For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

ત્યાગ અને સમર્પણનો તહેવાર છે બકરીઇદ

ભારતમાં વર્ષમાં ઘણા તહેવારો મનાવવામાં આવે છે અને ઓગસ્ટનો આખો મહિનો તહેવારોના નામે હોય છે.

By Lekhaka
|
Google Oneindia Gujarati News

ભારતમાં વર્ષમાં ઘણા તહેવારો મનાવવામાં આવે છે અને ઓગસ્ટનો આખો મહિનો તહેવારોના નામે હોય છે. તેમાં હિન્દુઓનું એકાદશી વ્રત અને શિવરાત્રીનો તહેવાર આવે છે અને કેરળનો પ્રખ્યાત ઉત્સવ ઓણમ ઉજવવામાં આવે છે. તહેવારો માટે ખાસ ઑગસ્ટ મહિનામાં મુસલમાનોનો બકરીઇદનો તહેવાર પણ ઉજવવામાં આવે છે. મુસ્લિમ ધર્મના તમામ લોકો આતુરતાથી આ ખાસ તહેવારની રાહ જોઈ રહ્યાં છે.

ઇસ્લામિક ધર્મના બે સૌથી મહત્વપૂર્ણ તહેવારોમાંથી એક બકરીઇદ અને બીજો ઇદ-ઉલ-ફિતર છે. બકરીઇદ ને ઈદ-ઉલ-અધાના નામથી પણ ઓળખવામાં આવે છે જેનો અર્થ ત્યાગનું પ્રતીક છે.

બકરીઇદનો ઉત્સવ અલ-હિજજાહના દસમા દિવસે ઉજવવામાં આવે છે અને ગ્રેગોરિયન કેલેન્ડર મુજબ તારીખ દર વર્ષે લગભગ અગિયાર દિવસ અલગ હોય છે. ધુ અલ-હિજજાહ ઇસ્લામિક કેલેન્ડરનો બારમો મહિનો હોય છે. આ વર્ષે બકરીઈદનો તહેવાર 22 ઓગસ્ટના રોજ છે.

કેવી રીતે ઉજવાય છે બકરીઇદ

કેવી રીતે ઉજવાય છે બકરીઇદ

ધૂ અલ હિજજાહના દસમા દિવસે બધા અનુયાયી સૂર્યોદય પછી મસ્જિદમાં જઈને પ્રાર્થના કરે છે. અહીં દરેક ઇદ મુબારક એકબીજાને ગળે મળીને કહેવામાં આવે છે. દરેક સમુદાયમાં મહિલાઓ આ તહેવારને ખુલ્લેઆમ ઉજવવાની સ્વતંત્રતા ધરાવતી નથી. તેમની શક્તિ અનુસાર દરેક કુટુંબ આ દિવસે પ્રાણીઓની બલી આપે છે. પ્રાચીન સમયમાં ઇબ્રાહિમએ ઈશ્વર માટે પોતાના પુત્રની બલી આપી હતી અને ત્યારથી બકરીઇદના દિવસે હલાલ એટલે કે બકરાની બલી આપવાની પરંપરા શરૂ થઇ ગઈ. આ દિવસે બકરી, ઘેટા, ઊંટ અથવા અન્ય પ્રાણીઓની બલિ આપવામાં આવે છે.

બકરીઇદની સૌથી મહત્વપૂર્ણ રીત

બકરીઇદની સૌથી મહત્વપૂર્ણ રીત

પ્રાર્થના કર્યા પછી બકરીઇદની સૌથી મહત્વપૂર્ણ રીત હલાલ છે. આ પછી તે પ્રાણીનું માંસ તમામ મિત્રો અને સંબંધીઓને વહેંચવામાં આવે છે. પોતાના માટે એક તૃતીયાંશ ભાગ મૂકીને, એક તૃતીયાંશ ભાગ મિત્રો અને સંબંધીઓમાં વહેંચવામાં આવે છે. બાકીના ત્રીજા ભાગને ગરીબો અને જરૂરિયાતમંદ વચ્ચે વહેંચવામાં આવે છે. લોકો તેમના સંબંધીઓ અને મિત્રોને મળવા આવે છે અને ઇદના પ્રસંગે તેમના ઘરે આવવા માટે આમંત્રણ આપે છે. આ દિવસે મહિલાઓ નવાં વસ્ત્રો પહેરે છે અને સ્વાદિષ્ટ વાનગીઓ બનાવે છે.

તહેવાર વિશે માનતા

તહેવાર વિશે માનતા

ઇસ્લામના આ તહેવાર વિશે એવું કહેવામાં આવે છે કે ઇબ્રાહિમ નામના એક માણસ હતા, જેમને એક પણ સંતાન નહોતું. તેમણે ઘણી માનતાઓ માંગી અને તેના પછી એક છોકરાનો જન્મ તેમના ઘરમાં થયો. તેમણે પોતાના પુત્રનું ઇસ્માઇલ રાખ્યું.

પ્રિય હોય તેવી વસ્તુનું બલિદાન

પ્રિય હોય તેવી વસ્તુનું બલિદાન

એક દિવસ ઇબ્રાહિમે અલ્લાહને તેના સ્વપ્નમાં જોયા જેમણે તેઓને દુનિયામાં સૌથી વધુ પ્રિય હોય તેવી વસ્તુનું બલિદાન આપવા કહ્યું. ઇબ્રાહિમ અલ્લાહના હુકમ પર વિચારમાં પડી ગયો. તેમના માટે તેમનો પુત્ર ઇસ્માઇલ સૌથી વધુ પ્રિય હતો. તેમણે ધર્મ ખાતર તેમના પુત્રનું બલિદાન આપવા માટે પણ વિલંબ કર્યો ન હતો. ઇબ્રાહિમએ પોતાની આંખો પર પટ્ટી બાંધી લીધી અને પોતાના પુત્રની બલી માટે જેવી છરી ચલાવી કે તરત જ એક દેવદૂતએ આવીને તેમના પુત્રની જગ્યાએ ઘેટાને મૂકી દીધો અને આ રીતે ઘેટાંનું બલિદાન આપવામાં આવ્યું.

English summary
Bakra Eid 2018: day, date, significance, history.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X