LPG સિલિન્ડરઃ વ્હોટ્સએપ દ્વારા કરો બુકિંગ
ગેસ સિલિન્ડર બુક કરવા હવે પહેલા કરતા સરળ બની ચૂક્યા છે. ઈન્ડિનય ઓઈલ કોર્પોરેશને રસોઈ ગેસનુ બુકિંગ સરળ બનાવવા માટે નવું પગલું લીધું છે. ઈન્ડિયન ઓઈલના ગ્રાહકો હવે વ્હોટ્સએપ દ્વારા પણ ગેસ સિલિન્ડર બુક કરાવી શક્શે. એટલું જ નહીં ગ્રાહકો ડિલિવરી પણ ટ્રેક કરી શક્શે. આ માટે એપ પણ લોન્ચ કરવામાં આવી છે. તેનો મોટો ફાયદો એ પણ છે કે આ એપ્સ દ્વારા બુકિંગ કરીને તમે ઓનલાઈન પૈસા પણ ચૂકવી શકો છો.

હાલમાં મોબાઈલ નંબરથી થાય છે બુકિંગ
આ નવી વ્યવસ્થા લોકોને ફાયદો કરાવશે તેવી આશા છે. હાલના સમયમાં રસોઈ ગેસનું બુકિંગ મોબાઈલ નંબરથી થાય છે. તો કંપનીએ પૂર્વ ઉત્તર પ્રદેશમાં IVRS નંબર 8726024365 આપવામાં આવ્યો છે. અલગ અલગ ઝોન માટે અલગ અલગ IVRS નંબર છે. એટલે દરેક વ્યક્તિ તેના લાભ નથી લઈ શક્તા. તો ઘરથી દૂર રહેલા વ્યક્તિઓ પરિવાર માટે ઘરે ગેસ બુક નહોતા કરાવી શક્તા. આ મુશ્કેલીનો ઉકેલ લાવવા IOCએ નવી વ્યવસ્થા શરૂ કરી છે. આ એપથી દેશના કોઈ પણ ભાગમાં રસોઈ ગેસ બુક કરાવી શકાશે.

મોબાઈલ એપથી બુકિંગ અને પેમેન્ટ થશે સરળ
પ્રયાગરાજ માટે વ્હોટ્સ એપ નંબર 75888 88824 જાહેર કરાયો છે. હાલમાં તેના પર બુકિંગ થશે. આગામી દિવસોમાં પેમેન્ટ પણ શક્ય બનશે. સાથે જ કંપનીએ ઈન્ડિયન ઓઈલ વન નામથી મોબાઈલ એપ લોન્ચ કરી છે. આ એપનો ઉપયોગ કરીને તમે નામ અને મોબાઈલ નંબરથી અકાઉન્ટ બનાવો. બાદમાં તેને LPGના આઈડી નંબરથી લિંક કરો. એલપીજીના આઈડી નંબર લિંક કર્યા બાદ તેને બુકિંગ અને પેમેન્ટ કરી શકાશે.

એક વર્ષમાં સબસિડી 58.34 રૂપિયા ઓછી થઈ
બીજી તરફ ઘરના ગેસ સિલિન્ડરની સબસિડીમાં સતત ઘટાડો થઈ રહ્યો છે. ગેસ કંપનીઓએ એક વર્ષમાં સબસિડીમાં 58.34 રૂપિયાનો ઘટાડો કર્યો છે. એક વર્ષ પહેલા જાન્યુઆરી 2019માં ગેસ સિલિન્ડર 763 રૂપિયામાં મળતુ હતું. તે સમયે અકાઉન્ટમાં 254.48 રૂપિયા સબસિડી આવતી હતી. હવે ગેસ સિલિન્ડર 767 રૂપિયામાં મળે છે. પણ સબિસિડી માત્ર 196.14 રૂપિયા આવે છે. એક વર્ષમાં સિલિન્ડરના ભાવમાં 3 રૂપિયાનો વધારો થયો છે. પરંતુ ગેસ સબસિડીમાં 56.34 રૂપિયાનો ઘટાડો થયો છે. શહેરના 40 હજારથી વધુ ગ્રાહકોના ખિસ્સા પર ભાર વધ્યો છે. તેમને ગેસ સિલિન્ડરના વધુ પૈસા ચૂકવવા પડી રહ્યા છે. બીજી તરફ સબસિડી ઓછી થવાથી ગેસ એજન્સીઓને ફરિયાદો વધી રહી છે. રોજ મોટી સંખ્યામાં ગ્રાહકો એજન્સીને ઓછી સબસિડી અંગે ફરિયાદ કરી રહ્યા છે.