પ્લાસીનુ એ યુદ્ધ, જેમાં હાર બાદ શરુ થઈ ભારતની 200 વર્ષ સુધી ગુલામીની કહાની
Battle of Plassey: 266 વર્ષ પહેલા 23 જૂન, 1757ના રોજ લડાયેલા પ્લાસીના યુદ્ધના પરિણામે ભારતમાં અંગ્રેજોએ પહેલી વાર એક રાજા રૂપે પગરણ માંડ્યા અને દેશની ગુલામીના દરવાજા ખુલી ગયા. આ લડાઈ બંગાળના નવાબ સિરાજુદ્દોલા અને રૉબર્ટ ક્લાઈવ વચ્ચે લડવામાં આવી હતી. યુદ્ધમાં જીત બાદ આખુ બંગાળ અંગ્રેજોના હાથમાં આવી ગયુ હતુ.
પ્લાસીનું યુદ્ધ 23 જૂન 1757ના રોજ મુર્શિદાબાદથી 22 માઈલ દક્ષિણે નાદિયા જિલ્લામાં ગંગા નદીના કિનારે 'પ્લાસી' નામના સ્થળે થયું હતું. આ યુદ્ધમાં એક તરફ બ્રિટિશ ઈસ્ટ ઈન્ડિયા કંપનીની સેના હતી અને બીજી તરફ બંગાળના નવાબની સેના હતી.

નવાબ સિરાજ-ઉદ-દૌલાને કંપનીની સેનાએ રૉબર્ટ ક્લાઇવના નેતૃત્વમાં પરાજય આપ્યો હતો. આ યુદ્ધ ભારત માટે ખૂબ જ દુર્ભાગ્યપૂર્ણ માનવામાં આવે છે, ભારતની ગુલામીની કહાની આ યુદ્ધથી શરૂ થાય છે. બ્રિટિશ અધિકારીઓએ પ્લાસીના યુદ્ધમાં બંગાળના રાજાને હરાવ્યો અને ભારતમાં ભાવિ બ્રિટિશ શાસનનો પાયો નાખ્યો અને પાછળથી આ દેશને લગભગ 200 વર્ષ સુધી ગુલામ બનાવી રાખ્યો.
રૉબર્ટ ક્લાઈવના નેતૃત્વમાં લડાયેલ આ યુદ્ધ ભારતના ઈતિહાસમાં એક મહત્વપૂર્ણ પ્રકરણ સાબિત થયું. યુવાન નવાબ સિરાજ-ઉદ-દૌલાએ બ્રિટિશ ઇસ્ટ ઇન્ડિયા કંપની દ્વારા જૂન 1756માં તે સમયે કલકત્તા તરીકે ઓળખાતુ કોલકત્તા હસ્તગત કર્યુ હતુ.
રૉબર્ટ ક્લાઈવ (1725-1774 એડી) ભારતમાં બ્રિટિશ સામ્રાજ્યના સ્થાપક હતા. તેને ભણવામાં રસ ન હતો, તેના પિતા તેને ભણાવવા માટે એક યા બીજી શાળામાં મોકલતા હતા. 18 વર્ષની ઉંમરે તે મદ્રાસ બંદરે કારકુન તરીકે આવ્યા. અહીંથી તેમનું ઈસ્ટ ઈન્ડિયા કંપનીનું જીવન શરૂ થાય છે.
સિરાજ-ઉદ-દૌલા (1733-જુલાઈ 2, 1757) બંગાળ, બિહાર અને ઓરિસ્સાના સંયુક્ત નવાબ હતા. તેમના શાસનનો અંત બ્રિટિશ ઈસ્ટ ઈન્ડિયા કંપનીના શાસનની શરૂઆત માનવામાં આવે છે. તેઓ હિન્દુસ્તાની બરાબર બોલી શકતા ન હોવાથી અંગ્રેજો તેમને સર રોજર ડોવલેટ કહેતા હતા. તેમનું પૂરું નામ મિર્ઝા મુહમ્મદ સિરાજ ઉદ-દવલા હતું.
કંપની કોઈપણ કિંમતે તેના વ્યવસાયિક હિતોનું રક્ષણ અને વિસ્તરણ કરવા માંગતી હતી. કંપની 1717માં મળેલા દસ્તક પાસપોર્ટનો ઉપયોગ કરીને ગેરકાયદે વેપાર કરી રહી હતી, જે બંગાળના હિતોને નુકસાન પહોંચાડી રહી હતી. નવાબને ખબર પડી ગઈ હતી કે કંપની માત્ર એક વેપારી નથી, તેના દાદા અલીવર્દી ખાને તેના મૃત્યુ પહેલા તેને ચેતવણી આપી હતી.
1756ની સંધિ નવાબે મજબૂરીમાં કરી હતી, જેમાંથી તે હવે મુક્ત થવા માંગતો હતો, કંપની પોતે એક શાસક ઇચ્છતી હતી જે તેના હિતોનું રક્ષણ કરે. મીર જાફર, અમીચંદ, જગતસેઠ વગેરે કંપનીમાં જોડાયા અને પોતાના હિતોની પૂર્તિ માટે જાળ નાખવા લાગ્યા.
રૉબર્ટ ક્લાઈવ જાણતા હતા કે જો સામ-સામે યુદ્ધ થશે તો એક કલાક પણ નહિ લાગે અને આપણે યુદ્ધ હારી જઈશું અને ક્લાઈવે આ વાત બ્રિટિશ સંસદને અનેકવાર પત્રો લખીને કહી હતી. આ દસ્તાવેજોમાં ક્લાઈવના બે પત્રો પણ છે. જેમાં તેણે પ્રાર્થના કરી છે કે જો પ્લાસીનું યુદ્ધ જીતવું હોય તો વધુ સૈનિકો તેને આપવામાં આવે.
તેના જવાબમાં બ્રિટિશ સંસદ તરફથી એક પત્ર મોકલવામાં આવ્યો હતો કે અમે અત્યારે (1757માં) નેપોલિયન બોનાપાર્ટ સામે યુદ્ધ લડી રહ્યા છીએ અને આ યુદ્ધ અમારા માટે પ્લાસી કરતાં વધુ મહત્ત્વનું છે અને અમે તમને આનાથી વધુ સૈનિકો આપી શકીએ નહીં.
રૉબર્ટ ક્લાઈવે પછી તેના બે જાસૂસોને ત્યાં મૂક્યા અને તેમને પૂછ્યું કે સિરાજ-ઉદ-દૌલાની સેનામાં એવો કોઈ માણસ છે કે જેને આપણે લાંચ આપીએ અને તે પોતાના દેશ સાથે દગો કરે. તેના જાસૂસોને ખબર પડી અને કહ્યું કે હા, તેની સેનામાં એક એવો માણસ છે જે લાંચ માટે બંગાળને વેચી શકે છે અને જો તમે તેને ખુરશીનો લોભ આપો તો તે બંગાળની સાત પેઢીઓને પણ વેચી શકે છે. અને તે માણસ હતો મીર ઝફર અને મીર ઝફર એવો માણસ હતો જેને રાત-દિવસ એક જ સપનું હતું કે તે ક્યારે બંગાળનો નવોબ બનશે.
આ રીતે, યુદ્ધ પહેલા, કલાઈવે નવાબના ત્રણ સેનાપતિઓ, તેના દરબાર અને રાજ્યના શ્રીમંત શેઠ જગત શેઠ વગેરે સાથે ષડયંત્ર રચ્યું હતું. અને આ રીતે અંગ્રેજોએ ભારતમાં શાસનનો પાયો નાખ્યો.












Click it and Unblock the Notifications
