• search
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

રિલેશનશિપમાં ખરાબ સમય આવી શકે છે, આ ફેઝને હેન્ડલ કરવા માટે અપનાવો આ સરળ ટીપ્સ

By Desk
|
Google Oneindia Gujarati News

સંબંધોનુ વિજ્ઞાન સમજવુ એટલુ સરળ નથી દરેક સંબંધ ઘણા પ્રકારના ઉતાર-ચડાવમાંથી પસાર થાય છે. તમારે એક રિલેશનમાં ઘણા પડાવોનો સામનો કરવો પડે છે પરંતુ તમે તમારા સંબંધને કેવી રીતે સંભાળો છો કે પોતાના સાથી સાથે પોતાની કેમેસ્ટ્રી કેવી રીતે જાળવી રાખો છો તેના આધારે આ પડાવો સારા કે ખરાબ હોઈ શકે છે. આજે અમે તમને અહીં સૌથી ખરાબ રિલેશનશિપ ફેઝ વિશે જણાવી રહ્યા છે જેનો સામનો તમે અને તમારા પાર્ટનરે કરવો પડી શકે છે. આ ખરાબ ફેઝમાં સંબંધો ઘણીવાર તૂટીને વિખેરાઈ જાય છે. જો કે સમજદારીથી એ ખરાબ સમયમાંથી બહાર પણ નીકળી શકાય છે. જો તમે વિચારતા હોય કે આ ફેઝ કયા હોઈ શકે તો આ લેખ આખો વાંચો.

તમારો પાર્ટનર તમારાથી વાતો છૂપાવવા લાગે

તમારો પાર્ટનર તમારાથી વાતો છૂપાવવા લાગે

એક હેલ્ધી રિલેશનનો સૌથી પહેલો નિયમ છે પોતાના સંબંધમાં પારદર્શિતા જાળવી રાખવી અને એકબીજા પર ભરોસો કરવો. એ તમારા સંબંધને મજબૂત રાખે છે અને તમારા સંબંધમાં આવનારા બધા ઉતાર-ચડાવનો સામનો કરવામાં તમારી મદદ કરે છે. વળી, બીજી તરફ એકબીજાથી વાતો છૂપાવવાથી તમારા સંબંધને નુકશાન થઈ શકે છે. એટલુ જ નહિ, એ ખરેખર તમારા સંબંધને મુશ્કેલીમાં મૂકી શકે છે. માટે જો તમે તમારા સંબંધમાં એક એવા મુકામ પર પહોંચી ગયા હોય જ્યાં તમારો પાર્ટનર તમારાથી વાતો છૂપાવતો હોય તો આ તમારા માટે રેડ સંકેત હોઈ શકે છે.

તમને લાગે કે સંબંધ અટકી ગયો છે

તમને લાગે કે સંબંધ અટકી ગયો છે

જ્યારે તમે કોઈ રિલેશનમાં આવો ત્યારે એ જોઈને ખુશ થઈ જાવ છે કે તમારે સંબંધ સ્થિરતા, ઈમાનદારી અને અનુકૂળતા તરફ આગળ વધી રહ્યો છે. તમે તમારા સંબંધને ખૂબ પરફેક્ટ માની શકો છે પરંતુ જો તમે અને તમારા સાથીને લાગે છે કે તમારો સંબંધ ક્યાંય નથી જઈ રહ્યો, અટકી ગયો છે અને તમે સતત પોતાના સંબંધને ખતમ કરવાનુ મન બનાવી રહ્યા છો કે એકસાથે રહીને પસ્તાઈ રહ્યા છો તો આ એક ખરાબ સમય હોઈ શકે છે. તમને લાગી શકે છે કે તમે એક ખોટી વ્યક્તિ સાથે છો.

