For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

નખનો આકાર વ્યક્ત કરશે તમારું વ્યક્તિત્વ

By Kumar Dushyant
|
Google Oneindia Gujarati News

જાપાનમાં તાજેતરમાં જ શરૂ થયેલા વ્યક્તિત્વ વિશ્લેષણનું એક નવું ચલણ ઇન્ટરનેટ પર ખૂબ ચર્ચામાં છે. અને આ ચલણનું માનીએ તો આપણા નખનો આકાર આપણા વ્યક્તિત્વના ઘણા રાજ ખોલે છે. જો તમારા નખ લાંબા છે, તો તમે ક્રિએટિવ હશો અને જો ખૂણામાંથી ફેલાયેલા હશે તો તમને બોલવામાં કોઇ માત આપી શકતું નથી અને જો તમાર નખ ચોરસ આકારના છે તો તમારી હિંમત વિશે શું કહેવું. આવા છ નખના આકારો જે તમારા વ્યક્તિત્વનું દર્પણ હોઇ શકે છે, તેમના વિશે કંઇપણ વાત કરીએ.

એ તો બધા જાણે છે કે નખ આપણા સ્વાસ્થ્યનું દર્પણ હોય છે- પોષણમાં કંઇપણ નબળાઇ હોય તો સૌથી પહેલી અસર આપણા નખ પર દેખાઇ છે. પરંતુ વ્યક્તિત્વ? જો આમ થાય છે તો શું કહેવાનું, પરંતુ એ વાતને સાબિત કરવા માટે કોઇપણ આધાર નથી.

નખનો દરેક આકાર કેટલાક ગુણો દર્શાવે છે, તેના પર વિશ્વાસ કેટલો કરી શકાય તે તમે પોતે નક્કી કરો.

લાંબા નખ

લાંબા નખ

તમે સૌમ્ય સ્વભાવના એક રોમેન્ટિક વ્યક્તિ છો, તમારા મગજનો જમણો એટલો સીધો ભાવનાત્મક પક્ષ વધુ મજબૂત છે અને તમે કલ્પનાશીલ છો. તમે રચનાત્મક છો, પરંતુ તમારી આસપાસની વસ્તુઓ તમને ખૂબ જ પ્રભાવિત કરે છે, અને તેથી તમને દગો આપવો એકદમ આસાન છે, તો તમારે થોડા સર્તક રહેવાની જરૂરિયાત છે. તમને તમારાથી એકદમ વિરૂદ્ધ તર્કો પર ચાલનાર લોકોની સાથે તાલમેળ બેસવામાં તકલીફ થઇ શકે છે.

ખૂણાથી પહોળા નખ

ખૂણાથી પહોળા નખ

તમે ગુસ્સાવાળા સિદ્ધાંતવાદી વ્યક્તિ છો. તમારા દિમાગનો ભાગ વધુ સક્રિય છે, અને તમે સ્પષ્ટ શબ્દોમાં વાત કરો છો. તમે જે વિચારો છો તેને બોલવામાં તમને કંઇ વાંધો નથી, અને એટલા માટે લોકો તમને સીધીવાત કરનાર વ્યક્તિના રૂપમાં ઓળખે છે. તમારા માટે દિમાગ કરતાં દિલનું સાંભળનાર વધુ ભાવનાત્મક લોકોને સમજવા મુશ્કેલ હોય છે.

ગોળ કે અંડાકાર નખ

ગોળ કે અંડાકાર નખ

તમે સોહામણી પ્રવૃતિવાળા વ્યક્તિ છો જે દરેક વસ્તુ પોતાના મુજબ કરે છે. તમે ખૂબ સામાજિક વ્યક્તિ છો, અને કોઇપણ વિવાદને ખતમ કરવા માટે વચ્ચે પડનાર પ્રથમ વ્યક્તિ હોવ છો. તમારો હસમુખો સ્વભાવ લોકોને આકર્ષિત તો કરે છે, પરંતુ ઘણા લોકો તમને બેજવાબદાર સમજી શકે છે, તો જરૂરી છે કે તમે પોતાના પર નિયંત્રણ રાખો જેથી મિત્રોનો વિશ્વાસ તમારા પર જળવાઇ રહે. બીજાઓની અપેક્ષાએ તમે બધા પ્રકારના લોકો સાથે હળીભળી જાવ છો.

