• search
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

મૈં દિલ્લી હૂં...મૈં દિલ્લી હૂં...સરળતાથી હાથ લાગીશ નહી

By Kumar Dushyant
|

[ચૂંટણીના મંડપમાં બેસવા જઇ રહેલે દિલ્હીએ કહ્યું, અંકુર શર્માએ લખ્યું] હું દિલ્હી છું... આજે ફરી એકવાર મારી ગાદીને લઇને મારા-મારી મચેલી છે. હાલના સમીકરણ કહી રહ્યાં છે કે હું ફરી એકવાર ચૂંટણીના રંગમાં રંગાવવા જઇ રહી છું. જો કે મારા રહેવાસીઓ માટે ખૂબ મુશ્કેલ સમય છે, પરંતુ મારી સાથે લગ્ન કરવા માટે તૈયાર ત્રણેય વર (ભાજપ, આપ અને કોંગ્રેસ) ફરીથી મને ચૂંટણી દુલ્હન બનાવવા જઇ રહ્યાં છે.

હું વિચારમાં પડી ગઇ છું. વિચારી રહી છું કે આખરે તે કયું કારણ છે, જેના લીધે ફરીથી બધા વર મારા માટે જાન લાવવા માટે ઉતાવળા છે. ત્રણેય વરને જેટલું જ્ઞાન રાજનીતિશાસ્ત્રનું છે, એટલું જ જ્ઞાન ઇતિહાસનું પણ, કદાચ એટલે જ આ મને મંડપમાં બેસાડવા માંગે છે. જો તમે મારા ઇતિહાસના પાના ઉથલશો તો જોશો કે આજ સુધી ભારત પર તેને લાંબા સમય સુધી શાસન કર્યું છે, જેને મને જીતી છે, મારા સિંહાસન પર કબજો જમાવ્યો છે. ભલે તે મુગલ હોય કે પછી અંગ્રેજ. દરેકની ઇચ્છા મને જીતવાની રહી છે.

હવે આને વહેમ ગણવામાં આવે કે ટોટકો...પરંતુ આથી જ બધા રાજકીય દળોની મંશા હંમેશાથી મારું દિલ જીતવાની રહી છે. જ્યારે-જ્યારે મને લઇને જોડ-તોડની શતરંજ ગોઠવાઇ...ત્યારે-ત્યારે હું મારા વિકરાળ રૂપથી બતાવ્યું છે. કારણ હું દિલ્હી છું...હું દિલ્હી છું... સરળતાથી હાથ આવીશ નહી.

delhi-assembly-elections

મેં જ જલાલુદ્દીનને અકબર બનાવ્યો
મહાભારત કાળથી લઇને બ્રિટીશ યુગ સુધી હું દેશના દરેક સંઘર્ષને ખૂબ નજીકથી જોયો છે, એટલા માટે મારું દિલ એ જાણવા માંગે છે મારા પર રાજ કરનારાઓને ખરેખરમાં પહેલાં મારા શહેરના લોકોનું દિલ જીતવું પડશે. મેં જ જલાલુદ્દીનને અકબર બનાવ્યો અને મેં લોકોને દરેક ધર્મ પ્રત્યે સજદા કરતાં શિખવાડ્યું.

એટલા માટે હું જ શાહી પરિવારોની પ્રેમિકા છું અને હું જ મોહબ્બત. એટલા માટે દરેક મને જીતવા માંગે છે, પરંતુ હું દિલ્હી છું...હું દિલ્હી છું...સરળતાથી હાથ લાગીશ નહી.

કમળ, પંજો અને ઝાડું રાજવંશ
મને લાગે છે કે આ બધી વાતોને ધ્યાનમાં રખતાં કદાચ કમળના રાજા (ભાજપ), જેનું કદ ગત સ્વયંવરમાં સૌથી ઉંચો હતો, આજે સૌથી આગળ બૂમો પાડી પાડીને કહી રહી છે કે સ્વયંવર રચાવો- સ્વયંવર રચાવો. કારણ કે તેમને ખબર છે કે જીતનો સિલસિલો (2015ની બિહાર ચૂંટણી, 2017માં ઉત્તર પ્રદેશની ચૂંટણી) ત્યારે આગળ વધશે જ્યારે મારા સિંહાસન પર તેમને જગ્યા મળશે. કમળ રાજવંશ એ પણ જાણે છે કે આખા ભારતને વિકાસના પથ પર લાવવા માટે 2020 સુધીનો સમય જોઇએ, જો કે મારા વિના સંભવ નથી. એટલા માટે જ કમળ રાજવંશની પુરજોશ પ્રયત્ન છે, કે તે મને ઇમ્પ્રેસ કરે. ભલે જ તેનો ભગવો રંગ દેશના ઘણા સામ્રાજ્યોંમાં ફેલાવી ચૂકી છે, પરંતુ દિલ્હીની દુલ્હનનું દિલ તેને જીતવાનું હજુ બાકી છે.

દિલ્હીની દુલ્હનનું જીત જીતવાનું હજુ બાકી છે
રહી વાત ઝાડુની, તો કદાચ મારા ઘરવાળા (દિલ્હીવાસી) હવે તેમના વાયદાઓ પર વિશ્વાસ કરવાના નથી. પરંતુ બની શકે કે ઝાડુની સફાઇ તેમને ફરીથી માફક આવી જાય. એટલા માટે ઝાડુ રાજવંશ (આમ આદમી પાર્ટી) પણ મને ફરીથી મંડપ (ચૂંટણી)માં જોવા માંગી રહી છે. તો બીજી તરફ મારો જૂનો રખવાળો (કોંગ્રેસ), જેના હાથો (પંજા)માં હું એક દાયકા સુધી રહી, હવે કદાચ પોતાની ભૂલોથી પાઠ શીખી ચૂકી છે. અને તેને લાગે છે કે તે ફરીથી મને ઇમ્પ્રેસ કરી લેશે. એટલા માટે તે પણ ફરીથી મને પોતાની મહેબૂબા બનાવવાની ચાહત માટે ગલી-ગલી ફરે છે. પરંતુ હું તેમને પણ જણાવવા માંગું છું કે હું દિલ્હી છું...હું દિલ્હી છું...સરળતાથી હાથ લાગીશ નહી...!

નોટ- '' મૈં દિલ્હી હૂં, મૈં દિલ્હી હૂં'' શીર્ષક બીઆર ચોપડાની ધારાવાહિક મૈં દિલ્હી હૂંથી પ્રેરિત છું.

lok-sabha-home

English summary
Delhi Lt Governor Najeeb Jung said that all parties want fresh polls in Delhi, but no one ready to form government. To find the answer just go behind into the history. 

For Breaking News from Gujarati Oneindia
Get instant news updates throughout the day.

Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Oneindia sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Oneindia website. However, you can change your cookie settings at any time. Learn more