તમારો સાથી દરેક વસ્તુ માટે તમને દોષી ગણાવે છે

તમારો સાથી દરેક વસ્તુ માટે તમને દોષી ગણાવે છે

એક સંબંધમાં સૌથી ખરાબ સમય ત્યારે હોય છે જ્યારે તમારો સાથી દરેક વસ્તુ માટે તમને દોષી ગણાવે છે. તે તમને દરેક દૂર્ઘટના માટે જવાબદાર ગણાવશે. તમારા પાર્ટનરને લાગશે કે તમારા કારણે વસ્તુઓ ઠીક નથી ચાલી રહી. કોઈ ફરક નથી પડતો કે તમે શું કરો છો, તમારો સાથે ક્યારેય તમને કોઈ સારી વસ્તુનો શ્રેય નહિ લેવા દે. આવુ એટલા માટે કારણકે તમારા સાથીને લાગે છે કે હવે તમે કોઈ પણ વસ્તુ માટે સારા નથી.

તમારા રિલેશનમાં દરેક સમયે લડાઈ-ઝઘડો કે દલીલો જ થાય

તમારા રિલેશનમાં દરેક સમયે લડાઈ-ઝઘડો કે દલીલો જ થાય

જો કે કોઈ પણ સંબંધમાં લડાઈ-ઝઘડા થવા સામાન્ય છે પરંતુ એવા સમયમાંથી પસાર થવુ જ્યાં તમારો સાથી કોઈ પણ વસ્તુ કે એમ કહો કે દરેક વસ્તુ માટે ઝઘડે છે, તો વાસ્તવમાં નિરાશાજનક હોઈ શકે છે. તમને લાગશે કે તમે અને તમારો સાથી હવે એકસાથે નહિ રહી શકો. બની શકે કે તમારા ઝઘડાનુ સ્વરૂપ ઘણુ ખરાબ હોય જેનાથી તમારા બંનેના મનમાં માત્ર કડવાશ જ ભળી જાય છે.

તમારો સાથી તમારા પર શંકા કરે છે

તમારો સાથી તમારા પર શંકા કરે છે

એ વખતે રિલેશનશિપને બહુ નુકશાન થાય છે જ્યારે તે એક એવા સમયમાંથી પસાર થાય છે જ્યાં કપલ એકબીજા પર શંકા કરે છે. આ વાસ્તવમાં કપલ માટે એક કઠોર સમય છે જ્યાં તે એકબીજા પર વિશ્વાસ કરવામાં સહજ નથી અનુભવતા કારણકે તેમને લાગે છે કે તેમનો સાથી તેમના પ્રત્યે ઈમાનદાર નથી. એક એવોસમય છે જે તમારા સંબંધને પ્રતિકૂળ રીતે પ્રભાવિત કરી શકે છે.

તમને તમારો સંબંધ ખૂબ જ ટોક્સિક લાગે

તમને તમારો સંબંધ ખૂબ જ ટોક્સિક લાગે

તમારા સંબંધમાં એક એવો સમય આવી શકે છે જ્યાં તમને તમારો સંબંધ ટોક્સિક અને પરેશાન કરનારો લાગી શકે છે. તમને લાગી શકે છે કે તમારા સંબંધમાં કોઈ સકારાત્મકતા નથી અને તમે જ સૌથી વધુ પીડિત છો. વાસ્તવમાં તમે એક સારા અને સ્વસ્થ સંબંધ માટે તરસો છો જ્યાં તમે અને તમારો સાથી ખુશીથી રહેતા હોય. પરિણામરૂપે તમે રિલેશનને સમાપ્ત કરવા માંગો છો અને એક ખુશ અને સ્વસ્થ રિલેશનની શોધ કરો છો.
આ અમુક એવા બેડ ફેઝ છે જે ઘણીવાર એક રિલેશનમાં આવી શકે છે. જો કે આ સ્થિતિમાં એકદમથી કંઈ સમજ્યા વિચાર્યા વિના સંબંધ તોડવાના બદલે એક વાર શાંતિપૂર્વક વિચારો. સાથે જ નારાજગી અને વિશ્વાસઘાત અનુભવવાના બદલે પોતાના પાર્ટનર સાથે બેસીને વાત કરી શકો છો. બની શકે કે તમારી વચ્ચે અમુક વસ્તુઓ એવી હોય જે ઠીક ન હોય પરંતુ એક સમય પછી તમારો સંબંધ સારો થઈ જાય.

English summary
Bad phases that may come in a relationship. Know how to tackle it.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X