For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

બાટલા હાઉસ એન્કાઉન્ટર કેસમાં શહજાદને ઉંમર કેદ: સુનાવણીથી લઇને સજા સુધી

By Kumar Dushyant
|
Google Oneindia Gujarati News

ગાંધીનગર: 30 જુલાઇ: વર્ષ 2008માં થયેલા બાટલા હાઉસ એન્કાઉન્ટર કેસમાં એકમાત્ર ગુનેગાર ઇન્ડિયન મુજાહિદ્દીનના આતંકવાદી શહજાદ અહમદની સજાનું એલાન થઇ ગયું છે. દિલ્હીની સાકેત કોર્ટે મંગળવારે શહજાદ અમહમદને ઉંમરકેદની સજા સંભળાવી છે અને કોર્ટે શહજાદ અહમદને 50000 રૂપિયાનો દંડ ફટકાર્યો છે. ઇન્સ્પેક્ટર મોહનચંદ શર્માની હત્યાના કેસમાં શહજાદ અહેમદને સજા સંભળાવવામાં આવી હતી.

અત્રે ઉલ્લેખનીય છે કે કોર્ટે સોમવારે આ ચૂકાદા પેન્ડિંગ કરી દિધો હતો. ફરિયાદી પક્ષે આ રેયરેસ્ટ ઓફ રેયર કેસ ગણાવતાં શહજાદ અહમદને મોતની સજાની માંગણી કરી હતી. વધારાની સત્ર ન્યાયાધીશ રાજેન્દ્ર કુમાર શાસ્ત્રી સમક્ષ શહજાદ અમહદની ફાંસીની માંગણી કરી હતી. શાસ્ત્રીએ 25 જુલાઇના રોજ ઉત્તર પ્રદેશના આજમગઢ નિવાસી શહજાદ અહમદને દિલ્હીની વિશેષ બ્રાન્ચે ઇન્સ્પેક્ટર મોહનચંદ શર્માની હત્યાનો ગુનેગાર ગણાવ્યો હતો.

શહજાદ અહમદ દ્વારા રજૂ થયેલા વકીલ સતીશ ટમ્ટાએ સજાના કેસમાં કોર્ટને નરમ વલણ દાખવવાનો આગ્રહ કરતાં કહ્યું હતું કે મુદ્દો રેયરેસ્ટ ઓફ રેયર શ્રેણીમાં આવતો નથી. તેમને કહ્યું હતું કે આ મુદ્દો સંગઠિત ગુનાની શ્રેણીમાં આવતો નથી. આ ફક્ત એક ક્ષણિક ઘટના હતી. આ મહિલાઓ અને બાળકો વિરૂદ્ધ ન હતી. તેમને આગ્રહ કર્યો હતો કે શહજાદ અહમદને સુધરવાની એક તક આપવી જોઇએ.

નિવેદનથી વિવાદ

નિવેદનથી વિવાદ

કોંગ્રેસ મહાસચિવ દિગ્વિજય સિંહે એન્કાઉન્ટરને બનાવટી કહીને વિવાદને જન્મ આપ્યો, જો કે તેમની જ પાર્ટીએ તેમના નિવેદનથી હાથ ઉંચા કરી લીધા.

એન્કાઉન્ટરમાં પોલીસની ભૂમિકા પર શંકા

એન્કાઉન્ટરમાં પોલીસની ભૂમિકા પર શંકા

સમાજવાદી પાર્ટીએ પણ એન્કાઉન્ટરમાં પોલીસની ભૂમિકા પર શંકા વ્યક્ત કરતાં ન્યાયિક તપાસની માંગણી કરી. પરંતુ તત્કાલિન ગૃહમંત્રી પી. ચિદંબરમે એન્કાઉન્ટરને વાસ્તવિક ગણાવતાં આ મુદ્દાને ફરીથી ખોલવાની મનાઇ કરી દિધી.

