• search
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

PICS: આતંકી હુમલો હતો મોદીની રેલીમાં થયેલા બોમ્બ બ્લાસ્ટ

By Kumar Dushyant
|

પટણા, 28 ઓક્ટોબર: ભાજપના વડાપ્રધાન પદના ઉમેદવાર નરેન્દ્ર મોદીની ગાંધી મેદાનમાં રેલી દરમિયાન થયેલા સાત બોમ્બ બ્લાસ્ટમાં પાંચ લોકોના મોત નિપજ્યાં. આમ તો નરેન્દ્ર મોદીની આ હુંકાર રેલીમાં આ બ્લાસ્ટનો અવાજ દબાઇ ગયો, પરંતુ સૌથી મોટો પ્રશ્ન એ સામે આવ્યો છે કે અહી કોઇ ભય ફેલાવવા માટે આ ઘટનાને અંજામ આપવામાં આવ્યું નથી, પરંતુ એક આતંકી હુમલો હતો.

હુંકાર રેલી પહેલાં આ વિસ્ફોટોમાં પાંચ વ્યક્તિઓના મોત નિપજ્યાં છે, જ્યારે 70થી વધુ વ્યક્તિને ઇજા પહોંચી છે. બિહાર પોલીસ મહાનિર્દેશક અભયાનંદે જણાવ્યું હતું કે પટનાના વિભિન્ન સ્થળો પર કુલ સાત બ્લાસ્ટ થયા, જેમાં પાંચ વ્યક્તિઓના મોત નિપજ્યાં છે. બધા ઇજાગ્રસ્તોને પટના મેડિકલ કોલેજ હોસ્પિટલમાં ભરતી કરાવવામાં આવ્યા છે.

કેવી રીતે છે આતંકી હુમલો

પટના પ્લેટફોર્મની પાસે થયેલા વિસ્ફોટમાં ટાઇમરનો ઉપયોગ કરવામાં આવ્યો હતો. એટલે આ હુમલામાં આતંકીઓનો હાથ હોવાથી મનાઇ ન કરી શકાય. આ ઉપરાંત સૂત્રોના અનુસાર ઘટનાસ્થળેથી મળેલા કણોથી પણ લાગી રહ્યું છે કે કોઇ આતંકી સંગઠનનું એકદમ સમજી વિચારેલા કાવતરા હેઠળ ઘમાકા થયા. જો કે તેના પાછળ કયું સંગઠન હોય શકે, તેની તપાસ હવે એનઆઇ કરશે.

ભારે નુકશાન થઇ શકતું હતું

જો આ બોમ્બ ઓછી તીવ્રતાના ના હોત તો, આજે પટણામાં ચારેતરફ લાશોના ઢગલા પડ્યા હોત, ચારેતરફ તબાહીનો નજારો હોત. જે પ્રકારે ગાંધી મેદાન લોકોથી ખચોખચ ભરેલું હતું, તેને જોતાં તબાહીના નજારાનો અંદાજો લગાવી શકાય.

વડાપ્રધાને કરી નિંદા

વડાપ્રધાને કરી નિંદા

વડાપ્રધાન મનમોહન સિંહે રવિવારે પટણામાં થયેલા શ્રેણીબદ્ધ બોમ્બ બ્લાસ્ટની નિંદા કરી અને મુખ્યમંત્રી નીતિશ કુમારને કેસ ઝડપી તપાસ કરાવવા અને જવાબદાર લોકોને દંડિત કરવા માટે કહ્યું.

નીતિશ કુમાર સાથે વડાપ્રધાને કરી વાતચીત

નીતિશ કુમાર સાથે વડાપ્રધાને કરી વાતચીત

વડાપ્રધાને નીતિશ કુમાર કુમાર સાથે ટેલીફોન પર વાત કરી અને લોકોને સંયમ વર્તવાનો આગ્રહ કર્યો. વડાપ્રધાન કાર્યાલતે ટ્વિટર પર લખ્યું, ''વડાપ્રધાને પટણામાં કેટલાક સ્થળો પર થયેલા બોમ્બ લાસ્ટની નિંદા કરી. તેમને લોકોને શાંતિ અને સંયમ વર્તવાની અપીલ કરી.''

ઇજાગ્રસ્ત થયા લોકો

ઇજાગ્રસ્ત થયા લોકો

પટના રેલવે સ્ટેશન પર રવિવારે સવારે થયેલા એક વિસ્ફોટમાં એક વ્યક્તિનું મોત થયું. બે બોમ્બ વિસ્ફોટ ગાંધી મેદાનમાં થયા અને ત્રણ અન્ય વિસ્ફોટ તેની બહાર થયા. આ વિસ્ફોટ એવા સમયે થયા, જ્યારે ભાજપના વડાપ્રધાન પદના ઉમેદવાર નરેન્દ્ર મોદીએ થોડા કલાકો બાદ ગાંધી મેદાનમાં એક સભાને સંબોધિત કરી.

