કોરોના વાયરસઃ સેક્સ અને માસ્ટરબેશન માટે જારી થઈ ગાઈડલાઈન, જાણો શું કહ્યુ
આખી દુનિયા અત્યારે કોરોના વાયરસ મહામારીના સંક્રમણથી ચિંતામાં છે. દરેક દેશ પોતાના નાગરિકોની સુરક્ષા માટે દિશાનિર્દેશ જારી કરી રહ્યુ છે. સોશિયલ ડિસ્ટંસીંગથી લઈને લૉકડાઉન અને કર્ફ્યુ પણ લગાવી દેવામાં આવ્યુ છે. કોરોના વાયરસથી સંક્રમિત વ્યક્તિ પોતાની આસપાના લોકોમાં પણ સંક્રમણ ફેલાવી શકે છે.

સેક્સ અને માસ્ટરબેશન સાથે જોડાયેલ ગાઈડલાઈન
ઘણા દેશમાં જનજીવન સાથે અર્થવ્યવસ્થા સંપૂર્ણપણે ઠપ્પ થઈ ચૂકી છે. કોરોના વાયરસથી બચવાનો સૌથી સારો ઉપાય બતાવવામાં આવ્યો છે ખુદને ઘરે રાખવા અને સુરક્ષિત રહેવુ. કોરોના મહામારી વચ્ચે એક દેશ એવો પણ છે જેણે પોતાના દેશની જનતાની સુરક્ષા માટે સેક્સ અને માસ્ટરબેશન સાથે જોડાયેલ ગાઈડલાઈન પણ જારી કરી છે. આવો જાણીએ આમાં કયા પ્રકારના નિર્દેશ આપવામાં આવ્યા છે.

આયરલેન્ડે જારી કર્યા દિશાનિર્દેશ
દરેક દેશ પોતપોતાનીરીતે દેશની જનતાને કોરોનાથી બચાવવાનો પ્રયત્ન કરી રહી છે. આ જાનલેવા વાયરસના સંક્રમણથી થતા મોતનો ગ્રાફ આખી દુનિયામાં વધી રહ્યો છે. આ દરમિયાન આયરલેન્ડની સરકારે પોતાની જનતા માટે સેક્સ અને માસ્ટરબેશન સાથે જોડાયેલા દિશા નિર્દેશ જારી કર્યા છે જેથી તે સુરક્ષિત રહીને આ સુખ મેળવી શકે.

ગાઈડલાઈનમાં આ વાતોનો ઉલ્લેખ
આમાં કહેવામાં આવ્યુ છે કે લોકોએ ત્યારે જ શારીરિક સંબંધ બનાવવો જોઈએ જ્રાયે તેમને પોતાના પાર્ટનરમાં કોરોના વાયરસના લક્ષણ જોવા ન મળે. બહારથી કોઈને પણ કિસ ન કરવી. શારીરિક સંબંધ બનાવવા દરમિયાન સાફ સફાઈનુ ધ્યાન રાખવુ.

દિશાનિર્દેશમાં આપ્યા સેફ સેક્સના વિકલ્પ
આયરલેન્ડમાં જારી કરવામાં આવેલ નિર્દેશોમાં ફિઝિકલ સંબંધ બનાવવાથી બ્રેક લેવાનુ કહેવામાં આવ્યુ છે. તમે એના બદલે ઑનલાઈન કે લાઈવ સેક્સનો આનંદ લઈ શકો છો. લોકોને વીડિયો ડેટ, સેક્સટિંગ અને ચેટરૂમનો વિકલ્પ પસંદ કરવા માટે કહેવામાં આવ્યુ છે. ગાઈડલાઈન મુજબ જો તમે પોતાના માસ્ટરબેશન સમયે પોતાના હાથ/ટૉયઝ સારી રીતે સાફ કરીને ઉપયોગમાં લેશો તો કોરોના સંક્રમણ નહિ થાય. માસ્ટરબેશન પહેલા અને બાદમાં 20 મિનિટ સુધી પોતાના હાથને પાણી અને સાબુથી જરૂર ધોવા.
આ પણ વાંચોઃ મેકઅપ સેક્સ છે પતિ-પત્ની વચ્ચેના ઝઘડાના નિરાકરણની બેસ્ટ રીત, જાણો કેવી રીતે