For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

10 લાખ લોકોને ઉલ્લૂ બની ચૂક્યા છે WhatsApp આ ફેક એપથી

વોટ્સઅપનું ફેક એપ ગૂગલ પ્લે સ્ટોર પર લાંબા સમયથી કાર્યરત હતું. છેવટે એક યુઝર્સે ફેક અને સાચા વોટ્સઅપની ગૂગલની આ ભૂલને પકડી પાડી. વાંચો આ અંગે વધુ અહીં.

By Chaitali
|
Google Oneindia Gujarati News

ગૂગલ પ્લે સ્ટોરની સિક્યોરિટી સિસ્ટમની એક મોટી ભૂલ સામે આવી છે. પ્લે સ્ટોર પર પાછલા કેટલાક દિવસોથી WhatsAppની એક ફેક એપ હાજર હતું. આ એપને લગભગ 10 લાખ લોકો પોતાના સ્માર્ટફોનમાં ડાઉનલોડ કરી ચૂક્યા હતા પણ ગૂગલનું આ મામલે કોઇ ધ્યાન નહતું ગયું. નોંધવા જેવી વાત તો એ છે કે આ ફેક એપ તે જ ડેવલોપરના નામથી પ્લે સ્ટોરમાં હાજર હતું જેના નામથી ઓરિજનલ WhatsApp હાજર હતું. જો કે લાંબા સમયથી આ બધું જ ખુલ્લે આમ ચાલી રહ્યું હતું છેવટે એક રેડિટ યૂઝરનું આ મામલે ધ્યાન ગયું અને સમગ્ર હકીકત બહાર આવી. તો તમે પણ તમારા નવા ફોનમાં વોટ્સઅપ ડાઉનલોડ કરવાનું વિચારી રહ્યા હોવ તો પહેલા આ ખબર એક વાર તમે પણ વાંચી લો.

ફેક વોટ્સઅપ

ફેક વોટ્સઅપ

આ ફેક વોટ્સઅપ વિષે રેડિટના યુઝરને સૌથી પહેલા ખબર પડી હતી. આ યુઝરે જણાવ્યું કે જેણે પણ આ ફેક વોટ્સઅપ ડાઉનલોડ કર્યું છે તેણે આ એપ નુક્શાન પહોંચાડ્યું છે. તમને જણાવી દઇએ કે પ્લે સ્ટોર પર વોટ્સઅપનું એપ WhatsApp Inc ડેવલેપર નામથી હાજર હતું. અને ડેવલેપરના નામથી જ આ એપ સાચું છે કે ખોટું તે વાતની ઓળખ થાય છે. પણ આ કેસમાં બન્ને જ એપ એક જ ડેવલેપરના નામ પર હાજર હતા. જે ગૂગલ પ્લે સ્ટોરની સુરક્ષા ખામીને બતાવે છે.

કેવી રીતે બન્યું?

કેવી રીતે બન્યું?

પ્રાપ્ત જાણકારી મુજબ આ એપના ડેવલોપરે તેનું નામ WhatsApp Inc રાખવા માટે ગૂગલ પ્લે સ્ટોરની સિક્યોરિટીની સિસ્ટમને હેક કરી હશે. આ રીતની હેકિંગને યુનિકોડ હેકિંગ કહેવાય છે. યુનિકોડ દ્વારા આ હેકર્સ નકલી એપને ડેવલેપરના નામ સાથે બદલી બન્ને એપ ગૂગલ પ્લે સ્ટોરમાં WhatsApp Inc તરીકે દેખાય તે રીતની વ્યવસ્થા કરી હતી. જો કે ચોંકવનારી વાત એ છે કે આ યુર્ઝસ દ્વારા આ નકલી એપને પણ સાચું એપ માની લોકો દ્વારા ડાઉનલોડ કરવામાં આવ્યું છે. અને લગભગ 10 લાખ લોકોએ તેને પોતાના સ્માર્ટફોનમાં ડાઉનલોડ કર્યું છે તેમ જાણવા મળ્યું છે.

ગૂગલ પ્લે સ્ટોર

ગૂગલ પ્લે સ્ટોર

નોંધનીય છે કે ગૂગલ પ્લે સ્ટોરે હાલમાં જ ગૂગલ પ્લે સ્ટોર પ્રોટેક્ટ લોન્ચ કર્યું છે. આ દ્વારા ગૂગલનું કહેવું છે કે તે પ્લે સ્ટોરમાં હાજર તમામ નકલી એપને ઓળખીને તેને ડિલિટ કરી લેશે. ગૂગલ રોજના લાખો એપ ચેક કરી રહ્યું છે તેમ પણ જણાવવામાં આવ્યું છે. ત્યારે પ્લે સ્ટોર પર કેવી રીતે લાંબા સમય સુધી એક નકલી વોટ્સઅપ પોતાની રીતે કાર્યરત રહી શક્યું તે એક મોટો સવાલ છે. સાથે જ યુઝર્સે પણ કોઇ પણ એપ ડાઉનલોડ કરતા પહેલા હવેથી સાવધાની રાખવી જોઇએ.

વોટ્સઅપ

વોટ્સઅપ

ઉલ્લેખનીય છે કે જેટલી મોટી કંપની એટલી તેના નામ પર ગોટાળા થવાની સંભાવના વધી જાય છે. ઉલ્લેખનીય છે કે દુનિયાભરમાં વોટ્સઅપ ખૂબ જ લોકપ્રિય છે. ટેલિગ્રામ, હાઇક જેવા અનેક તેના જેવા જ ચેટિંગ એપ આવ્યા પછી પણ વોટ્સઅપે હજી પણ લોકો વચ્ચે પોતાની જગ્યા બનાવી રાખી છે. ત્યારે આ તમામની વચ્ચે ગૂગલ દ્વારા આવી ભૂલ થવાના કારણે ગ્રાહકોની મુશ્કેલી વધી હતી.

English summary
breach in google play store security, fake WhatsApp Update app downloaded by millions
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X