For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

આજે તે મહિલાનો બર્થ ડે છે, જેણે વિશ્વભરમાં ભારતનો ડંકો વગાડ્યો છે

પેપ્સીકોના સીઇઓ ઇન્દ્રા નૂઇની કેટલીક અજાણી ખાસ વાતો જાણો અહીં

|
Google Oneindia Gujarati News

ભારતીય મૂળના મોસ્ટ પાવરફૂલ મહિલા ઇન્દ્રા નૂઇનો આજે 61મો જન્મદિવસ આજે દુનિયાની પ્રભાવશાળી મહિલાઓમાંનાં એક ઇન્દ્રા નૂઇએ આજે વિશ્વફલક પર ભારતનું નામ રોશન કર્યું છે. તેઓ પેપ્સિકોના પહેાલાં સીઇઓ છે જેમણે પદ સંભાળતાંની સાથે જ કંપનીને 66 બિલિયન ડોલરનો રેવન્યૂ અપાવી ઇતિહાસ સર્જ્યો હતો. ત્યારે આજે અમે તમને ઇન્દ્રા નૂઇ વિષે કેટલીક તેવી વાતો જણાવવાના છીએ જેનાથી તમે અજાણ છો. વધુ વાંચો અહીં...

indra

જન્મ

ઇન્દ્રા નૂઇનો જન્મ 28 ઓક્ટોબર 1955ના રોજ ચેન્નઇમાં થયો હતો. મદ્રાસની ગલીઓમાં બાળપણ વિતાવેલી ઇન્દિરાએ અમેરિકાની યેલ યૂનિવર્સિટીમાંથી પબ્લિક એન્ડ પ્રાઇવેટ મેનેજમેન્ટના અભ્યાસ સાથે અનુપારંગત થયાં. અભ્યાસથી માંડીને વિશ્વની પ્રતિભાશાળી મહિલાની યાદીમાં સ્થાન હાંસલ કરવા સુધીની સફર દરમિયાન તેમણે આકરું પરિશ્રમ કર્યું હતું.

50 ડોલરના કોટ ખરીદવા કર્યું આ કામ!

યેલ યૂનિવર્સિટીમા ઇન્ટર્વ્યૂ આપવાનું હોવાથી તેમણે 50 ડોલરનો વેસ્ટર્ન સૂટ ખરીદવા રીસેપ્શનીસ્ટની નોકરી કરી હતી. હાલ ઇન્દ્રા નૂઇ પેપ્સિકોના 5માં સીઇઓ તરીકે ફરજ બજાવી રહ્યાં છે. 2008માં પેપ્સિકોના સીઇઓ તરીકે તેમણે 144 બિલિયન ડોલરની કમાણી કરી હતી. પેપ્સિકોની પહેલાં બોસ્ટન કન્સલ્ટિંગ ગ્રુપ, મોટોરોલા, જોહ્નસન એન્ડ જોહ્નસન વગેરેમાં તેઓ ફરજ બજાવી ચૂક્યાં છે.

ટાઇમ્સ મેગેઝિન

ઉલ્લેખનીય છે કે ટાઇમ મેગેઝિનની "સૌથી પ્રતિભાશાળી 100 હસ્તીઓ"ની યાદીમાં ઇન્દ્રા નૂઇને 2007 અને 2008માં સ્થાન મળ્યું હતું. ઉપરાંત 2007માં ભારતીય સરકાર વતી તેમને પદ્મ ભૂષણ અવોર્ડથી નવાઝવામાં આવ્યાં હતાં. વિશ્વની સૌથીવધુ પ્રેરણાદાયી 30 મહિલાઓની ફોર્બ્સની યાદીમાં ઇન્દ્રા નૂઇનો સમાવેશ કરવામાં આવ્યો હતો.

ઇન્દ્રા નૂઇ એટલે સફળતા!

2001માં તેઓ પેપ્સિકો કંપનીમાં સીએફઓ તરીકે જોડાયાં હતાં. ત્યારે જ કંપનીનો ચોખ્ખો નફો 2.7 બિલિયન ડોલરથી વધી 6.5 બિલિયન ડોલર થઇ ગયો હતો. આપને ખ્યાલ નહીં હોય કે ઇન્દ્રા નુઇ ઓલ ગર્લ્સ બેન્ડમાં મુખ્ય ગિટાર વાદક પણ હતાં.

English summary
Read here, Pepsico CEO,indra nooyi unknown fact on her birthday
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X