• search
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

DUના મહિલા ટોયલેટમાં કેમરા, વિદ્યાર્થીનીઓના બનાવ્યા MMS!

By Kumar Dushyant
|

નવી દિલ્હી, 4 ઓક્ટોબર: દિલ્હી યુનિવર્સિટીમાં એમએસસી ફાઇનલ વર્ષની વિદ્યાર્થીનો એમએમએસ બનાવવામાં આવ્યા હોવાનો સનસનીખેજ મામલો સામે આવ્યો છે. છોકરીએ આરોપ લગાવ્યો છે કે તે જે બાથરૂમમાં હતી તો તેને શક ગયો કે કોઇ તેનો એમએમએસ બનાવી રહ્યું છે. તેને તાત્કાલિક પોલીસને ફરિયાદ કરી. વિદ્યાર્થીનીએ કેટલાક યુવકો પર શંકા વ્યક્ત કરી છે. પોલીસે આ કેસમાં આઇપીસી કલમ 354 સી હેઠળ કેસ દાખલ કરી લીધો છે અને પૂછપરછ માટે એક યુવકને કસ્ટડીમાં લીધો છે.

મળતી માહિતી મુજબ આ સનસનીખેજ ઘટના દિલ્હી યુનિવર્સિટીના કેમસ્ટ્રી ડિપાર્ટમેન્ટની છે. બપોરે લગભગ 1 વાગે થયેલી આ ઘટના બાદ આખી યુનિવર્સિટીના કેમ્પસમાં હડકંપ મચી ગયો. વિદ્યાર્થી અને વિદ્યાર્થીનીઓ આ મુદ્દે વિરોધ પ્રદર્શન શરૂ કરી દિધું. પોલીસે જણાવ્યું હતું કે એમએસસી રસાયણ શાસ્ત્રના અંતિમ વર્ષની વિદ્યાર્થીનીને શક છે કે વીડિયો ક્લિપ કોઇ પુરૂષ વિદ્યાર્થી દ્વારા તે સમયે બનાવવામાં આવી હતી, જ્યારે તે રસાયણશાસ્ત્ર વિભાગમાં વોશરૂમનો ઉપયોગ કરી રહી હતી. વિદ્યાર્થીનીએ બૂમરાડ કરી ત્યારબાદ યુવક ભાગી ગયો હતો.

વિદ્યાર્થીની દ્વારા બૂમરાડ મચાવવામાં આવતાં ત્યાં અન્ય વિદ્યાર્થીઓ જમા થઇ ગયા હતા. વિદ્યાર્થીનીએ આ મુદ્દે વહિવટીતંત્રને ફરીયાદ કરી હતી. ત્યારબાદ પોલીસમાં ફરિયાદ દાખલ કરાવવામાં આવી હતી. પોલીસના અનુસાર વિદ્યાર્થી જ્યારે વોશરૂમમાં હતી તો તેને જોયું કે તેમાં એક સેલફોન કેમેરો હતો અને અંદરની વસ્તુઓ રેકોર્ડ કરવાનો પ્રયત્ન કરવામાં આવી રહ્યો હતો. પોલીસના જણાવ્યા અનુસાર આ અંગે કેસ દાખલ કરવામાં આવ્યો છે અને કેસની તપાસ કરવામાં આવી રહી છે. અત્રે ઉલ્લેખનીય છે કે દિલ્હીમાં અવારનવાર એમએમએસ બનાવવાના કિસ્સા પ્રકાશમાં આવતાં રહે છે. જો વર્ષ 2011ની વાત કરીએ તો દેશની જાણીતી સંસ્થા જવાહર લાલ નહેરૂમાં એમએમએસ બનાવવાની સનસનીખેજ ઘટના પ્રકાશમાં આવી હતી. આવો તસવીરોમાં જોઇએ આ ઘટનાઓને.

