મહિલાઓની તુલનામાં પુરુષો માટે વધુ ખતરનાક છે કોરોના વાયરસ, જાણો કારણ
ચીનના વુહાન શહેરથી નીકળેલ કોરોના વાયરસ હવે આખી દુનિયાને ચપેટમાં લઈ ચૂક્યો છે. આ વૈશ્વિક મહામારીથી અત્યાર સુધી દુનિયાભમાં લગભગ 24 લાખથી વધુ લોકો સંક્રમિત થઈ ચૂક્યા છે. નવાઈની વાત એ છે કે કોરોના વાયરસનુ સંક્રમણ મહિલાઓના મુકાબલે પુરુષોમાં વધુ જોવા મળ્યુ છે પરંતુ આવુ કેમ? આ સવાલના જવાબ માટે દેશ-દુનિયાના વૈજ્ઞાનિક અને ડૉક્ટર્સમાં અલગ અલગ મંતવ્યો છે. હાલમાં જ વૈજ્ઞાનિકોએ ઘણા દેશના સંક્રમિત લોકો પર અધ્યયન કર્યુ જેમાં આ ચોંકાવનારો રિપોર્ટ સામે આવ્યો છે.

પુરુષો માટે ઘાતક છે કોરોના વાયરસ
મીડિયા રિપોર્ટ્સ અનુસાર વૈજ્ઞાનિકોએ ઈટલી, ચીન, ફ્રાંસ, જર્મની, ઈરાન અને સાઉથ કોરિયાના જે 88 હજાર સંક્રમિતો પર રિસર્ચ કર્યુ તેમાં માલુમ પડ્યુ કે તેમાંથી 2.8 ટકા પુરુષો અને 1.7 ટકા મહિલાઓના મોત કોરોના વાયરસથી થયા છે. જ્યારે આમાંથી 2 ટકા બાળકોએ મહામારીથી દમ તોડ્યો. મોતના આ આંકડાએ વૈજ્ઞાનિકોને વિચારવા પર મજબૂર કરી દીધા છે.

મહિલાઓમાં સંક્રમણથી મોતનુ જોખમ ઓછુ
કોરાના વાયરસથી દુનિયાભરમાં અત્યાર સુધી લગભગ 33 લાખથી વધુ લોકો સંક્રમિત છે, મોતનો આંકડો પણ સતત વધી રહ્યો છે. મહિલાઓ અને પુરુષોમાં કોરોના વાયરસના અલગ અલગ પ્રતિક્રિયા પર ઈટલીના નેશનલ હેલ્થ ઈન્સ્ટીટ્યુટે કહ્યુ કે દેશમાં કુલ સંક્રમિત 60 ટકા સંખ્યા પુરુષોની છે. વળી, કોરોના વાયરસના મૃતકો 70 ટકા પુરુષો છે. વૃદ્ધો માટે આ વાયરસ બહુ જ ખતરનાક છે જેમને પહેલેથી હાઈપર ટેન્શન અને હ્રદયની બિમારી છે.

સાઉથ કોરિયા અને ચીનમાં પણ આ જ સ્થિતિ
કંઈક આવી જ સ્થિતિ સાઉથ કોરિયાના લોકોમાં પણ છે. અહીં સંક્રમણથી મરનાર 54 ટકા પુરુષો જ હતા. ચીનમાં પણ કોરોના પૉઝિટીવ મળેલા 68 ટકા પુરુષો છે અને મોતના કેસમાં પણ પુરુષોની સંખ્યા મહિલાઓથી વધુ છે. અહીં પુરુષોમાં સંક્રમણ ફેલાવાની સરેરાશ 3 અને 2 છે. ઈરાનમાં સંક્રમિત દર્દીઓમાં 64 ટકા પુરુષો છે.

મહિલાઓ અને પુરુષોના રંગસૂત્રોની પણ થાય છે અસર
મહિલાઓ અને પુરુષોના શરીરનુ અધ્યયન કરનાર અને ‘ધ બેટર હાફઃ ઑન ધ જેનેટિક સુપીરિયારિટી ઑફ વિમેન'ના લેખક ડૉ. શેરોન મોલેમે આ અંગે અમુક રોચક હકીકતો જણાવી છે. તેમણે કહ્યુ, મહિલાઓમાં X ગુણસૂત્ર હોય છે જ્યારે પુરુષોમાં એક X અને એક Y ગુણસૂત્ર હોય છે. એક્સ ગુણસૂત્ર જીવિત રહેવા માટે જરૂરી હોય છે અને તેમાં માથા સાથે સંબંધિત મહત્વપૂર્ણ જીન્સ હોય છે. બીજી તરફ વાય ક્રોમોઝોમ માત્ર પુરુષોમાં મળે છે અને જીવિત રહેવા માટે તે મહત્વપૂર્ણ નથી. પુરુષ આના કારણે જૈવિક રીતે વધુ નાજુક હોય છે.

મહિલાઓમાં સંક્રમણ સામે લડવાની ક્ષમતા વધુ
વ્હાઈટ હાઉસમાં કોરોના વાયરસ રિસ્પોન્સ કોઑર્ડિનેટર ડૉ.ડેબ્રોહ બ્રિક્સનુ આના પર અલગ મંતવ્ય છે. તેમણે કહ્યુ કે સંક્રમણની અસર બધાના પર હોય છે. જો કે જેમનુ શરીર બિમારીઓ સામે લડવામાં નબળુ હોય તેના પર આની જલ્દી અસર થાય છે. પુરુષ, મહિલાઓ અને બાળકોના મુકાબલે વધુ સિગરેટ, દારુ અને નશાનુ સેવન કરે છે જેનાથી તેમની રોગપ્રતિકારક શક્તિ નબળી પડી જાય છે. જે કોઈ પણ વાયરસને ઝડપથી પ્રભાવિત કરવા માટે મદદગાર સાબિત થાય છે.

મહિલાઓમાં પુરુષોથી અલગ પ્રતિરક્ષા પ્રતિક્રિયાઓ
યુનિવર્સિટી ઑફ ઈસ્ટ એંગલિયાના પ્રોફેસર પૉલ હંટરની માનીએ તો મહિલાઓ અને પુરુષોની આંતરિક પ્રતિરક્ષા પ્રતિક્રિયાઓ અલગ અલગ હોય છે. મહિલાઓને ઑટો-ઈમ્યુન ડિસીઝ(પ્રતિરક્ષા તંત્રના અતિ સક્રિય હોવાના કારણે થતી બિમારીઓ) હોવાનુ વધુ જોખમ હોય છે. જ્યારે પુરુષોમાં આ જોખમ ઓછુ હોય છે. વળી, મહિલાઓ ફ્લુની વેક્સીન માટે સારા એંટાબૉડીનુ ઉત્પાદન કરે છે. રિપોર્ટ અનુસાર કોરોના વાયરસથી સૌથી વધુ જોખમ વૃદ્ધોને છે.
આ પણ વાંચોઃ મોબ લિંચિંગનો શિકાર થવાથી માંડ માંડ બચી હતી મહાભારતની ‘દ્રૌપદી'