For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

merry christmas 2018: જાણો, ક્રિસમસ ટ્રીનો ઈતિહાસ, વાંચો કેટલીક રોચક વાતો

merry christmas 2018: જાણો, ક્રિસમસ ટ્રીનો ઈતિહાસ

By Desk
|
Google Oneindia Gujarati News

નવી દિલ્હીઃ ક્રિસમસ પર સૌકોઈની ઈચ્છા હોય છે કે તેઓ આને યાદગાર બનાવી શકે એ માટે લોકો આ તહેવાર પર એક-બીજાને ગિફ્ટ આપીને પ્રેમ અને ખુશી વ્યક્ત કરે છે, આ દિવસે ક્રિસમસ ટ્રીને સજાવવાની પ્રથા છે, લોકો પોતાના ઘરમાં પણ અવનવી વસ્તુઓથી ક્રિસમસ ટ્રી સજાવે છે. પરંતુ વિચારવાલાયક વાત એ છે કે આખરે ઈશુના જન્મ પર ક્રિસમસ ટ્રીને કેમ સજાવવામાં આવે છે, શું છે આનું મહત્વ, ચાલો વિસ્તારથી જાણીએ...

ક્રિસમસ ટ્રીનો ઈતિહાસ

ક્રિસમસ ટ્રીનો ઈતિહાસ

જણાવી દઈએ કે ક્રિસમસ વૃક્ષ એક સરુ, બાલસમ અથવા ફરનો છોડ હોય છે જેના પર ક્રિસમસના દિવસે બહુ સજાવટ કરવામાં આવે છે, એવું અનુમાન છે કે આ પ્રથાની શરૂઆત પ્રાચીન કાળમાં મિસ્રવાસિઓ, ચીનીઓ અથવા હિબૂર લોકોએ કરી હતી, આ લોકો આ સદાબહાર વૃક્ષની માળાઓ, પુષ્પહારોને જીવનની નિરંતરતાનું પ્રતિક માને છે. એમનો વિશ્વાસ હતો કે આ વૃક્ષોને ઘરમાં સજાવવાથી ખરાબ આત્મા દૂર રહે છે, ત્યારથી જ આ વૃક્ષ સજાવવાનો રિવાજ બની ગયો છે.

પશ્ચિમ જર્મની

પશ્ચિમ જર્મની

આધુનિક ક્રિસમસ ટ્રીની શરૂઆત પશ્ચિમ જર્મનીમાં થઈ, કહેવામાં આવે છે કે મધ્યકાળમાં એક લોકપ્રિય નાટકના મંચન દરમિયાન સરુના છોડનો ઉપયોગ કરવામાં આવ્યો જેના પર સફરજન લટકાવવામાં આવ્યાં હતાં. આ વૃક્ષને સ્વર્ગ વૃક્ષનું પ્રતિક દેખાડવામાં આવ્યું હતું, જે બાદ જર્મનીના લોકોએ 24 ડિસેમ્બર સરૂના ઝાડથી પોતાના ઘરની સજાવટ કરવાની શરૂઆત કરી.

પ્રિંસ અલબર્ટ

પ્રિંસ અલબર્ટ

આમતો ઈંગ્લેન્ડમાં પ્રિંસ અલબર્ટે 1841 ઈ.સ.માં વિડસર કૈસલમાં પહેલું ક્રિસમસ ટ્રી લગાવવામાં આવ્યું હતું તો અમેરિકાના પેનિસિલ્વાનિયામાં સૌથી પહેલા ક્રિસમસ ટ્રીની પરંપરા શરૂ થઈ. કુલ મળીને સારાંશ એટલો જ કે ક્રિસમસ ટ્રીને પ્રેમ, પવિત્રતા, ખુશી અને ભગવાનનું પ્રતિક માનવામાં આવે છે, જે સજાવીને લોકો પ્રભુ પ્રત્યે પોતાની ખુશીઓ વ્યક્ત કરે છે.

ઘર પર ક્રિસમસ ટ્રી લગાવવાથી દૂર થાય છે આ વાસ્તુ દોષઘર પર ક્રિસમસ ટ્રી લગાવવાથી દૂર થાય છે આ વાસ્તુ દોષ

English summary
Christmas , the festival of food, fun and family, is celebrated on December 25 every year. Here Are Some Interesting Facts You Need To Know About Christmas Tree
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X