Slap Day 2022: આજે છે સ્લેપ ડે, ખુલીને કાઢી લો પાર્ટનર સાથે પોતાની ભડાશ
નવી દિલ્લીઃ વેલેન્ટાઈન ડે પસાર થવા સાથે જ અલગ-અલગ રીતે પ્રેમ વ્યક્ત કરવાની મોસમ પણ જતી રહી છે. આજથી એંટી વેલેન્ટાઈન ડેની શરુઆત થઈ ચૂકી છે. તમને જણાવી દઈએ કે વેલેન્ટાઈન ડે વીક ઉજવ્યા પછી એંટી વેલેન્ટાઈ વીક મનાવવાનો પણ ટ્રેન્ડ છે. ઘણા દેશોમાં એંટી વેલેન્ટાઈન વીક મનાવીને પોતાની ભાવનાઓ વ્યક્ત કરવામાં આવે છે. જે કપલ પોતાના સંબંધથી ખુશ ના હોય કે પછી વેલેન્ટાઈન વીક દરમિયાન કોઈ વ્યક્તિથી હેરાન થઈ ગયા હોય એ એંટી વેલેન્ટાઈન વીકના પહેલા દિવસે સ્લેપ ડે પર પોતાની ભડાશ કાઢી શકે છે.

આપણે સ્લેપ ડે જરુર મનાવીશુ
જો કોઈના પાર્ટનરે તેને ચીટ કર્યુ હોય તો તેને સ્લેપ ડે દ્વારા પાઠ ભણાવી શકાય છે. વળી, બીજી તરફ પોતાના સાથી સાથે પ્રેમભરી નોંકઝોંક કરવા માટે પણ તેના ગાલ પર પ્રેમભરી થપકી આપીને સ્લેપ ડે મનાવી શકાય છે. વેલેન્ટાઈન વીક દરમિયાન ઘણી વાર એવુ પણ બને છે કે પ્રેમ મેળવવાની ચાહતમાં તમે કોઈ વ્યક્તિથી એટલા પરેશાન થઈ જાવ તો આવા વ્યક્તિને સબક શીખવવા માટે સ્લેપ ડે એક શ્રેષ્ઠ મોકો છે. આના માટે તમને પરેશાન કરનાર વ્યક્તિને એક જગ્યાએ બોલાવો જ્યાં તમને ખુદને કમ્ફર્ટેબલ અનુભવી શકો. ત્યારબાદ તેને પ્રેમથી એમ કહીને કે, 'સૉરી, મે તારી સાથે વેલેન્ટાઈન ડે ન મનાવ્યો પરંતુ સ્લેપ ડે આપણે જરુર મનાવીશુ.' એમ કહીને એક જોરદાર થપ્પડ ચોપડી શકો છો.

પ્રેમભરી થપકીથી પણ મનાવી શકો
જો તમે કોઈ પોતાના વ્યક્તિ સાથે સ્લેપ ડે મનાવવા માંગતા હોય, જો તમને એની કોઈ વાતથી ખરાબ લાગ્યુ હોય તો તમે તેના ગાલ પર પ્રેમભરી થપકી લગાવીને પણ સેલિબ્રેટ કરી શકો છો અને એ વ્યક્ત પ્રત્યે પોતાનો ગુસ્સો બતાવી શકો છો જેનાથી ભવિષ્યમાં સંબંધમાં કોઈ ખટાશ ન આવે. એટલુ જ નહિ આ દિવસને પૉઝિટિવ રીતે પણ સેલિબ્રેટ કરી શકાય છે. તમે પોતાના દોસ્તો સાથે હસી-મજાક કરીને પણ આ દિવસને સેલિબ્રેટ કરી શકો છો.

આ રીતે મનાવાશે એંટી વેલેન્ટાઈન વીક
15 ફેબ્રુઆરી - સ્લેપ ડે
16 ફેબ્રુઆરી - કિક ડે
17 ફેબ્રુઆરી - પરફ્યુમ ડે
18 ફેબ્રુઆરી - ફ્લર્ટિંગ ડે
19 ફેબ્રુઆરી - કન્ફેશન ડે
20 ફેબ્રુઆરી - મિસિંગ ડે
21 ફેબ્રુઆરી - બ્રેકઅપ ડે