જેએનયૂના વિદ્યાર્થીઓએ બનાવી બ્લ્યૂ ફિલ્મ

જેએનયૂના વિદ્યાર્થીઓએ બનાવી બ્લ્યૂ ફિલ્મ

જેએનયૂના એક કો-હોસ્ટેલ (જ્યાં છોકરા-છોકરી બંને રહે છે)માં ભાષા વિજ્ઞાન સાથે જોડાયેલા કોર્સ કરી રહેલા કેટલાક વિદ્યાર્થી-વિદ્યાર્થીઓએ બ્લૂ ફિલ્મ બનાવી હતી. વિદ્યાર્થીઓમાં એક કોમ્યુટર સાયન્સનો વિદ્યાર્થી પણ સામેલ હતો. આ વિદ્યાર્થી આ ફિલ્મના માધ્યમથી મોટી રકમ કમાઇ ન શક્યો તો તેમનામાં ફૂટ પડી ગઇ. વિદ્યાર્થીઓ વચ્ચે મારપીટ થઇ અને કેસ દબાઇ ગયો, પરંતુ અચાનક એક દિવસ અશ્લીલ વીડિયો બજારમાં આવતાં જેએનયૂના વિદ્યાર્થીઓ, શિક્ષકો અને તંત્રના હોશ ઉડી ગયા. આ કેસ 2011નો છે.

ટોયલેટમાં સ્પાઇ કેમેરો

ટોયલેટમાં સ્પાઇ કેમેરો

વર્ષ 2010માં દિલ્હી પોલીસને એક આંતરરાષ્ટ્રીય કોલ સેન્ટરના લેડીઝ ટોયલેટમાંથી કેમેરો મળી આવ્યો. વાત એમ હતી કે અહીં કામ કરનાઅર એક કર્મચારીએ પોતાની જ ઓફિસના લેડીઝ ટોયલેટમાં સ્પાઇ કેમેરો (જાસૂસી કેમેરો) ફિટ કર્યો હતો. એક વ્યક્તિ કેટલાક દિવસોથી કેમેરાના માધ્યમથી રેકોર્ડિંગ કરતો હતો. કોલ સેન્ટરમાં કામ કરનાર છોકરીઓને શંકા ગઇ તો તેમને પોલીસમાં ફરિયાદ નોંધાવી અને પોલીસને ટોયલેટમાંથી કેમેરો મળી આવ્યો.

કપ્લ્સની બ્લૂ ફિલ્મ

કપ્લ્સની બ્લૂ ફિલ્મ

દિલ્હી મેટ્રો રેલ અને સ્ટેશનો પર લગાવવામાં આવેલા કેમેરાઓ દ્વારા અશ્લીલ એમએમએસ બનાવવામાં આવી રહ્યાં છે અને તેમને પોર્ન વેબસાઇટ પર અપલોડ કરવામાં આવી રહ્યાં છે. જે અંગે જાણકારી મળી છે તે મુજબ અત્યાર સુધી 250 અશ્લીલ એમએમએસ લગભગ 13 પોર્ન સાઇટો અને અન્ય સાઇટો પર અપલોડ કરવામાં આવ્યાં છે.

ગર્લ્સ હોસ્ટલના બાથરૂમમાં સીસીટીવી કેમેરા

ગર્લ્સ હોસ્ટલના બાથરૂમમાં સીસીટીવી કેમેરા

રાજસ્થાનના ભરતપુરમાં જવાહર નગરના જય સાંઇનાથ ખાનગી હોસ્ટેલના બાથરૂમોમાં સીસીટીવી કેમેરા લાગેલા જોવા મળ્યા. આ મામલો 2013 જૂનનો છે. ગર્લ્સ હોસ્ટેલના બાથરૂમમાં સીસીટીવી કેમેરા લાગેલા હોવાની જાણકારી મળતાં ડીએમએ કેસની તપાસ શરૂ કરી દિધી. ડીએમએ હોસ્ટેલમાં છાપેમારી કરી એ વાતનો ખુલાસો કર્યો અને હોસ્ટેલની વોર્ડનને ધરપકડમાં લઇ લીધી.

દિલ્હી મેટ્રોમાં

દિલ્હી મેટ્રોમાં

દિલ્હી મેટ્રોમાં લાગેલા સીસીટીવી કેમેરામાં કેટલાક ગે કપ્લ્સ પણ આપત્તિજનક હરકતોમાં જોવા મળ્યા. ગે કપલ તો ખુલ્લેઆમ આપત્તિજનક હરકતો કરી રહ્યાં હતા. સીસીટીવી કેમેરામાં ગે જોડાની હરકતોને પણ કેદ કરવામાં આવી તેને ઇન્ટરનેટ પર અપલોડ કરવામાં આવ્યા.

English summary
A Delhi University (DU) student allegedly made video footage of a 25-year-old MSc student on Thursday with his mobile phone when she was in the toilet, said police.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Oneindia sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Oneindia website. However, you can change your cookie settings at any time. Learn more