ગાંધી મેદાન

ગાંધી મેદાન

ઘટનાસ્થળ પરથી પોલીસે એક જીવતો બોમ્બ મળી આવ્યો છે, જેને નિષ્ક્રિય કરવા માટે કામ ચાલી રહ્યું છે. અધિકારીઓ તેને દેશી બોમ્બ ગણાવી રહ્યાં છે. રેલી બાદ ગાંધી મેદાનનું કોમ્બિંગ ઓપરેશન કરવામાં આવ્યું.

પોલીસ સતર્ક

પોલીસ સતર્ક

ત્યારબાદ ગાંધી મેદાન અને તેની આસપાસના વિસ્તારોમાં પાંચ બોમ્બ બ્લાસ્ટ થયા. પોલીસે આ બોમ્બ બ્લાસ્ટને દેશ બોમ્બ અને ઓછી તિવ્રતાવાળા ગણાવી રહી છે. પોલીસના એક અધિકારીએ જણાવ્યું હતું કે આ કેસમાં ચાર લોકોની ધરપકડ કરવામાં આવી છે, તેમની પૂછપરછ કરવામાં આવી રહી છે.

રેલીમાં અફરાતફરી

રેલીમાં અફરાતફરી

બોમ્બ વિસ્ફોટ બાદ રેલીસ્થળ પર અફરાતફરી મચી ગઇ. બોમ્બ વિસ્ફોટની ઘટના બાદ પટણા રેલવે સ્ટેશન સહિત આખા પટનાની સુરક્ષા વધારી દેવામાં આવી છે.

થઇ શકતી હતી મોટી તબાહી

થઇ શકતી હતી મોટી તબાહી

જો આ બોમ્બ ઓછી તીવ્રતાના ના હોત તો, આજે પટણામાં ચારેતરફ લાશોના ઢગલા પડ્યા હોત, ચારેતરફ તબાહીનો નજારો હોત. જે પ્રકારે ગાંધી મેદાન લોકોથી ખચોખચ ભરેલું હતું, તેને જોતાં તબાહીના નજારાનો અંદાજો લગાવી શકાય.

મોદીના ભાષણના મુખ્ય બિંદુઓ

મોદીના ભાષણના મુખ્ય બિંદુઓ

ભાજપના વડાપ્રધાન પદના ઉમેદવાર નરેન્દ્ર મોદીએ રવિવારે પટણામાં હુંકાર રેલીને સંબોધિત કરતાં કહ્યું હતું કે હિંદુઓ અને મુસલમાનોએ એકબીજાની સાથે લડવાના બદલે ગરીબી સામે લડવું જોઇએ. ગાંધી મેદાનમાં પોતાના ભાષણમાં મોદીએ પોતાની શૈલીમાં હિન્દુઓ અને મુસલમાનોનો મુદ્દો ઉઠાવ્યો હતો.

હિન્દુઓને કર્યો પ્રશ્ન

હિન્દુઓને કર્યો પ્રશ્ન

મોદીએ હિન્દુઓને પ્રશ્ન કર્યો હતો કે 'શું હિન્દુ ગરીબી સાથે લડવા માંગે છે કે મુસલમાનો સાથે?' આ જ પ્રકારનો પ્રશ્ન મોદીએ મુસલમાનોને પૂછ્યો હતો. મોદીએ જાતે આ પ્રશ્નનો જવાબ આપતાં કહ્યું હતું કે બંને સમુદાયોને ગરીબી સામે લડવાની જરૂર છે.

ગુજરાત જેવું બને બિહાર

ગુજરાત જેવું બને બિહાર

મોદીએ કહ્યું હતું કે દેશના આર્થિક સંકટનું એકમાત્ર સમાધાન છે- વિકાસ, વિકાસ, વિકાસ. મોદીએ કહ્યું હતું કે ગુજરાતનો મોટાભાગનો વિકાસ કચ્છ અને ભરૂચ જિલ્લાનો થઇ રહ્યો છે જ્યાં મુસ્લિમોની સંખ્યા સૌથી વધુ છે.

શહેજાદ કહેવાનું છોડી દઇશ

શહેજાદ કહેવાનું છોડી દઇશ

નરેન્દ્ર મોદીએ રવિવારે પટનામાં હુંકાર રેલીને સંબોધિત કરતાં કોંગ્રેસ પર હુમલો કર્યો હતો. મોદીએ કહ્યું હતું કે 'તે વંશવાદ છોડે દે હું શહેજાદા કહેવાનું છોડી દઇશ.'

English summary
At least five people were killed and more than 70 injured as seven bombs exploded here Sunday, six of them in and around the ground where BJP star Narendra Modi addressed a rally hours later.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Oneindia sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Oneindia website. However, you can change your cookie settings at any time. Learn more