જ્યારે અટલ બિહારી વાજપેઇએ કહ્યું.. 'તૂટ શકતે હે મગર ઝૂક નહીં શકતે..'
નવી દિલ્હી, 24 ડિસેમ્બર: આજે દેશના પૂર્વ વડાપ્રધાન અટલ બિહારી વાજપેઇને જન્મદિવસના એક દિવસ પહેલા જ ભારત સરકાર તરફથી તેમને જન્મદિવસની ભેંટ મળી છે. આજે તેમને દેશના સર્વોત્તમ નાગરિક સન્માન 'ભારત રત્ન'થી સન્માનિત કરવાની જાહેરાત કરવામાં આવી છે. રાષ્ટ્રપતિ ભવન તરફથી જારી કરવામાં આવેલા નિવેદન અનુસાર, રાષ્ટ્રપતિને પંડિત મદન મોહન માલવીય (મરણોપરાંત) અને અટલ બિહારી વાજપેઇને 'ભારત રત્ન'થી સન્માનિત કરીને ખુશી થઇ રહી છે.
#PresidentMukherjee has been pleased to award Bharat Ratna to Pandit Madan Mohan Malaviya (posthumously) and to Shri Atal Bihari Vajpayee.
— President of India (@RashtrapatiBhvn) December 24, 2014
પોતાની વાતોને ખૂબ જ સરળ રીતે લોકોની સામે પ્રસ્તુત કરનારા અટલ બિહારી વાજપેઇની 'મેરી ઇક્યાવન કવિતાએ' સૌથી વધારે પ્રચલિત કાવ્ય સંગ્રહ છે. 'મેરી ઇક્યાવન કવિતાએ' કાવ્ય સંગ્રહનું લોકાર્પણ 13 ઓક્ટોબર 1955માં નવી દિલ્હીમાં ભારતના પૂર્વ વડાપ્રધાન પીવી નરસિંહરાવે સુપ્રસિદ્ધ કવિ શિવમંગલ સિંહ 'સુમન'ની ઉપસ્થિતિમાં કર્યું હતું.
કવિતાઓની પસંદગી અને સંપાદન ડોં. ચંદ્રિકાપ્રસાદ શર્માએ કર્યું છે. પુસ્તકના નામ અનુસાર તેમાં અટલજીની એક્કાવન કવિતાઓ સંકલિત છે જેમાં તેમના બહુમુખીય વક્તિત્વના દર્શન થાય છે. આવો અટલજીના આજે અનમોલ દિવસ પર તેમની પુસ્તક 'મેરી ઇક્યાવન કવિતાએ'ની કેટલીક કવિતાઓ આપ લોકો પણ વાંચો...
તૂટ સકતે હે મગર ઝૂક નહીં શકતે...
સત્ય કા સંઘર્ષ સત્તા સે,
ન્યાય લડતા નિરંકુશતા સે,
અંધેરેને દી ચૂનોતી હે,
કિરણ અંતિમ અસ્ત હોતી હે.
તૂટ સકતે હે મગર ઝૂક નહીં શકતે...
દીપ નિષ્ઠા કા લિએ નિષ્કમ્પ
વજ્ર તૂટે યા ઉઠે ભૂકંપ,
યહ બરાબર કા નહીં હે યુદ્ધ,
હમ નિહત્થે, શત્રુ હે સન્નદ્ઘ,
હર તરહ કે શસ્ત્ર સે હે સજ્જ,
ઔર પશુબલ હો ઉઠા નિર્લજ્જ.