For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

Astronomy Calendar 2018 : નવા વર્ષમાં ક્યારે થશે સૂર્ય-ચંદ્ર ગ્રહણ? જાણો અહીં

વર્ષ 2018માં જોવા મળશે સુપરમૂન સાથે જ ચંદ્ર ગ્રહણ અને સૂર્ય ગ્રહણનો લાભ પણ ખગોળ શાસ્ત્રના રસિકો લઇ શકશે. આ વર્ષમાં ક્યારે આ ખગોળીય ઘટનાઓ થશે તે અંગે વિગતવાર જાણો અહીં

By Chaitali
|
Google Oneindia Gujarati News

ખગોળશાસ્ત્રમાં રસ ધરાવતા લોકો માટે 2017ની જેમ જ વર્ષ 2018 પણ ખાસ રહેશે. આજના અમારા Astronomy Calender દ્વારા અમે તમને 2018માં થનારી અદ્ધભૂત ખગોળીય ઘટનાઓ વિષે વિગતવાર જાણકારી આપીશું. જેથી કરીને તમે આ વર્ષમાં ચંદ્રગ્રહણ અને સૂર્યગ્રહણ ક્યારે થશે તે અંગે જાણી શકો. નોંધનીય છે કે આ વર્ષે 2 ચંદ્રગ્રહણ અને ત્રણ સૂર્યગ્રહણ થશે. સાથે જ આ વર્ષે તમને સુપરમૂન જેવી ખગોળીય ઘટના જોવાનો પણ લાભ મળશે. તો આ ચંદ્ર અને સૂર્ય ગ્રહણ ક્યારે થશે અને શું તે ભારતમાં પણ દેખાશે તે અંગે વિગતવાર જાણો અહીં....

આંશિક સૂર્યગ્રહણ

આંશિક સૂર્યગ્રહણ

15 અને 16 ફેબ્રુઆરી 2018માં, એટલે કે વર્ષની શરૂઆતમાં જ તમને આંશિક સૂર્યગ્રહણ જોવા મળશે. એન્ટાર્ટિકા, દક્ષિણી અમેરિકાના કેટલાક વિસ્તારોમાં આ સૂર્યગ્રહણ આરામથી જોઇ શકાશે. જો કે ભારતમાં આ સૂર્યગ્રહણ નહીં જોઇ શકાય.

13 જુલાઇએ સૂર્યગ્રહણ

13 જુલાઇએ સૂર્યગ્રહણ

તે પછી વર્ષ 2018માં 13 જુલાઇના રોજ આંશિક સૂર્યગ્રહણ જોવા મળશે. જે પણ એન્ટાર્ટિકા, તસ્માનિયા અને ઓસ્ટ્રેલિયા સમેત દક્ષિણ ભાગમાં જોવા મળશે. આ આંશિક સૂર્યગ્રહણ પણ ઇન્ડિયામાં નહીં દેખાય.

27 જુલાઇ

27 જુલાઇ

27 જુલાઇના રોજ પૂર્ણ ચંદ્રગ્રહણ થશે. જે રાતે 11 વાગ્યાને 54 મિનિટ શરૂ થશે અને 3 વાગ્યાને 49 મિનિટે પૂર્ણ થશે. આમ કુલ 3 કલાકને 55 મિનિટ આ ચંદ્રગ્રહણ રહેશે. જો કે આ ચંદ્રગ્રહણ ભારતમાં નહીં દેખાય પણ ઓસ્ટ્રેલિયા, રશિયા, આફ્રિકા, યુરોપ અને અમેરિકાના કેટલાક વિસ્તારો સમેત અન્ટાટિકામાં દેખાશે.

11 ઓગસ્ટ આંશિક સૂર્યગ્રહણ

11 ઓગસ્ટ આંશિક સૂર્યગ્રહણ

11 ઓગસ્ટ 2018ના રોજ આશંક સૂર્યગ્રહણ થશે. જે ઉત્તર ભાગમાં દેખાશે. જે ગ્રીનલેન્ડ, રશિયા, કઝાકિસ્તાન, મંગોલિયા અને ચીનમાં જોવા મળશે. જો કે ભારતમાં તે નહીં જોઇ શકાય.

5 જાન્યુઆરી

5 જાન્યુઆરી

વધુમાં જાન્યુઆરીના એક ખાસ દિવસ આવશે. 5 જાન્યુઆરીએ વર્ષનો સૌથી નાનો દિવસ અને સૌથી મોટી રાત હશે. કારણ કે આ દિવસે પૃથ્વી મકર વૃત્તની રેખાની સૌથી વધુ નજીક હશે. આ કારણે દિવસની અવધિ ઓછી હશે.

સૂપર મૂન

સૂપર મૂન

22 માર્ચ અને 26 જૂન ખગોળશાસ્ત્રીઓ માટે મોટો દિવસ હશે. આ દિવસે ભારત સહિત ઉત્તરી ગોળાર્ધમાં સ્થિત તમામ દેશોમાં સૌથી મોટા દિવસ અને સૌથી નાની રાત હશે. સાથે જ 1 અને 31 જાન્યુઆરીએ સુપર મૂન જોવા મળશે.

English summary
To watch the celestial events are always been on the high priority list of the people who are curious about the celestial activities. Here is the list of celestial events in 2018 including lunar and solar eclipses.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X