લોકસભા ચૂંટણી 2014: દિલ્હી કુંડળી દિલ્હીની 5 સીટો પર ખિલશે કમળ

By Kumar Dushyant
Google Oneindia Gujarati News

[પં.અનુજ કે શુક્લ] દિલ્હી લોકસભા ચૂંટણી માટે મતદાનની ઘડી નજીક આવી રહી છે, એટલા માટે બધી પાર્ટીઓ પોતનો દમ લગાવવામાં આળસ કરી રહી નથી. આ વખતે લોકસભાની ચૂંટણી રાજકીય હવા કંઇક અલગ લાગે છે. મોટાભાગના લોકોને આશા છે કે લોકસભાની ચૂંટણીમાં મતદારો કોઇ નવો ઇતિહાસ રચવાના છે.

આ નવા ઇતિહાસનો કોંગ્રેસને છોડીને ભાજપ અને આપ બંનેને ઇંતજાર છે. એક તરફ કોંગ્રેસ પોતાની સાખ વેચવાના પ્રયત્નમાં છે તો બીજી તરફ આપ પોતાનું ખાતું ખોલવાનું સપનું જોઇ રહી છે. ભાજપ પોતાની લહેરના દમ પર દિલ્હીની સાતો સીટ પર પોતાનું વર્ચસ્વ સ્થાપિત કરવા માટે દરેક સંભવ પ્રયત્ન કરી રહી છે.

જ્યોતિષિ ગણના કહી રહી છે કે કોંગ્રેસ આ વખતે જનતાને નિરાશ કરવાની છે. તો બીજી તરફ અંક જ્યોતિષની દ્રષ્ટિએ પહેલાંથી જ આમ આદમી પાર્ટીની પીછેહઠ થતી દેખાય છે.

અંતે ભાજપ વિશે વાત કરીએ તો ભાજપની ધન રાશિ છે, જે ભાગ્ય ભાવમાં પડી છે અને જેના પર બૃહસ્પતિની સપ્તમી દ્રષ્ટિ છે. ગુરૂની જ્યાં દ્રષ્ટિ પડે છે, તે ભાવની વૃદ્ધિ થાય છે. અંત: ભાજપનું ભાગ્ય સાથ આપશે. ભાજપ માટે આ બધા શુભ સંયોગ છે. જેનાલીધે ભાજપને 06 સીટો મળવાના સંકેત છે.

અરવિંદ કેજરીવાલ

અરવિંદ કેજરીવાલ

'આપ'ના સંયોજક અરવિંદ કેજરીવાલનો જન્મ 16 ઓગષ્ટ સન 1968ના રોજ થયો હતો. અંક જ્યોતિષ અનુસાર જોઇએ તો અરવિંદ કેજરીવાલનો મૂળાંક 07 છે, ભાગ્યાંક 08 છે અને નામાંક 1 છે. દિલ્હીમાં મૂળાંક 01, ભાગ્યાંક 03 અને નામાંક 9 છે. દિલ્હી અને અરવિંદ કેજરીવાલના અંકોમાં ફક્ત અંક 01 ની સમાનતા છે. એટલા માટે દિલ્હીમાં આમ આદમી પાર્ટી 01 સીટ પ્રાપ્ત કરી પોતાનું ખાતું ખોલવામાં સફળ રહી શકે છે.

ડૉ. હર્ષવર્ધન

ડૉ. હર્ષવર્ધન

ભાજપના મુખ્યમંત્રી પદના ઉમેદવાર ડૉ. હર્ષવર્ધનનો જન્મ 13 ડિસેમ્બર 1954માં થયો હતો. તેમનો મૂળાંક 4 છે, ભાગ્યાંક 8 છે અને નામાંક 4 અંક છે. દિલ્હીનો મૂળાંક 01 અને હર્ષવર્ધનનો મૂળાંક 4 છે. આ બંને અંક સૂર્યના અધિકાર ક્ષેત્રમાં આવે છે અને પરસ્પર મિત્રતા ભાવ પણ ધરાવે છે. સાથે જ દિલ્હીની નામ રાશિ મીન છે, જેના પર સૂર્ય તથા બુધ કબજો કરેલો છે. દિલ્હીનો ભાગ્યાંક 03 છે, હર્ષવર્ધનની જન્મ 13 ડિસેમ્બરના રોજ થયો હતો. તેમાં પણ અંક 03ની સમાનતા છે. અંત: ચાંદની ચોકથી હર્ષવર્ધનની જીત પાકી છે.

