For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

Chanakya Niti : આ બે વસ્તુનો ક્યારેય અફસોસ ન કરો, આ જ્ઞાન આપશે ડબલ ફાયદો

આચાર્ય ચાણક્યને ફક્ત બુદ્ધિશાળી કહેવું થોડું ઓછું લાગશે, કેમ કે તેમને સુચવેલા માર્ગ પર ચાલીને આજે પણ લોકો સફળતાના શિખરો સર કરી રહ્યા છે. જે લોકો ચાણક્ય નીતિ પર ચાલે છે, તે લોકો સફળ અને સુખી જીવન જીવે છે.

|
Google Oneindia Gujarati News

Chanakya Niti : આચાર્ય ચાણક્યને ફક્ત બુદ્ધિશાળી કહેવું થોડું ઓછું લાગશે, કેમ કે તેમને સુચવેલા માર્ગ પર ચાલીને આજે પણ લોકો સફળતાના શિખરો સર કરી રહ્યા છે. જે લોકો ચાણક્ય નીતિ પર ચાલે છે, તે લોકો સફળ અને સુખી જીવન જીવે છે.

અફસોસ ન વ્યક્ત કરો

અફસોસ ન વ્યક્ત કરો

ચાણક્ય દ્વારા કષ્ટ દૂર કરવાના સૂચવેલા ઉપાય વિશે જણાવીશું. ચાણક્યએ જણાવ્યું છે કે, બે એવી વસ્તુઓ છે, જેના અભાવે અફસોસ ન કરવો જોઈએ.

આજે તમે જેનો શોક અને પસ્તાવો કરશો, તે ભવિષ્યમાં તમને બેવડો લાભ આપશે. આવો તમને જણાવીએ તે બેબાબતો જેના માટે ચાણક્યએ પસ્તાવો ન કરવા જણાવ્યું છે.

મહેનત કદી એળે જતી નથી

મહેનત કદી એળે જતી નથી

ચાણક્યએ જણાવ્યું છે કે, જો તમે તમારી ફરજ સંપૂર્ણ સમર્પણ, સખત મહેનત અને ઈમાનદારીથી નિભાવી હશે, તો તમને તે પદ ચોક્કસ મળશે જેની તમે ઈચ્છા કરી છે, પરંતુ કેટલીકવાર તમારા તમામ પ્રયત્નો પછી પણ તમને તે દરજ્જો અથવા પ્રશંસા નથી મળતી જેને તમે લાયક છો, તો તમારે નિરાશ અને દુઃખી થવાની જરૂર નથી.

આવી સ્થિતિમાં દુઃખી થવું સ્વાભાવિક છે, પરંતુ તેને તમારા પર હાવી થવા ન દો. તમને ભવિષ્યમાં ચોક્કસ સિદ્ધિ મળશે અને તમારી મહેનત વ્યર્થ નહીં જાય.

સફળતાના શિખરે પહોંચશો

સફળતાના શિખરે પહોંચશો

તમારી ફરજ પ્રત્યે તમારું સમર્પણ અને સખત મહેનત તમને સફળતાના શિખરે પહોંચાડશે. આ માટે તેમણે પાણી અને તેલનું ઉદાહરણ પણઆપ્યું છે.

જે રીતે પાણીમાં તેલ ભળે તેનું અસ્તિત્વ જોવા મળે છે, તેવી જ રીતે ઉદાર, નમ્ર, પરિશ્રમી, સત્યવાદી અને સારી વર્તણૂક ધરાવનારી વ્યક્તિ દુનિયામાં પોતાની આગવી ઓળખ બનાવી લે છે.

દાન કર્યા પછી ભૂલી જવું જોઇએ

દાન કર્યા પછી ભૂલી જવું જોઇએ

આ સિવાય આચાર્ય ચાણક્યએ દાન કરવાનું જણાવ્યું છે. લગભગ દરેક જણ દાન કરે છે, પરંતુ દાન માત્ર ત્યારે જ ફળ આપે છે, જ્યારે તે સાચા હૃદયથી અને નિઃસ્વાર્થતાથી કરવામાં આવે. દાનથી મોટો કોઈ ધર્મ નથી. તેથી, દરેક વ્યક્તિએ પોતાની મરજી મુજબ વધુ કે ઓછું દાન કરવું જોઈએ.

દાનનો અર્થ છે આપવાનો આનંદ, જે કોઈપણ સ્વાર્થ વગર કરવામાં આવે છે. દાન કર્યા પછી, એવું ન વિચારવું જોઈએ કે, તમને બદલામાંકંઈક મળશે અથવા તમે કોઈનું સારું કર્યું છે. દાન હંમેશા આપવા અને ભૂલી જવા વિશે છે.

English summary
Chanakya Niti : Never regret these two things, this knowledge will give double benefit
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X