતા જ લોકો તેની પર મોહી જાય.

English summary
The noseless girl with blue hair has been nosing around in her red polka-dotted frock. She looked up at Prime Minister Narendra Modi in the summer of 2014 with the oneliner Accha din-ner aaya hai.
Please Wait while comments are loading...