
Covid Vaccination: પુરુષોની પ્રજનન ક્ષમતા પર અસર કરી શકે છે આ વેક્સીન, જાણો શું કહે છે આ સ્ટડી
કોરોના વાયરસના ઈલાજથી લઈને સાઈડ ઈફેક્ટ્સ વિશે રોજે રોજ સોશિયલ મીડિયા પર વિવિધ પ્રકારની અફવાઓ સાંભળવા મળે છે. હાલમાં જ આવેલા અમુક મીડિયા રિપોર્ટસમાં દાવો કરવાાં આવ્યો છે કે વેક્સીનનો ડોઝ પુરુષોના સ્પર્મને ઈફેક્ટ કરે છે. કોરોના વાયરસ વેક્સીન વિશે અમુક રિપોર્ટસમાં કહેવામાં આવી રહ્યુ છે કે રસીકરણ લોકોના સ્પર્મ પર ઈફેક્ટ કરે છે. વેક્સીનનો ડોઝ વ્યક્તિના સ્પર્મ કાઉન્ટને ઘટાડી દે છે. આ વિશે હાલમાં જ અમુક વૈજ્ઞાનિકોએ સંશોધન કર્યુ છે.
43 લોકોના સ્પર્મ પર કરવામાં આવ્યુ સંશોધન
કોરોના વેક્સીન દ્વારા સ્પર્મ ઈફેક્ટ વિશે ઈઝરાયેલના સંશોધનકર્તાઓએ સ્ટડી કર્યો છે જેમાં સ્પષ્ટ રીતે કહેવામાં આવ્યુ છે કે ફાઈઝર વેક્સીન સ્પર્મને કોઈ રીતે ડેમેજ નથી કરતી અને BioNTech SE શરીરમાં હાજર શુક્રાણુઓને નુકશાન નથી કરતા. આ મામલાની ચોક્કસ માહિતી એકઠી કરવા માટે વૈજ્ઞાનિકોએ લગભગ 43 પુરુષોના સ્પર્મ કલેક્ટ કર્યા છે. આ એ પુરુષો હતા જેમને ફાઈઝરની વેક્સીનનો ડોઝ લગાવવામાં આવી ચૂક્યો હતો.
જો ઘરમાં હોય કોરોના દર્દી, તો આ રીતે ખુદને સંક્રમણથી બચાવો
સ્પર્મમાં ન દેખાયો કોઈ ફેરફાર
સંશોધનકર્તાઓઓ વોલિંટિયર્સને વેક્સીનનો ડોઝ અપાયાના એક મહિના પછી તેમના સ્પર્મ સેમ્પલ લીધા હતા. બાદમાં સ્ટડીમાં એ વાત સામે આવી કે વેક્સીનથી વૉલંટિયર્સના સ્પર્મમાં કોઈ પ્રકારનો ફેરફાર જોવા મળ્યો નહિ. સંશોધનમાં જોવા મળ્યુ કે વેક્સીનનો શુક્રાણુ માપદંડોમાં કોઈ રીતનો ફેરફાર નથી મળ્યો. સંશોધનમાં વૉલંટિયર્સની સ્પર્મ વૉલ્યુમથી લઈને કૉન્સેનટ્રેશન અને મોર્ટિલિટીમાં કોઈ રીતની કોઈ ઈફેક્ટ જોવા મળી નથી. સ્પર્મને લઈને કરેલા અધ્યયન વિશે સંશોધનકર્તાઓએ હાલમાં જ માહિતી આપી છે.