• search
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

ચેતન ભગતનો સર્વે: નરેન્દ્ર મોદી 86 % અને રાહુલ બાબા 14 %

|

અમદાવાદ, 8 ઑગસ્ટ : દેશમાં ધીરે ધીરે સામાન્ય ચૂંટણીનો માહોલ સર્જાઇ રહ્યો છે. દેશની સૌથી મોટી પાર્ટીઓ ભારતીય જનતા પાર્ટી અને કોંગ્રેસ બંને સામાન્ય ચૂંટણીની રેસ જીતવા માટે પોત-પોતાના ઘોડા તૈયાર કરી રહી છે. બંને પાર્ટીઓ દેશમાં બનતી તમામ નાની મોટી ઘટનાઓ પર ટિપ્પણી કરી રહી છે, અને તેના આરોપ અને પ્રત્યારોપ એકબીજા પર નાખી રહ્યા છે.

દેશની જનતા હાલમાં એક વસ્તુની ભારે ઇંતેજારી છે કે કઇ પાર્ટી પોતાના કયા નેતાને પ્રધાનમંત્રીના ઉમેદવાર તરીકે જાહેર કરે છે. પરંતું બંને પાર્ટીઓ એવી રાહ જોઇને બેઠી છે કે પહેલા વિરોધી પક્ષ તેમના પ્રધાનમંત્રી ઉમેદવારની જાહેરાત કરે બાદમાં તેઓ કરશે. જોકે મીડિયા અને જનતાએ તો ભાજપ તરફથી ગુજરાતના મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીને પીએમ પદના ઉમેદવાર તરીકે પ્રોજેક્ટ કરવાનું ચિત્ર બનાવી દીધું છે, અને કોંગ્રેસ તરફતી રાહુલ બાબા એટલે કે ઉપાધ્યક્ષ રાહુલ ગાંધીને પીએમ કેન્ડિડેટના રૂપમાં જોવામાં આવે છે.

મીડિયા અને એજન્સીઓમાં આ બંને નેતાઓને કેન્દ્રમાં રાખી સર્વે પણ કરવામાં આવી રહ્યા છે કે, જો કોંગ્રેસ પોતાના આ નેતા સાથે ચૂંટણી મેદાનમાં ઉતરશે તો તેને શું ફાયદો થશે અને વિપક્ષને શું નુકસાન થશે. જોકે સર્વે એવું જણાવી રહ્યા છે કે જો ભાજપ નરેન્દ્ર મોદીને પીએમ પદના ઉમેદવાર તરીકે પ્રોજેક્ટ કરશે તો તેને લોકસભાની ચૂંટણીમાં ચોક્કસ ફાયદો થશે. જ્યારે કોંગ્રેસ હમણા હમણા રાજનીતિમાં આવેલા રાહુલ ગાંધીને પોતાના પીએમ પદના ઉમેદવાર બનાવવા માંગે છે, એવું દિગ્વિજય સિંહ જેવા અને અન્ય કોંગી નેતાઓ પણ કહી ચૂક્યા છે.

હાલમાં જાણિતા લેખક અને કોલમીસ્ટ ચેતન ભગતે સોશિયલ નેટવર્કિંગ સાઇટ ટ્વિટર પર એક સર્વે કર્યો કે દેશના પ્રધાનમંત્રી તરીકે કોણ સૌથી વધારે યોગ્ય છે, નરેન્દ્ર મોદી કે રાહુલ ગાંધી. તેમણે આ બંને નામોમાંથી કોઇ એક નામની પસંદગી કરવા જણાવ્યું હતું. ચેતન ભગતના સર્વેનું પરિણામ ખૂબ સંપૂર્ણપણે મોદી તરફી આવ્યું. ચેતન ભગતે જણાવ્યું કે નરેન્દ્ર મોદીના નામ પર 46,369 (86 %) લાઇક્સ આવી હતી જ્યારે રાહુલ ગાંધીને માત્ર 7,720 (14 %) લાઇક્સ મળી હતી.

