For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

એવા ગેજેટ જે સૂર્યપ્રકાશથી થાય છે ચાર્જ!

|
Google Oneindia Gujarati News

આવનારા સમયમાં ઊર્જાની ઊણપને પરિપૂર્ણ કરવા માટે સોલર પેનલ એક મહત્વની ભૂમિકા નિભાવશે. ભવિષ્યમાં સોલર પેનલનો પ્રયોગ રોજીંદા જીવનમાં ઉપયોગ થનારા ગેજેટમાં પણ કરવામાં કરવામાં આવશે. આજે અમે આપને કેટલાંક એવા ગેજેટ અંગે જણાવીશું જે વીજળી વગર સૂર્યપ્રકાશથી કામ કરે છે.

આ સૌરઊર્જાથી ચાલતા સોલર પાવર પ્લેન, સોલર પાવર સ્કૂટર જેવા શાનદાર અને અદભૂત ગેજેટને જોઇને તેને વસાવવાનું મન થઇ જશે. જુઓ સૌલર ઊર્જાથી ચાલતા ગેજેટ્સ...

દુનિયાનું સૌથી નાનું સોલર પાવર મૂવી થિયેટર

દુનિયાનું સૌથી નાનું સોલર પાવર મૂવી થિયેટર

ઇંગ્લેન્ડનું સોલ સિનેમા સૌથી નાનું સોલર પાવર મૂવી થિયેટર છે. જેમાં 100 ટકા સોલર એનર્જીનો ઉપયોગ કરવામાં આવે છે.

સોલર પાવર પ્લેન

સોલર પાવર પ્લેન

નાસા ડ્રાયડેન ફ્લાઇટ રિસર્ચ સેન્ટરમાં આ પ્લેનનું નિર્માણ કરવામાં આવ્યું હતું. આને રિમોટ પાયલોટની મદદથી ઉડાવવામાં આવે છે. જોકે તેમાં વધારે સોલર સેલ લાગેલા હોવાથી તેની સ્પિડ માત્ર 15થી 25 કિલોમીટર પ્રતિકલાક જ હતી.

સોલર પાવર સ્કૂટર

ટૈરી હોમને એક નાવડીમાં કેપટનથી સાધારણ ઇલેક્ટ્રિક સ્કૂટર લઇ જવા માટે ઇનકાર કરી દીધો જેના કારણે ટૈરીએ એક એવું ઇલેક્ટ્રિક સ્કૂટર બનાવ્યું જેને સૂટકેસની જેમ ફોલ્ડ કરી શકાય તેમ હતું. આ સ્કૂટર સોલર અને કાઇનેટિક એનર્જી બંને પ્રકારે ચાર્જ કરી શકાતું હતું.

દુનિયાની સૌથી મોટી સોલર બોટ

દુનિયાની સૌથી મોટી સોલર બોટ

હોંગકોંગની એક ટીમે પ્લાનેટ સોલર નામથી દુનિયાની સૌથી મોટી સોલર પેનલ બોટ બનાવી છે. આ બોટ 102 ફૂટ લાંબી અને 50 ફૂટ પહોંળી છે, આ સંપૂર્ણપણે ઇકો ફ્રેન્ડલી બોટ છે. 27 સપ્ટેમ્બર 2010ના રોજ પ્લાનેટ સોલરે અટલાન્ટિક ઓશન, મિયામી, મનીલા, હોંગકોંગ ઉપરાંત અન્ય ઘણા દેશોની યાત્રા કરી છે. આ યાત્રાને પૂરી કરવામાં 18 મહીનાનો સમય લાગ્યો હતો.

સોલર પાવર બિકીની

સોલર પાવર બિકીની

જો આપ ફરવા માટે દરિયા કિનારે જવા માગો છો અને સાથે એમપી3 અને ફોનનો પણ આનંદ માણવા માગો છો તો તમે કોઇપણ મુંજવણ કર્યા વગર કરી શકો છો, કારણ કે બજારમાં એવી ખાસ બિકીની આવી ગઇ છે જે એમપી3 અને ફોન જેવા ડિવાઇસને ચાર્જ પણ કરી શકશે અને આપને પસંદ પણ પડશે. આ સોલર બિકીનીમાં યુએસ પોટની પણ સુવિધા આપવામાં આવી છે. આ સોલર પાવર બિકીનીને ન્યૂયોર્ક યુનિવર્સિટીના વિદ્યાર્થી સેનહાઇડરે ડિઝાઇન કરી છે.