કપિલ સિબ્બલ

કપિલ સિબ્બલ

કોંગ્રેસના કદાવર નેતા કપિલ સિબ્બલનો જન્મ 08 ઓગષ્ટ 1948ના રોજ થયો હતો. તેમનો નામાંક 07, ભાગ્યાંક 02 અને મૂળાંક 08 છે. દિલ્હીમાં 10 એપ્રિલના રોજ ચૂંટણી યોજાવવાની છે. એટલે કે 01 અને સિબ્બલનો મૂળાંક 08 છે. અંક 01નો સ્વામી સૂર્ય હોય છે તથા અંક 08નો માલિક શનિ હોય છે. મંગળ અને શનિ પરસ્પરમાં નૈસર્ગિક શત્રુતાનો ભાવ ધરાવે છે. જેના લીધે કપિલ સિબ્બલનું ચાંદની ચોકથી જીતવું કપરું લાગી રહ્યું છે.

અજય માકન

અજય માકન

કોંગ્રેસના વિશ્વાસપાત્ર અજય માકનનો જન્મ 12 જાન્યુઆરી 1950ના રોજ થયો છે. અંક જ્યોતિષ અનુસાર તેમનો નામાંક અંક 08, મૂળાંક 03 તથા ભાગ્યાંક 06 છે. દિલ્હીનો નામાંક 06 છે અને જે દિવસે વોટ પડશે તે મૂળા6ક માની લેવાથી 01 આવશે. દિલ્હીનો ભાગ્યાંક 03 છે. અજય માકનનો મૂળાંક અને દિલ્હીના ભાગ્યાંક બંનેમાં અંક 03 આવે છે. દિલ્હીનો નામાંક તથા અજય ભાગ્યાંક આ બંનેનો અંક 06 છે. અજય માકન 50 વર્ષના છે તથા વર્ષ 2014ના અંતિમ બે અંકોને જોડતાં પણ અંક 05 આવી રહ્યો છે. અત: અજય માકન પોતાના પ્રતિદ્વંદ્વી સાથે કાંટાની ટક્કર રહેશે તથા ખૂબ ઓછા વોટોના અંતરથી દિલ્હી લોકસભા ચૂંટણીમાં વિજય મળવાની સંભાવના છે.

ભાજપ માટે શુભ સંકેત

ભાજપ માટે શુભ સંકેત

10 એપ્રિલના રોજ સવારે 7 વાગે મતદાન તાલિકામાં મેષ લગ્ન ઉદિત થાય છે. અરવિંદ કેજરીવાલની રાશિ મેષ છે, જેના પર કેતુ બિરાજમાન છે. કોંગ્રેસની નામ રાશિ મિથુન છે. જે મતદાન કુંડળીમાં ત્રીજા સ્થાન પર છે અને તેમાં ગુરૂ બેઠો છે. ગુરૂ જે ભાવમાં બેસે છે, તે ભાવની હાનિ કરાતા છે. એટલે કે દિલ્હીમાં કોંગ્રેસને 1 સીટ મળવાના અણસાર છે. ભાજપની ધન રાશિ છે, જે ભાગ્ય ભાવમાં પડેલી છે અને જેના પર બૃહસ્પતિની સપ્તમ દ્રષ્ટિ છે. ગુરૂની જ્યાં દષ્ટિ પડે છે, તે ભાવની વૃદ્ધિ થાય છે. અત: ભાજપનો ભાગ્ય સાથ આપશે. ભાજપ માટે બધા શુભ સંયોગ છે. જેના લીધે દિલ્હીમાં ભાજપને 05 સીટ મળવાના સંકેત છે.

English summary
BJP will get 5 seat in Delhi Loksabha Election 2014 said Astrology. Its a good Time for BJP. Congress is danger zone said Astrologer.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X