દેશમાં મોદીની લોકપ્રિયતા એવા અણસાર આપી રહ્યા છે કે 2014માં ચોક્કસ ભાજપ પોતાની સરકાર બનાવશે. કેમકે આ પહેલાના સર્વે પણ નરેન્દ્ર મોદી અને ભારતીય જનતા પાર્ટીના પક્ષમાં જ છે. આ પહેલા આવેલા એક સર્વે પર પણ કરો એક નઝર...

PM પદની રેસમાં નરેન્દ્ર મોદી દેશની પહેલી પસંદ : સર્વે

PM પદની રેસમાં નરેન્દ્ર મોદી દેશની પહેલી પસંદ : સર્વે

હજી લોકસભા ચૂંટણી 2014 યોજાવામાં લગભગ એક વર્ષનો સમય બાકી છે. દેશની જનતાનો મૂડ જાણવા માટે આઇબીએન7 અને સીએસડીએસ દ્વારા સાથે મળીને એક રસપ્રદ સર્વે "જો ચૂંટણીઓ અત્યારે યોજાય તો" કરાવવામાં આવ્યો.

વધુ વાંચવા અહીં ક્લિક કરો...

PM પદની રેસમાં નરેન્દ્ર મોદી દેશની પહેલી પસંદ : સર્વે

PM પદની રેસમાં નરેન્દ્ર મોદી દેશની પહેલી પસંદ : સર્વે

દેશના યુવાનો આગામી સમયમાં દેશના વડાપ્રધાન તરીકે નરેન્દ્ર મોદીને જોવા માંગે છે. આઇબીએન7 અને સીએસડીએસ દ્વારા કરવામાં આવેલા સર્વે અનુસાર પાછલા બે વર્ષમાં રાહુલ ગાંધીની સરખામણીએ નરેન્દ્ર મોદીની લોકપ્રિયતા વધી છે. નરેન્દ્ર મોદીની લોકપ્રિયતામાં પાછલા બે વર્ષોમાં 4 ટકાનો વધારો થયો છે જ્યારે રાહુલ ગાંધીની લોકપ્રિયતામાં એક તૃતીયાંશ ટકા ઘટાડો થયો છે.

વધુ વાંચવા અહીં ક્લિક કરો...

નંબર્સ કરે છે 'નમો નમો', કોંગ્રેસને પડી શકે છે ભારે

નંબર્સ કરે છે 'નમો નમો', કોંગ્રેસને પડી શકે છે ભારે

દેશમાં નરેન્દ્ર મોદીનું વધતું કદ, યુવાઓમાં વધતી તેમની લોકપ્રિયતા અને વિકાસના કાર્યોના આધારે કહેવામાં આવી રહ્યું છે કે, તેમના નેતૃત્વમાં જ ભાજપ લોકસભા ચૂંટણી 2014માં મોટી સફળતાં હાસલ કરી શકે છે.

વધુ વાંચવા અહીં ક્લિક કરો...

PM પદ માટે લોકોની પહેલી પસંદ નરેન્દ્ર મોદી

PM પદ માટે લોકોની પહેલી પસંદ નરેન્દ્ર મોદી

લોકસભા ચૂંટણી 2014માં યોજાવાને બદલે અત્યારે યોજાઇ જાય તો કોંગ્રેસના મુકાબલે ભાજપને સુપરહિટ ફાયદો થાય તેમ છે. આ માટેના કારણોમાં મોંઘવારી, ભ્રષ્‍ટાચાર અને સુસ્‍ત અર્થવ્‍યવસ્‍થાથી પેદા થયેલી સત્તા વિરોધી લહેર (એન્‍ટીઇન્‍કમબન્‍સી) છે જયારે બીજું કારણ મોદીની વધતી લોકપ્રિયતા છે.

વધુ વાંચવા અહીં ક્લિક કરો...

English summary
Chetan Bhagat's survey shows NaMo way ahead, Pappu trailing behind, Narendra Modi 86%; Rahul Gandhi 14%.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X