એન્કાઉન્ટર વિરૂદ્ધ પ્રદર્શન

એન્કાઉન્ટર વિરૂદ્ધ પ્રદર્શન

એન્કાઉન્ટર વિરૂદ્ધ પ્રદર્શન માટે કેટલાક સામાજિક અને બિનસરકારી સંગઠન રસ્તા પર ઉતરી આવ્યા.

પોલીસ પર બનાવટી એન્કાઉન્ટર કરવાનો આરોપ

પોલીસ પર બનાવટી એન્કાઉન્ટર કરવાનો આરોપ

પોલીસ પર બનાવટી એન્કાઉન્ટર કરવાનો આરોપ લગાવવામાં આવ્યો ત્યારે એક એનજીઓની માંગણી પર દિલ્હી હાઇકોર્ટે રાષ્ટ્રીય માનવાધિકાર આયોગને નિર્દેશ કર્યો કે તે એન્કાઉન્ટરમાં પોલીસની ભૂમિકા અંગે તપાસ કરે અને 2 મહિનાની અંદર રિપોર્ટ આપે. પોતાના રિપોર્ટમાં એનએચઆરસીએ પોલીસને ક્લીન ચિટ આપી જેને સ્વિકારતાં હાઇકોર્ટે કેસમાં ન્યાયિક તપાસની માંગણીને નકારી કાઢી.

દિલ્હીમાં વધુ બ્લાસ્ટ કરવાનું હતું કાવતરું

દિલ્હીમાં વધુ બ્લાસ્ટ કરવાનું હતું કાવતરું

પોલીસના જણાવ્યા અનુસાર આતંકવાદી ઇન્ડિયન મુજાહિદ્દીન સાથે સંબંધ ધરાવે છે, જે અમદાવાદ અને દિલ્હી બ્લાસ્ટમાં પણ સામેલ હતા, દિલ્હીમાં વધુ બ્લાસ્ટ કરવાનું તેમનું કાવતરું હતું. આ એન્કાઉન્ટરમાં દિલ્હી પોલીસે મોહનચંદ શર્મા જેવો જાંબાજ સિપાહી ગુમાવ્યો.

60 આતંકવાદીઓને મારનાર શર્માનું અંતિમ એન્કાઉન્ટર

60 આતંકવાદીઓને મારનાર શર્માનું અંતિમ એન્કાઉન્ટર

ઇન્સ્પેક્ટ મોહનચંદ શર્માએ પોતાની 21 વર્ષની પોલીસની નોકરીમાં 60 આતંકવાદીઓને ઠાર માર્યા હતા, જ્યારે 200થી વધુ ખતરનાક આતંકવાદી અને ગુનેગારોની ધરપકડ કરી હતી, પરંતુ એન્કાઉન્ટર સ્પેશ્યાલિસ્ટ તરીકે તે જાણિતા આ જાંબાજ ઇન્સ્પેક્ટર મોહનચંદ શર્મા માટે બાટલા હાઉસ આ છેલ્લું એન્કાઉન્ટર સાબિત થયું.

શું છે બાટલા એન્કાઉન્ટર કેસ

શું છે બાટલા એન્કાઉન્ટર કેસ

13 સપ્ટેમ્બર 2008ના રોજ દિલ્હીના કરોલ બાગ, કનાટ પ્લેસ, ઇન્ડિયા ગેટ તથા ગ્રેટર કૈલાશમાં સીરિયલ બોમ્બ બ્લાસ્ટ થયા હતા. આ બોમ્બ ધમાકામાં 26 લોકો મૃત્યં પામ્યા હતા, જ્યારે 133 લોકો ઘાયલ થયા હતા. દિલ્હી પોલીસને તપાસમાં જાણવા મળ્યું હતું કે બોમ્બ બ્લાસ્ટના આતંકી ગુટ ઇન્ડિયા મુજાહિદ્દીનને અંજામ આપ્યું છે. ઘટનાના 6 દિવસ બાદ 19 સપ્ટેમ્બરના રોજ દિલ્હી પોલીસની સ્પેશિયલ સેલને માહિતી મળી હતી કે ઇન્ડિયન મુજાહિદ્દીનના પાંચ આતંકવાદી બાટલા હાઉસ સ્થિત એક મકાનમાં હાજર છે.

