આ 6 ચરિત્રો તમને રામાયણમાં પણ જોવા મળશેને મહાભારતમાં પણ

Posted By:
Subscribe to Oneindia News

રામાયણ અને મહાભારત હિંદુ ધર્મની બે મહાન પૌરાણિક મહાગાથા છે. હિંદુઓના માટે આ કથાઓ કોઇ ઇતિહાસ સમાન છે. અનેક હિંદુઓ માને છે કે ખરેખરમાં રામાયણ અને મહાભારતના આ ચરિત્રો એક સમયે ભારતની આ ભૂમિ પર રાજ કરી ચૂક્યા છે. તો કેટલાક લોકો તેને એક કથાના રૂપમાં જ લે છે જેમાંથી જીવનનો કેટલાક બહુમૂલ્ય બોધપાઠ મેળવી શકાય છે.

નોંધનીય છે કે રામાયણમાં જે કથા કહેવામાં આવી છે તે મુજબ ત્રેતા યુગ (બીજો યુગ)નો સમય બતાવવામાં આવ્યો છે. અને મહાભારત દ્રાપર યુગ એટલે કે (ત્રીજા યુગ)માં નિર્માણ પામી છે. જો કે આ બન્ને કથાઓ વચ્ચે સમયનો મોટો ગેપ હોવા છતાં તેના કેટલાક ચરિત્રો બન્ને કથાઓમાં જોવા મળે છે. એટલું જ નહીં આ ચરિત્રો આ બન્ને કથામાં મહત્વનો ભાગ પણ ભજવે છે.

 

જેમ કે હનુમાન અને પરશુરામ આ બન્ને કથામાં જોવા મળે છે. જો કે એમ પણ કહેવાય છે કે હનુમાન અને પરશુરામને અમરત્વનું વરદાન હતું. એટલે તે આટલા સમય જીવત રહ્યા તે માની શકાય પણ તેમ છતાં કેટલાક તેવા પર ચરિત્રો હતા જે સામાન્ય મનુષ્યો હતા તો પછી તે કેવી રીતે સદીઓ સુધી જીવતા રહ્યા? તે વાત એક વિચારવા લાયક છે. તો આ કયા કયા ચરિત્રો હતો જે મહાભારત અને રામાયણ બન્ને મહાકથાઓનો ભાગ હતા તે વિષે જાણો નીચેના આ રસપ્રદ અને રોચક ફોટોસ્લાઇડરમાં...

હનુમાન
  

હનુમાન

સુગ્રીવના વજીર અને પરમ રામ ભક્ત હનુમાનજીએ રામાયણમાં મહત્વનો ભાગ ભજવ્યો હતો તે વાત તો બધા જ જાણે છે. પણ તેમનો ઉલ્લેખ મહાભારતમાં પણ છે. મહાભારતમાં ભીમનું અભિમાન હનુમાનજી, વુદ્ધ વાનરના સ્વરૂપે આવીને કરી છે. હનુમાનની પૂંછડી પણ ના ઉપાડનાર ભીમને જ્યારે તેની ભૂલ માટે ક્ષમા માંગે છે ત્યારે હનુમાનજી તેને આર્શીવાદ આપે છે.

જામવંત
  

જામવંત

માન્યું કે હનુમાનજીને અમરત્વ પ્રાપ્ત હતું એટલે તે મહાભારત કાળ સમયે પણ હતા. પણ રામાયણમાં રામની સેનાને સેનાપતિ એવા જામવંત મહાભારતમાં પણ જોવા મળે છે. મહાભારતમાં જામવંત કૃષ્ણ જોડે યુદ્ધ કરે છે. પણ જ્યારે તેમને કૃષ્ણ ભગવાનની ઓળખ થાય છે ત્યારે તે કૃષ્ણની આ અંગે ક્ષમા માંગે છે.

વિભીષણ
  
 

વિભીષણ

રાવણનો ભાઇ વિભીષણ રામાયણમાં રામનો પક્ષ લે છે અને તે રાવણની મૃત્યુ પછી લંકાનરેશ પણ બને છે. ત્યારે મહાભારતમાં જ્યારે પાંડવો રાજસૂર્ય યજ્ઞ કરે છે ત્યારે વિભીષણના નામનો ઉલ્લેખ જોવા મળે છે. જે આ લોકોનું આમંત્રણ સ્વીકારી તેમને મોંધી ભેટ મોકલાવે છે.

પરશુરામ
  

પરશુરામ

રામાયણમાં સીતાના સ્વયંવરમાં જ્યારે શ્રી રામ શંકર ભગવાનનું ધનુષ તોડે છે ત્યારે પરશુરામ તેમના પર ક્રોધિત થાય છે. તો બીજી તરફ મહાભારતમાં પણ તેમનો કર્ણ અને ભીષ્મના ગુરુ તરીકે ઉલ્લેખ કરવામાં આવ્યો છે.

મયુરસેના
  

મયુરસેના

રામાયણમાં મયુરસેનાને રાવણના સસરા અને મંદોદરીના પિતા તરીકે દેખાડવામાં આવ્યા છે. તો મહાભારતમાં પાંડવો દ્વારા જ્યારે દંડાકર્ણ જંગલને આગ લગાવવામાં આવે છે. ત્યારે મયુરસેના જ તે આગમાંથી જીવતો બચે છે. તેવું કહેવામાં આવ્યું છે. જો કે કૃષ્ણ તેને પણ મારવા માંગતા હોય છે પણ તે પ્રાણદાન માંગે છે. અને તેના બદલામાં તે ઇદ્રપ્રસ્થમાં એક જાદુઇ સભાગૃહ બનાવામાં પાંડવોની મદદ કરે છે.

મહર્ષિ દુર્વાસા
  

મહર્ષિ દુર્વાસા

રામાયણમાં, મહર્ષિ દુર્વાસા સીતાનું ભાગ્ય ભાગતા કહ્યું હતું કે તેણે અને રામે વિયોગ ભોગવવો પડશે. તો મહાભારતમાં મહર્ષિ દુર્વાસા કુંતીને વરદાન રૂપે પુત્ર પ્રાપ્તિનો મંત્ર આપે છે. ત્યારે આ બન્ને અલગ અલગ સમયકાળની મહાકથામાં સમાન ચરિત્રો કેવી રીતે જોવા મળી શકે તે વાત આર્શ્ચય ઉપજાવે તેવી છે.

English summary
Ramayana and Mahabharata are the two great epics of Hindu Mythology that have been worshiped and revered through out the ages. The Hindus consider these books not just as a story but as 'Itihasa' or history. They believe that the incidents that are mentioned in the books actually happened and the characters once roamed the earth in flesh and blood.
Please Wait while comments are loading...

For Breaking News from Gujarati Oneindia
Get instant news updates throughout the day.