ચોરસ નખ

ચોરસ નખ

તમે ગંભીર તથા કઠોર વ્યક્તિ છો. તમે દ્રઢ નિશ્વિયવાળા અને હિંમતી વ્યક્તિ છો, આ શ્રેણીમાં ઘણા પુરૂષ આવે છે. ગંભીર વ્યક્તિત્વ એક સારો ગુણ છે, પરંતુ તમારો કઠોર તથા હઠીલો સ્વભાવ એક દાગ દેવા જેવો છે. જો તમે થોડા નમ્ર અને પોતાની વિચારસણીને થોડી લચીલી રાખવાનો પ્રયત્ન કરો, તો તમારા માટે વસ્તુઓ ઘણી સરળ થઇ જશે.

ત્રિકોણીય કે ઉંધા ત્રિકોણ આકારના નખ

ત્રિકોણીય કે ઉંધા ત્રિકોણ આકારના નખ

તમે સંવેદનશીલ તથા પ્રતિભાના ધની વ્યક્તિ છો. તમે નવા નવા વિચારોના રચયિતા છો, અને તમે તે નાની-નાની વાતો પર પણ ધ્યાન આપો છો જેને મોટાભાગે અન્ય લોકો અવગણના કરી દે છે. જેના નખનો આકાર ઉંઘા ત્રિકોણ જેવો હોય છે તેઓ દબંગ પ્રકૃતિના હોઇ શકે છે, તો બીજી તરફ સીધા ત્રિકોણ આકારના નખવાળા લોકો સંવેદનશીલ હોય છે તથા પોતાની આસપાસ અવિવેકી લોકોને સહન કરી શકતા નથી. મોટાભાગે તમે એવા લોકોને સહન કરી શકતા નથી જે દરેક કાર્યને પોતાના અનુસાર કરે છે.

બદામ આકારના નખ

બદામ આકારના નખ

તમે ઇમાનદાર તથા નિષ્ઠાવાન વ્યક્તિ છો. તમે અતિ કલ્પનાશીલ છો તથા કાયમ લોકો સાથે ઇમાનદાર રહો છો. તમે ખૂબ જ વિનમ્ર અને મૃદૃભાષી છો પરંતુ તમારી સહનશક્તિ ખૂબ ઓછી છે. જ્યારે કોઇવાત જે તમને સ્વિકાર્ય ન હોય તો તમારા ગુસ્સો કાબૂ બહાર થઇ જાય છે. જ્યારે તમને ગુસ્સો આવે તો તમે થોડો સમય કાઢો અને પોતાના ગુસ્સાને કાબૂમાં કરો.

તલવાર આકારના નખ

તલવાર આકારના નખ

તમે એક સિદ્ધાંતવાદી તથા મહત્વાકાંક્ષી વ્યક્તિ છો. તમે આકરી મહેનત કરીને પોતાના લક્ષ્યને પ્રાપ્ત કરનાર લોકોમાંથી એક છો. તમે દરેક તે કાર્ય કરવાનું ખમીર ધરાવો છો જે તમને તમારા લક્ષ્યને પ્રાપ્ત કરવામાં મદદ કરશે, પછી ભલે તે કામ તમને બિલકુલ પસંદ ના હોય. પરંતુ તમે લોકોની સાથે સામંજસ્ય બેસાડી દો છો. લોકોની સાથે કામ કરતી વખતે તમે તમારું ધૈર્ય ગુમાવી દો છો અને એકલા સારું અનુભવો છો. જો તમે લોકોની સાથે કામ કરવાની કલા પોતાની અંદર લાવી શકો તો તમારા માટે સારું રહેશે.

English summary
Here are the traits associated with each nail bed. It’s a fun concept, but just like you would (we hope) with a horoscope, take it with a grain of salt.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X