
સચિનની વિદાય: ભાવુક વિદેશી મીડિયાએ કંઇક આવું લખ્યું?
સચિન તેંડુલકરની શાનદાર વિદાયને ભારતીય મીડિયાએ જ નહી પરંતુ બ્રિટિશ મીડિયાએ પણ મહત્વ આપ્યું છે. કારણ પણ સ્પષ્ટ છે કે પોતાની શાનદાર બેટીંગના કારણે સચિન તેંડુલકર હાલના સમયમાં કોઇપણ ખેલાડી કરતાં વધારે પ્રસિદ્ધ છે.
બેટથી નહી માઇક્રોફોનના માધ્યમથી ઇનિંગ રમી
સચિન તેંડુલકર દ્વારા પોતાની વિદાય મેચ બાદ કહેવામાં આવેલી કેટલીક ભાવુક વાતોને કેન્દ્રિત કરતાં 'ધ ડેલી ટેલિગ્રાફે' લખ્યું છે, 'રમત જગતમાં કોઇને આવી વિદાય નહી મળી હોય. સચિન તેંડુલકર પોતાના વિદાય ભાષણમાં લાખોને હસાવી ગયા તો લાખોની આંખોમાં આંસૂ આપતા ગયા.
પોતાના ઘરેલું મેદાન પર વિદાય મેચમાં સચિન તેંડુલકરે જે પ્રમાણે પ્રદર્શન કર્યું છે તે ખરેખર તેમની અત્યાર સુધીની સારી ઇનિંગ છે. જો કે આ ઇનિંગ આ વખતે બેટથી નહી પરંતુ માઇક્રોફોનના માધ્યમથી રમી છે.'
મહત્વ રમતનું જ હોય છે
એક અન્ય સમાચારપત્ર 'ધ ગાર્ડિયને' લખ્યું છે કે સચિન તેંડુલકરે પોતાના 24 વર્ષના કેરિયરમાં યુવાનોને શિખવાડ્યું છે કે પોતાના પર કેવી રીતે નિયંત્રણ રાખી શકાય. સમાચાર પત્રએ લખ્યું છે, 'મહત્વ રમતનું હોય છે. આ એક જ વ્યક્તિ છે જેના માટે દેશભરમાંથી લોકોની ભીડ ઉમટી પડતી હતી.
પોતાની ભાવુક વિદાયમાં 40 વર્ષીય સચિને શું વાત કહી 'આ વિશ્વાસ કરવો કઠીન થઇ રહ્યું છે કે શાનદાર સફરનો આજે અંત થઇ ગયો.' સચિને 24 વર્ષના કેરિયરે ભારતને નવી ગતિ આપી છે. 'ડેઇલી મેલે' લખ્યું છે કે મહાન સચિન તેંડુલકરના 24 વર્ષનું શાનદાર કેરિયર ભાવુક પળ વચ્ચે ખતમ થયું.
આ પ્રમાણે 'ધ સંડે ટાઇમ્સે' લખ્યું છે કે ભારતને આંસુઓમાં પલાડી ગયા સચિન. બ્રિટિશ સમાચાર પત્ર સાથે જ અમેરિકન સમાચાર પત્રોએ પણ સચિનને સલામ કરી છે. 'વોલ સ્ટ્રીટ જર્નલે' લખ્યું છે કે એક અરબથી વધુ લોકો માટે જે ક્રિકેટની દુનિયાને જાણે છે સચિનની વિદાયની સાથે જ સમાપ્ત થઇ જશે.
પાકિસ્તાની મીડિયાએ પણ કર્યા વખાણ
પડોશી દેશ પાકિસ્તાની મીડિયાએ પણ સચિન તેંડુલકરની વિદાયને શાનદાર અંદાજમાં છાપતા અટકાવી ન શક્યું. પાકિસ્તાની મીડિયાએ કહ્યું છે કે કોઇપણ વિવાદ વિના સચિન દુનિયાના શ્રેષ્ઠ બેસ્ટમેન છે.
સચિનન્ની વિદાય પર કોણે શું કહ્યું?
દૈનિક સમાચાર પત્ર 'ડૉને' પોતાના હેડિંગમાં જ લખ્યું છે કે 'કરોડોમાં એક સચિનને કહ્યું અલવિદા'. સમાચાર પત્રએ લખ્યું છે કે 'સચિન પોતાના 24 વર્ષના શાનદાર કેરિયર બાદ ઇતિહાસનો ભાગ બની ગયા છે. તેમને પોતાના બેટથી ઘણા નવા રેકોર્ડ સ્થાપિત કર્યા. સચિનને આવનારી પેઢી માટે જે શાનદાર વિરાસત છોડી છે તેને વર્ષો સુધી લોકો યાદ રાખશે.'
સંપાદકીયનું હેડિંગ જ ફક્ત 'સચિન'
આ પ્રમાણે એક અન્ય સમાચાર પત્ર 'ઇંકલાબે' લખ્યું છે કે, 'સચિને 24 વર્ષના શાનદાર કેરિયરમાં હવામાન બદલતા રહ્યા, ખેલાડીનું આવવું જવું ચાલુ રહ્યું, મેચોમાં હાર જીતનો દોર રહ્યો, ધૂમ મચતી રહી પરંતુ એક ચીજ જે જ્યાંની ત્યાં રહી હતી તે છે સચિનનો ક્રિકેટ પ્રત્યે લગાવ.' એક અન્ય સમાચાર 'ધ ન્યૂઝ ઇન્ટરનેશનલે' તો પોતાના સંપાદકીયનું શીર્ષક જ ફક્ત 'સચિન' રાખ્યું છે.