For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

#BJPFoundationDay : ભારતમાં ભાજપની 2 સીટોથી 21 રાજ્યોની સફર

ભારતીય જનતા પાર્ટી તેનો 39મો સ્થાપના દિવસ મનાવી રહી છે. ત્યારે જાણો શું છે ભાજપનો ઇતિહાસ?

|
Google Oneindia Gujarati News

ભારતીય જનતા પાર્ટી આજે તેનો 39મો સ્થાપના દિવસ મનાવી રહી છે. તેના સ્થાપના દિવસે ટ્વિટ કરીને નરેન્દ્ર મોદીએ જણાવ્યું કે પાર્ટીના સ્થાપના દિવસે હું ભાજપના કાર્યકર્તાઓને નમન કરું છું. અમને પાર્ટી કાર્યકર્તાઓના બલિદાન યાદ છે. તેમણે બલિદાન આપી પાર્ટીનું નિર્માણ કર્યું છે. અને તે તેને એક મજબૂત ભારત બનાવવા માટે પ્રતિબદ્ધ છે. નોંધનીય છે કે એક સમય તેવો પણ હતો જ્યારે લોકસભામાં ભાજપના માંડ બે સભ્યો હતા. અને કોંગ્રેસની ત્યાં એક ચક્રી શાસન હતું. ત્યાં જ આજે ભારતના 21 રાજ્યોમાં હાલ ભારતીય જનતા પાર્ટી શાસન કરી રહી છે. ત્યારે તે વાત જાણવી જરૂરી કે કેવી રીતે ભાજપ એક નાની પાર્ટીથી શરૂઆત કરીને પહેલા દેશની બીજી મોટી અને આજે દેશની પહેલી સૌથી મોટી પાર્ટી બની. આ પાછળ અનેક વિવાદો, રાજકીય કાવાદાવા અને કાર્યકર્તાઓની મહેનત ખરેખરમાં જવાબદાર છે. ત્યારે જાણો ભાજપનો ઇતિહાસ અહીં.

1977 ઇમરજન્સી

1977 ઇમરજન્સી

1977માં ઇમરજન્સી દરમિયાન ભારતીય જનસંધ અને બીજા રાજનૈતિક દળોએ મહાગઠબંધન કર્યું અને જનતા પાર્ટીનો જન્મ થયો. જનતા પાર્ટીએ ત્યારે તત્કાલીન વડાપ્રધાન ઇન્દિરા ગાંધીની નીતિઓ વિરુદ્ધ ચૂંટણી લડી હતી અને જીતી પણ હતી. પણ પાર્ટીની અંદર આંતરિક વિવાદ થયો અને જનસંઘ જનતા પાર્ટી અલગ થઇ ગઇ અને તે પછી 6 એપ્રિલ 1980માં ભારતીય જનતા પાર્ટીના નામથી નવી પાર્ટીનું ગઠન થયું. દેશના પૂર્વ વડાપ્રધાન અટલ બિહારી વાજપાઇ તેના પહેલા અધ્યક્ષ હતા.

1996માં સંસદમાં...

1996માં સંસદમાં...

1984ની લોકસભાની ચૂંટણીમાં જીત્યા પછી 1996માં પાર્ટી ભારતીય સંસદમાં સૌથી મોટા દળ તરીકે ઉભરી અને તેણે સરકાર ચલાવી પણ તે માત્ર 13 દિવસ ચાલી. તે પછી 1998ની સામાન્ય ચૂંટણીમાં ભાજપના નેતૃત્વમાં રાષ્ટ્રીટ જનતાંત્રિક ગઠબંધનનું નિર્માણ થયું. અને અટલ બિહારી વાજપાઇના નેતૃત્વમાં જે સરકાર બની તે એક વર્ષ ચાલી. તે પછીના સામાન્ય ચૂંટણીમાં પહેલી વાર ભાજપે તેનું પહેલું પાંચ વર્ષનું કાર્યકાળ પૂર્ણ કર્યું. અને આમ કરીને તે પહેલી કોંગ્રેસી ના હોય તેવી પાર્ટી બની જેણે પોતાની સરકાર રચી શાસન કર્યું હોય.

2014માં ઇતિહાસ રચ્યો

2014માં ઇતિહાસ રચ્યો

2004માં ભાજપની હાર પછી 2014ની ચૂંટણી ભાજપના ઇતિહાસમાં ચોક્કસથી સુવર્ણ અક્ષરે લખાશે. કારણે પહેલીવાર ભાજપને પોતાના બળ પર જીત મળી હતી. નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં ભાજપ કેસરિયા સુનામી સર્જી ઐતિહાસિક જીત મેળવી હતી. ભાજપની પાર્ટી તરીકે આ એક મોટી જીત હતી. નોંધનીય છે કે 1984માં ભાજપે ચૂંટણીમાં ખાલી 2 સીટો જીતી હતી. અને 2014માં તેણે 282 સીટો પર જીત મેળવી હતી. આ આંકડા ભાજપની પ્રગતિ બતાવે છે.

એકાત્મ માનવવાદ

એકાત્મ માનવવાદ

ભાજપ એકાત્મ માનવવાદ પર વિશ્વાસ મૂકે છે. પાર્ટીને આ નારો 1965માં દીનદયાળ ઉપાધ્યાયે આપ્યો હતો. ત્યારે પાર્ટીનું અસ્તિત્વ પણ નહતું થયું પણ આ વિચારધારા હેઠળ જ ભાજપનું ગઠન થયું છે.

English summary
BJP karyakartas are everything, says PM modi on foundation day. Read more on it here.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X