સુપર-બોલ્ડ એક્ટ્રેસ પર સરકારે મુક્યો 1 વર્ષનો પ્રતિબંધ

Posted By:
Subscribe to Oneindia News

કંબોડિયાની એક મોડેલને ત્યાંની સરકારે એક વર્ષ માટે બેન કરી છે. આ હોટ અને બોલ્ડ મોડેલ પર સંસ્કૃતિ મંત્રાયલના નિયમો ન માનવાનો આરોપ છે. 24 વર્ષની આ મોડેલનું નામ છે ડેની નૉન.

એક વર્ષનો પ્રતિબંધ

એક વર્ષનો પ્રતિબંધ

સરકારે નૉન પર એક વર્ષનો પ્રતિબંધ મુક્યો છે, જેને કારણે તે હવે 1 વર્ષ સુધી કેમેરાની સામે નહીં આવી શકે. એક વર્ષ સુધી તે કોઇ ફિલ્મ નહીં કરી શકે. નૉને આ બેનને અયોગ્ય ગણાવ્યો છે.

સંસ્કૃતિ મંત્રાલયે લીધો નિર્ણય

સંસ્કૃતિ મંત્રાલયે લીધો નિર્ણય

24 વર્ષની ડેની નૉનને કંબોડિયાની કલ્ચર અને આર્ટ મિનિસ્ટ્રિએ બંધારણના ઉલ્લંઘન બદલ બેન કરી છે. મંત્રાયલ અનુસાર, તે કંઇક વધારે જ સેક્સી છે અને વધારે પડતું અંગ પ્રદર્શન કરે છે, જે દેશ માટે યોગ્ય નથી.

આ નિર્ણયથી નારાજ છે નૉન

આ નિર્ણયથી નારાજ છે નૉન

એક્ટ્રેસ ડેની નૉન કલ્ચર એન્ડ આર્ટ મિનિસ્ટ્રિના આ નિર્ણયથી અત્યંત નારાજ છે. તેણે કહ્યું કે, મારે શું પહેરવું અને શું નહીં એ અંગે હું જાતે નિર્ણય લઇ શકું છું. કેટલાક લોકો મારી આઝાદીનો સ્વીકાર કરવા નથી માંગતા.

મિનિસ્ટ્રીએ આપી હતી સૂચના

મિનિસ્ટ્રીએ આપી હતી સૂચના

નૉને સાથે એ પણ જણાવ્યું કે, આર્ટ એન્ડ કલ્ચર મિનિસ્ટ્રીના લોકોએ આ મામલે મને મળવા બોલાવી હતી તથા શું પહેરવું અને શું નહીં એ જણાવ્યું હતું. પરંતુ મારું માનવું છે કે, કપડાની પસંદી એ ખૂબ જ વ્યક્તિગત મામલો છે.

વાયદો તોડ્યો

વાયદો તોડ્યો

ડેઇલી મેલ અનુસાર, નૉને લેખિતમાં તેના વસ્ત્રો અને અંગ પ્રદર્શન અંગે મિનિસ્ટ્રીને વાયદો કર્યો હતો. નૉને આ વાયદો તોડતાં તેને મિનિસ્ટ્રી તરફથી આ સજા આપવામાં આવી છે. બીજી બાજુ નૉન પોતાના કરિયરને થનાર નુકસાનથી દુઃખી છે. તેનું કહેવું છે કે, આ એક રીતે મહિલાઓની આઝાદી પર કાપ મુકવા જેવું છે, વળી, 1 વર્ષ સુધી કેમેરાથી દુર રહેવાને કારણે મારા કરિયરને પણ નુકસાન થઇ શકે છે.

મારી સાથે અન્યાય થયો છે

મારી સાથે અન્યાય થયો છે

નૉનનું કહેવું છે કે, સરકારે મારી સાથે અન્યાય કર્યો છે. કંબોડિયામાં હું એકમાત્ર અભિનેત્રી નથી. ઘણી અભિનેત્રીઓ બોલ્ડ બેડરૂમ સિન પણ આપે છે, પરંતુ મિનિસ્ટ્રીએ એમની પર પ્રતિબંધ નથી મુક્યો, તેમણે મારી જ પર બેન લગાવ્યો છે.

વધુ વાંચો

વધુ વાંચો

પાકિસ્તાનની આ મહિલાઓ દુનિયાની સૌથી સુંદર મહિલાઓ કહેવાય છે. તેમનું આયુષ્ય 160 વર્ષનું હોય છે અને તેઓ 65 વર્ષની ઉંમર સુધી ગર્ભ ધારણ કરી શકે છે.

Read also: 65 વર્ષે પણ બની શકે છે માં.. છે દુનિયાની હૂર!

English summary
Cambodian actress is banned for a year because she is too sexy.Read here more.
Please Wait while comments are loading...