શું છે બાટલા એન્કાઉન્ટર કેસ

શું છે બાટલા એન્કાઉન્ટર કેસ

માહિતીના આધારે ઇન્સ્પેક્ટર મોહનચંદ શર્માના નેતૃત્વ હેઠળ સાત સભ્યોની ટીમ જ્યારે રેડ પાડવા માટે પહોંચી તો મકાન નંબર એલ-18ના પ્રથમ માળે બનેલા ફ્લેટમાં હાજર પાંચ આતંકવાદીઓએ પોલીસકર્મીઓ પર ગોળીબાર શરૂ કરી દિધો. એન્કાઉન્ટરમાં ઇન્સ્પેક્ટર મોહનચંદ શર્મા સહિત બે પોલીસકર્મીઓને ઇજા પહોંચી હતી. જવાબી ફાયરિંગમાં પોલીસે બે આતંકવાદી આતિફ અમીન અને મોહંમદ સાજિદને ઠાર માર્યા હતા. જ્યારે બે આતંકવાદી મોહંમદ સૈફ અને જીશાનની ધરપકડ કરવામાં આવી હતી. પરંતુ એક આતંકવાદી નાસી છૂટવામાં સફળ રહ્યો હતો. એન્કાઉન્ટરમાં ઘાયલ ઇન્સ્પેક્ટર મોહનચંદ શર્માની સારવાર દરમિયાન મોત નિપજ્યું હતું. આ મામલે રાષ્ટ્રીય માનવાધિકાર આયોગે દિલ્હી પોલીસને ક્લીન ચિટ આપી દિધી હતી.

શું છે બાટલા એન્કાઉન્ટર કેસ

શું છે બાટલા એન્કાઉન્ટર કેસ

પોલીસના અનુસાર એન્કાઉન્ટર બાદ શહજાદ તે ફ્લેટ પરથી બચીને નાસી છૂટ્યો હતો. પોલીસે શહજાદની ખબર એક આતંકવાદી મોહંમદ સૈફના નિવેદન દ્વારા થઇ હતી. પોલીસે શહજાદની ધરપકડ કરી તો તેને આ મુદ્દે એક અન્ય આરોપી જુનૈદનું પણ નામ લીધું. પરંતુ તેને પકડી શકાયો ન હતો. તેને ભાગેડૂ જાહેર કરવામાં આવ્યો હતો.

કેવી રીતે ચાલી ટ્રાયલ

કેવી રીતે ચાલી ટ્રાયલ

28 એપ્રિલ 2010: પોલીસે આ કેસમાં ચાર આતંકવાદી શહજાદ અહમદ ઉર્ફે પપ્પૂ, જુનૈદ (ભાગેડૂ), આતિફ અમીન અને મોહંમદ સાજિદ વિરૂદ્ધ આરોપપત્ર દાખલ કર્યું, જેમાં તેમના પર ઇન્સ્પેક્ટર શર્માની હત્યાનો આરોપ લગાવવામાં આવ્યો. આ કેસમાં આરોપી મોહંમફ સૈફે આત્મસમર્પણ કર્યું હતું અને બાકીના બે આરોપી એન્કાઉન્ટરમાં મૃત્યું પામ્યાં હતા. જો કે આરોપી તરીકે શહજાદને જ આ કેસની ટ્રાયલનો સામનો કર્યો.

