'અંતરંગી રે' મૂવીમાં ભૂતકાળની ખરાબ યાદો સાથે જોડાયેલ મેન્ટલ કન્ડીશનને કરી છે હાઈલાઈટ, જાણો PTSD વિશે
નવી દિલ્લીઃ દુનિયાભરમાં માનસિક આરોગ્ય મુદ્દાઓ અને તેની સાથે જોડાયેલી બિમારીઓ વિશે લોકો આજે પણ ખુલીને વાત કરવાનુ ટાળે છે. જેના પરિણામ સ્વરુપ લોકોની માનસિક આરોગ્યને લઈને વિચારધારા નથી બદલાઈ. પરંતુ ધીમે-ધીમે લોકોને મેન્ટલ હેલ્થ પ્રત્યે અવેર કરવા માટે ફિલ્મો સહિત ઘણી મુખ્યધારાઓના પ્લેટફૉર્મ સંવેદનશીલ રીતે આ વિષયોના ઉંડાણને સમજવાનો પ્રયત્ન કરી રહ્યા છે.

'અંતરંગી રે' માનસિક બિમારી અને ટ્રોમા વિષય સાથે સંબંધિત
હાલમાં જ ઓટીટી પ્લેટફૉર્મ પર રિલીઝ થયેલી સારા અલી ખાન, ધનુષ અને અક્ષય કુમાર સ્ટારર ફિલ્મ 'અંતરંગી રે' માનસિક બિમારી અને ટ્રોમા વિષય સાથે સંબંધિત છે. ફિલ્મમાં સારા અલી ખાન પોસ્ટ ટ્રોમેટિક સ્ટ્રેસ ડિસઑર્ડરને ડીલ કરતી જોવા મળે છે. આ મેન્ટલ કંડીશન ભૂતકાળમાં થયેલ કોઈ ખરાબ ઘટનાના કારણે હોય છે જેની ખરાબ યાદો દિલોદિમાગ પર લાંબા સમય સુધી રહી જાય છે. આવો, જાણીએ આ મેન્ટલ કંડીશન વિશે.

પોસ્ટ ટ્રોમેટિક સ્ટ્રેસ ડિસઑર્ડર
પોસ્ટ ટ્રોમેટિક સ્ટ્રેસ ડિસઑર્ડર(PTSD), જેને એક વાર 'શેલ શૉક' કે 'બેટલ ફટીગ સિંડ્રોમ' પણ કહેવામાં આવે છે, જે એક ગંભીર સ્થિતિ છે જે કોઈ વ્યક્તિ દ્વારા એક દર્દનાક કે ભયાનક ઘટનાનો અનુભવ કરવા કે જોયા બાદ વિકસિત થઈ શકે છે જેમાં ગંભીર શારીરિક નુકશાન કે જોખમ હતુ. PTSD દર્દનાક પરીક્ષાઓનુ એક સ્થાયી પરિણામછે જે તીવ્ર ભય, અસહાયતા કે આતંકનુ કારણ બને છે. એ વસ્તુઓના ઉદાહરણોમાં જે PTSD લાવી શકે છે તેમાં યૌન કે શારીરિક હુમલો, કોઈ પ્રિયજનની અચાનક મોત, દુર્ઘટના, યુદ્ધ કે કુદરતી આફત શામેલ છે. આ ડિસઑર્ડરના કારણે જૂની વાતો વારંવાર યાદ આવવી, ખરાબ સપના આવવા અને ધ્યાન કેન્દ્રીત ન કરી શકવુ જોવી સમસ્યાઓ થાય છે.

આ છે PTSDના લક્ષણો
ખરાબ સપના આવવા - PTSDના કારણે પીડિતને રાતે ખરાબ સપના આવવા લાગે છે. જે ઉંઘમાં પણ ખરાબ અસર કરે છે.
એક ઘટના વારંવાર યાદ આવવી - જે ઘટનાની પીડિત પર ખરાબ અસર થાય છે તે વારંવાર યાદ આવે છે. જેના કારણે તે બહાર નથી નીકળી શકતો.
ધ્યાન કેન્દ્રીય કરવામાં મુશ્કેલી થવી - પીડિત ઘટનાક્રમથી પોતાનુ ધ્યાન નથી હટાવી શકતો. જેના કારણે તે બીજી કોઈ વસ્તુ પર ધ્યાન નથી આપી શકતો.
ચિડિયાપણુ - આ મેન્ટલ ડિસઑર્ડરમાં વ્યક્તિ ચિડિયો બની જાય છે અને કોઈની સાથે પણ વધુ વાત કરવાનુ તેને ગમતુ નથી.
ઘટના સાથે જોડાયેલી વાતોને ઈગ્નોર કરવી - જ્યારે પીડિત સાથે કોઈ વ્યક્તિ ઘટના વિશે વાત કરે છે ત્યારે તે આના વિશે વાત કરવાનુ ટાળે છે.
પેનિક એટેક આવવો - આમાં ઘણી વાર પીડિતને પેનિક એટેક ફીલ થાય છે. તે ફરીથી એ ઘટનામાં ખોવાઈ જાય છે જેનાથી તેને આઘાત પહોંચ્યો છે.
વસ્તુઓ યાદ ન રહેવી - આનાથી વસ્તુઓ યાદ રાખવામાં મુશ્કેલી થવા લાગે છે. કારણકે પીડિતના દિમાગમાં બસ ખરાબ ઘટનાના વિચારો જ આવતા રહે છે.

આ વસ્તુઓ કરો
વ્યક્તિએ પોતાના નજીકના સંબંધીઓ અને દોસ્તોને મળતા રહેવુ જોઈએ અને તેમને પોતાની મુશ્કેલી જણાવવી જોઈએ.
રોજ કસરત કરવી જોઈએ.
સમયે નાસ્તો અને ભોજન લેવુ જોઈએ.
પૉઝિટિવ વિચારો કરવા જોઈએ.
નકારાત્મક લોકોથી અંતર જાળવી રાખવુ જોઈએ.

આ થેરેપી આપે છે રાહત
આ બિમારીનો ઈલાજ મનોવૈજ્ઞાનિક દ્વારા જ કરવામાં આવી શકે છે. આ ઈલાજ લાંબા સમય સુધી કે પછી જીવનભર ચાલી શકે છે. આ દરમિયાન દર્દીની ટ્રીટમેન્ટ માટે કાઉન્સેલિંગ, હિપ્રોસિસ અને દવાઓનો સહારો લેવામાં આવે છે.
બિહેવિયરલ થેરેપી - આ થેરેપીમાં પીડિત વ્યક્તિ સાથે વાતચીત કરીને તેના બિહેવિયરને સમજવામાં આવે છે. સાથે જ નકારાત્મક વિચારનુ કારણ જાણીને તેને દૂર કરવાની કોશિશ કરવામાં આવે છે.
આઘાત કેન્દ્રીત સીબીટી - આમાં પીડિતને જે ઘટનાથી આઘાત પહોંચ્યો હોય તે વિશે વાત કરવામાં આવે છે.
રીપ્રોસેસિંગ થેરેપી - આમાં પીડિતને ચિકિત્સકની આંગળીને જોઈન પોતાના આઘાત વિશે વાત કરવા માટે કહેવામાં આવે છે. આને કારગર રીત માનવામાં આવે છે.