સોલર પાવર રેફ્રિજરેટર

સોલર પાવર રેફ્રિજરેટર

નાંબિયાની મિસ ઇમેલીને ફ્રિઝ લેડીના નામે પણ ઓળખવામાં આવે છે, કારણ કે ઇમેલીએ સોલર પાવરથી ચાલતું ફ્રિઝ બનાવ્યું છે. આ ફ્રિઝમાં બે સિલેન્ડર લાગેલા છે. અંદરનું સિલિન્ડર મેટલનું બનેલું છે જ્યારે બાહ્ય સિલિન્ડર લાગડાથી બનાવેલું છે. જ્યારે બાહ્ય સપાટી ગરમ રહે છે તો વચ્ચેની માટીને ભીની કરવાથી તેમાં ભરાયેલું પાણીનું બાષ્પીભવન થઇને બહાર આવવા લાગે છે જેનાથી અંદરનું તાપમાન 6 ડિગ્રી સુધી ઠંડુ થઇ જાય છે.

સોલર પાવર એલસીડી

સોલર પાવર એલસીડી

52 ઇંચની આ એલસીડી ટીવીમાં સોલર પેનલ લાગેલા છે, જે સોલર એનર્જીને ઇલેક્ટ્રિક એનર્જીમાં બદલે છે. આ ટીવીને શોપ ઇલેક્ટ્રોનિક્સે બનાવ્યું હતું.

સોલર પાવર હોલિડે લાઇટ

સોલર પાવર હોલિડે લાઇટ

રજાઓના ગાળામાં આપણે સૌ આપણા ઘરને લાઇટથી સજાવીએ છીએ, પરંતુ વીજળી વગર કોઇ લાઇટને લગાવવાનો ફાયદો નથી, આના માટે સોલર પાવર લાઇટ સૌથી શાનદાર વિકલ્પ છે જે રાતમાં રાતમાં એની જાતે જ ચમકી ઉઠશે.

સોલર પાવર ઇ ટોમ્બ

સોલર પાવર ઇ ટોમ્બ

શું કોઇ મર્યા બાદ પણ સોશિયલ નેટવર્કિંગ કરવા ઇચ્છશે. સોલર પાવર ઇ ટાંબ આવા જ લોકો માટે બનાવવામાં આવેલું સોલર ગેજેટ છે જે કોઇને દફનાવ્યા બાદ તેની ઉપર લગાવી દેવામાં આવે છે. જે સોલર પાવરથી ચાર્જ થાય છે અને બ્યૂટૂથ દ્વારા ફોન સાથે કનેક્ટ રહે છે.

સોલર શાવર

સોલર શાવર

ઠંડીમાં પાણી ગરમ કરવા માટે આપે શોલર પાવર હીટર તો જોયું જ હશે. પરંતુ ગરમીમાં ટાંકીનું પાણી એટલું ગરમ થઇ જાય છે કે તેનાથી નહાવું મુશ્કેલ બની જાય છે, આવામાં સોલર શાવરથી આપ ઠંડા પાણીનો આનંદ ઊઠાવી શકો છો અને તેને સરળતાથી ક્યાંય પણ રાખી શકો છો.

સોલર સ્ટ્રેપ

સોલર સ્ટ્રેપ

જો આપ ટ્રાવેલ ફોટોગ્રાફીમાં રસ ધરાવો છો અને વારંવાર કેમેરાની બેટરીને ચાર્જ કરવાથી કંટાળી ગયા હોવ તો આ શાનદાર સન્ની સ્ટ્રેપ આપની બેટરીને ચાર્જ કરતું રહેશે અને તે તમારા કેમેરાનું ધ્યાન પણ રાખશે એટલે કે આપ કેમેરાને તેની સાથે એટેચ કરીને ગળામાં લટકાવી શકો છો.

સની ચેર

સની ચેર

જોવામાં ભલે આપને આની આકૃતિ વિચિત્ર લાગે પરંતુ આ અદભુત સોલર ચેરમાં આપ આરામ કરી શકો છો પરંતુ રાતમાં આ ચેર આપના ગાર્ડમાં ચાર ચાંદ લગાવી દેશે. દિવસમાં આ ચેર જાતે ચાર્જ થઇ જાય છે અને રાત્રે તેમાં લાગેલા એલઇડી લેમ્પ ચાલુ થઇ જાય છે.

સોલર બેગ

સોલર બેગ

જો આપ તમારી સાથે ટેબલેટ પીસી, આઇપેડ અને સ્માર્ટફોન જેવા ગેજેટ લઇને ફરતા હોવ તો આપને આ અનોખી સોલર બેગ ચોક્કસ પસંદ પડશે. આ બેગની બહારની બાજું સોલર પેનલ લાગેલી છે જે સૂર્યપ્રકાશમાં ચાર્જ થઇ જાય છે અને તેનાથી આપ આપના ફોન અને ટેબલેટને ચાર્જ કરી શકો છો.

ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X