કેવી રીતે ચાલી ટ્રાયલ

કેવી રીતે ચાલી ટ્રાયલ

15 ફેબ્રુઆરી 2011: કોર્ટે શહજાદ ઉર્ફે પપ્પૂ વિરૂદ્ધ વિભિન્ન કલમ હેઠળ આરોપો નક્કી કરાયા. અંતિમ દલીલો દરમિયાન ફરિયાદી પક્ષે કહ્યું હતું કે તેમની પાસે પૂરતા પરિસ્થિતિજન્ય પુરાવા અને ફોન કોલ્સ રેકોર્ડ છે જેનાથી સાબિત થાય છે કે શહજાદ તે ફ્લેટમાં રહેતો હતો જેમાં પોલીસ રેડ માટે ગઇ હતી અને તે પોલીસ પર ફાયરિંગ કરનાર આતંકવાદીઓની ટુકડીઓમાં સામેલ હતો જેમાં ઇન્સ્પેક્ટર શર્માને ગોળી લાગી હતી. પોલીસ દ્વારા એમપણ કહેવામાં આવ્યું હતું કે તે પોલીસ પર ફાયરિંગ કર્યા બાદ બાલ્કનીથી પોતાના સાથી જુનૈદ સાથે નાસી છુટ્યો હતો.

કેવી રીતે ચાલી ટ્રાયલ

કેવી રીતે ચાલી ટ્રાયલ

બચાવ પક્ષના બૈલિસ્ટિક રિપોર્ટના આધારે કોર્ટ સમક્ષ દાવો કરવામાં આવ્યો હતો કે પોલીસ અધિકારીના શરીરમાંથી મળેલી ગોળી ઘટનાસ્થળેથી બંદૂકની હતી, ના કે તે હથિયારને ધરપકડ દરમિયાન શહજાદ પાસે મળી હતી. શહજાદ દ્વારા તે ફ્લેટમાં હાજર હોવાના આરોપોનું ખંડન કરવામાં આવ્યું હતું. બંને પક્ષોની દલીલ સાંભળ્યા બાદ 21 જુલાઇના રોજ એએસજે રાજેન્દ્ર કુમાર શાસ્ત્રીએ પોતાનો ચૂકાદો 25 જુલાઇ માટે પેન્ડિંગ કરી દિધો હતો.

ઇન્સ્પેક્ટર મોહનચંદ શર્માનું મોત

ઇન્સ્પેક્ટર મોહનચંદ શર્માનું મોત

પોલીસે શહજાદ ઉર્ફે પપ્પૂને ઉત્તર પ્રદેશના આઝમગઢથી ધરપકડ કરવામાં આવી હતી. શહજાદ પર પોલીસે આરોપ લગાવ્યો હતો કે જામિયા નગરના બાટલા હાઉસમાં જે સમયે આતંકવાદીઓ સાથે પોલીસની મુઠભેડ થઇ રહી હતી, તે સમયે મકાનમાં હાજર હતો જ્યાં આતંકવાદી રોકાયા હતા. કોર્ટમાં પોલીસ દ્વારા દાખલ કરવામાં આવેલા આરોપપત્ર અનુસાર શહજાદ જ તે આતંકવાદી છે, જેને પોલીસ પર ફાયરિંગ કર્યું અને તેની એક ગોળી વડે ઇન્સ્પેક્ટર મોહનચંદ શર્માનું મોત નિપજ્યું હતું.

એન્કાઉન્ટરમાં ઠાર મરાયા

એન્કાઉન્ટરમાં ઠાર મરાયા

પોતાની ચાર્જશીટમાં પોલીસે એમ કહ્યું છે કે તે સમયે મુઠભેઠ દરમિયાન શહજાદ પોતાના મિત્ર જુનૈદ સાથે બાલ્કનીથી કુદીને નાસી છુટ્યો હતો. આ કેસમાં પોલીસ દ્વારા 29 એપ્રિલ 2010માં દાખલ કરવામાં આવેલી ચાર્જશીટ અનુસાર મોહંમદ સૈફ, મોહંમદ આતિફ, અમીન ઉર્ફ બશીર અને મોહંમદ સાજિદને આરોપી ગણાવ્યા હતા, જ્યારે તે ચાર્જશીટમાં એ પણ નોંધવામાં આવ્યું છે કે બે આતંકવાદી આ એન્કાઉન્ટરમાં ઠાર મર્યા હતા.

English summary
A Delhi court today awarded life sentence to Shahzad Ahmed, convicted last week in the controversial 2008 Batla house encounter case. The court also asked the alleged IM operative to pay a fine of Rs. 50,000.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X