• search
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

Diwali Tips:દિવાળીમાં સ્ટાયલિશ દેખાવું છે? આ બોલિવૂડ દિવાની લો મદદ!

By Shachi
|
Google Oneindia Gujarati News

તમારી દિવાળીની લૂકબૂક તૈયાર છે? અગિયારસથી નવા વર્ષ સુધીના 6 દિવસો દરમિયાન તમે કયા કપડા પહેરશો એ જો તમે નક્કી ના કર્યું હોય, તો અમે એમાં તમારી મદદ કરી શકીએ છીએ. બોલિવૂડ એક્ટ્રેસિસની કેટલીક સુંદર અને યુનિક સ્ટાયલનું એક કલેક્શન અમે તમને બતાવવા જઇ રહ્યાં છીએ, જેમના લૂક તમને ફેસ્ટિવલ સિઝનમાં ઇન્સ્પાયર કરવા માટે પૂરતા છે.

યલો

યલો

અહીં યલો ચણિયા ચોળીમાં સોનાલી બાંદ્રે ખૂબ સરસ લાગી રહી છે. પિંક, રેડ, ઓરેન્જ જેવા કલર્સ ફેસ્ટિવલ સિઝનમાં કોમન થઇ ગયા છે, ત્યારે યલો કલર તમને ભીડમાં લોકોથી અલગ તારવશે અને ફંક્શનનું મહત્વ પણ જળવાઇ રહેશે. હાઇવેસ્ટ ફ્લોરલ લહેંગા, એમ્બ્રોઇડરી વર્કવાળી ચોલી સાથે સોનાલીએ એક્સેસરિઝમાં એલિગન્ટ ઇયર-રિંગ્સ અને હાથમાં રેડ એન્ડ ગોલ્ડન બેંગલ્સ પહેર્યા છે.

પેસ્ટલ કલર્સ

પેસ્ટલ કલર્સ

જો તમને બહુ હેવી ડ્રેસ પહેરવા ના પસંદ હોય તો તમે પેસ્ટલ કલર્સ પર પસંદગી ઉતારી શકો છો. સોફેસ્ટિકેડેટ અને એલિગન્ટ લૂક માટે પેસ્ટલ કલર્સ હોટ ફેવરિટ છે. અહીં શ્રદ્ધા હેવી વ્હાઇટ એમ્બ્રોઇડરી વર્કવાળા પેસ્ટલ પિંક અનારકલીમાં નજરે પડે છે, જેની સાથે તેણે વ્હાઇટ ઇયર-રિંગ્સ પહેર્યા છે.

વ્હાઇટ

વ્હાઇટ

હવે વ્હાઇટ કલર પણ ફેસ્ટિવ સિઝનમાં ખૂબ જોવા મળે છે. વ્હાઇટ ડ્રેસ પર વ્હાઇટ કલરમાં જ એમ્બ્રોઇડરી કે લેસ વર્ક આજ-કાલ ખૂબ ઇન છે. આવા ડ્રેસિસ વધારે પડતા હેવી પણ નહીં લાગે, ટ્રેડિશનલ લૂક જળવાઇ રહેશે અને થોડા અલગ પણ લાગશે. વળી આ ડ્રેસ સાથે તમે તમારી મરજી અનુસારની કલરફુલ જ્વેલરી પણ મેચ કરી શકો છે, જે ખૂબ જ ડ્રેન્ડી લૂક આપશે.

લેમન ગ્રીન

લેમન ગ્રીન

અહીં સોનાક્ષી સિન્હા લેમન ગ્રીન રંગના ડ્રેસમાં નજરે પડે છે. લેમન યલો અને લેમન ગ્રીન કલરની ફેશન હજુ પણ યથાવત છે. આવા રંગ ખાસ કરીને યંગ ગર્લ્સને ખૂબ પસંદ પડે છે, કારણ કે તેનાથી લૂકમાં એક ટ્રેન્ડી ટચ ઉમેરાય છે. સોનાક્ષીએ આ લૂકને હેવી ચાંદબાલી અને મેચિંગ ચાંદલા સાથે કમ્પ્લિટ કર્યો છે.

બ્લુ

બ્લુ

ડાર્ક બ્લુ રંગ હવે ધીરે-ધીરે ટ્રેડિશનલ આઉટફિટ્સ માટે ફર્સ્ટ ચોઇસ બનતો જાય છે. ડાર્ક બ્લૂના વિવિધ શેડ્સ માર્કેટમાં જોવા મળે છે. રોયલ અને એલિગન્ટ સ્ટાયલ માટે આ કલર પરફેક્ટ છે. તબ્બુનો ગોલ્ડન એમ્બ્રોઇડરીવાળો બ્લૂ અનારકલી, સુહાના ખાનના ડાર્ક નેવી બ્લુ ચણિયા ચોળી કે સારા અલી ખાન જેવા બ્લુ અને પર્પલ સ્ટાયલિશ ચણિયા ચોળી, તમારી પાસે અનેક વિકલ્પો છે.

ઓરેન્જ

ઓરેન્જ

અહીં ઇશા ગુપ્તા બર્ન્ડ ઓરેન્જ કલરના અનારકલીમાં જોવા મળે છે. પરંપરાગત ડિઝાઇનવાળી પ્રિંટ અને આભાલા વર્કવાળા આ ડ્રેસની ખાસિયત છે કે, તે વજનમાં હેવી નથી, સુંદર લાગે છે અને દરેક ફેસ્ટિવલ તથા ગ્રાન્ડ ફંક્શન માટે પરફેક્ટ છે. ઇશા ગુપ્તાનો આ ડ્રેસ વધારે પડતો ભડકીલો પણ નથી અને સાદો પણ નથી. તેણે પોતાના લૂકને ટ્રેડિશનલ પાટલા અને ચાંદબાલી સાથે પૂર્ણ કર્યો છે.

મરૂન

મરૂન

આ રંગ ટ્રેડિશનલ આઉટફિટ માટે ક્યારેય આઉટ ઓફ ફેશન નહીં જાય, વળી હાલ તો આ કલર ખૂબ જ ટ્રેન્ડમાં છે. આ કલર દરેક કોમ્પ્લેક્શન પર સુટ થાય છે. નરગિસ ફખરી અહીં મરૂન કલરના અનારકલી ગાઉનમાં જોવા મળે છે, જે આજ-કાલ એકદમ ઇન છે. આવા ડ્રેસિસ ફેસ્ટિવલ ઉપરાંત પાર્ટી માટે પણ પરફેક્ટ છે.

સિલ્ક સાડી

સિલ્ક સાડી

સાડીઓ અને ખાસ કરીને સિલ્ક સાડી ક્યારેય આઉટ ઓફ ફેશન નથી જતી. અહીં જેક્લિન પિંક કલરની ટ્રેડિશનલ સાડીમાં જેવા મળે છે, જેની સાથે તેણે હેવી જ્વેલરી પહેરી છે. સાડીમાં સ્ટાયલિશ બ્લાઉઝ અને બોલ્ડ કલર-કોર્ડિનેશન સાથે તમે થોડો ટ્રેન્ડી ટચ આપી શકો છો.

English summary
Make your Diwali more colorful with this Bollywood fashion tips!
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X