For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

ભારતમાં Android Phonesને ડરાવી રહ્યો છે Dendroid વાયરસ

By Kumar Dushyant
|
Google Oneindia Gujarati News

ભારતમાં એન્ડ્રોઇડ સ્માર્ટફોનનો ઉપયોગ કરનારાઓને સાવધાન થવાની જરૂરિયાત છે. સાઇબર સિક્યોરિટીના જાણકારે એન્ડ્રોઇડ ફોનનો ઉપયોગ કરનારાઓને આ વાત માટે એલર્ટ કરી છે દિધા છે કે ડેન્ડ્રોઇડ નામના એક વાઇરસથી સચેત રહે. આ વાઇરસના ઇંફેક્શનથી તમારો ફોન ખતરામાં પડી શકે છે.

સાઇબર કેસના વિશેષજ્ઞોના જણાવ્યા અનુસાર વાયરસ ટ્રોજન ફેમિલીનું છે જેના એકવાર સક્રિય થતાં જ વ્યક્તિગત રીતે તેનો ઉપયોગ કરવામાં આવતો એન્ડ્રોઇડ ફોનનો કન્ટ્રોલ અને નિર્દેશ બદલવાની ક્ષમતા ધરાવે છે.

એટલું જ નહી મોબાઇલ પર કરવામાં આવતી મેસેજની આપ-લેને પ્રભાવિત કરી શકે છે. ટ્રોજન ફેમિલીના આ વાઇરસને ડેન્ડ્રોઇડ નામ આપવામાં આવ્યું છે. તેનો ઉપયોગ એન્ડ્રોઇડ સ્માર્ટફોનને પ્રભાવિત કરવા માટે કરવામાં આવ્યો છે. આ અંગે ભારતની કોમ્પ્યુટર ઇમરજન્સી રિસ્પોન્સ ટીમ (સર્ટ) દ્વારા એન્ડ્રોઇડ સ્માર્ટફોનના વપરાશકર્તાઓ માટે એડવાઇઝરી જાહેર કરવામાં આવી છે.

આ એડવાઇઝરીના અનુસાર તેનું નિર્માણ કોઇ પણ ક્લીન એન્ડ્રોઇડ એપ્લિકેશન પેકેજ (એપીકે) દ્વારા આપવામાં આવતી જરૂરી પરવાનગીમાં પરિવર્તન કરી તેને ડેન્ડ્રોઇડ રેટમાં ફેરવવા માટે કરવામાં આવે છે ત્યારબાદ ઇંફેક્ટેડ ડિવાઇસના સિસ્ટમની પરવાનગી મળી જાય છે.

સર્ટ એક નોડલ એજન્સી છે જેનું કામ હેકિંગ, ફિશિંગનો સામનો કરવા ઉપરાંત ભારતીય ઇન્ટરનેટ ડોમેનની સિક્યોરિટી સિસ્ટમને કડક બનાવવાનું છે. સાઇબર સુરક્ષાના જાણકારોનું કહેવું છે કે આ વાઇરસ પોતાનો બચાવ કરવામાં સક્ષમ છે કારણ કે તેનું નામ એન્ડ્રોઇડ સાથે ભળતું છે.

સર્ટના અનુસાર આ એપ્લિકેશને ઇન્સ્ટોલ કરતાં જ દૂર બેસેલો હુમલાખોર સંપૂર્ણ રીતે તમારા સ્માર્ટફોન પર કબજો જમાવી લે છે તેને પોતાના કાબૂમાં લઇ લે છે. જ્યાં સુધી તેના ખતરનાક વાઇરસના કારનામાનો સવાલ છે, તો તે ઘણા પ્રકારે દુર્ભાવનાપૂર્ણ કામોને અંજામ આપી છે. એડવાઇઝરીના અનુસાર 'આ કમાન્ડમાં પરિવર્તન કરવાથી લઇને સર્વર પર કાબૂ કરી શકે છે.

કેટલો ખતરનાક છે આ વાઇરસ

કેટલો ખતરનાક છે આ વાઇરસ

સાઇબર સુરક્ષાના જાણકારોનું કહેવું છે કે આ વાઇરસ પોતાનો બચાવ કરવામાં સક્ષમ છે કારણ કે તેનું નામ એન્ડ્રોઇડ સાથે ભળતું છે.

કેટલો ખતરનાક છે આ વાઇરસ

કેટલો ખતરનાક છે આ વાઇરસ

ટ્રોજન ફેમિલીનો આ વાઇરસ એન્ડ્રોઇડ ડિવાઇસના કન્ટ્રોલ સર્વર અને કમાન્ડને બદલી લેશે. અને તમારા આઉટ ગોઇંગ અને ઇનકમિંગ મેસેજને પણ અસર પહોંચાડી શકે છે.

કેટલો ખતરનાક છે આ વાઇરસ

કેટલો ખતરનાક છે આ વાઇરસ

આ વાઇરસ કોલ ડિલેલ્સને ડીલિટ કરવી, વેબ પેજ ખોલવા, કોઇપણ નંબરને ડાયલ કરવો, વાતચીત રેકોર્ડ કરવી, ઇમેજ તથા વીડિયોને અપલોડ કરવાની સાથે કોઇપણ એપ્લિકેશનને ખોલવાની ક્ષમતા ધરાવે છે. આ વાઇરસને એક હુમલો કરનાર ટૂલકિટ તરીકે વર્ગીકૃત કરવામાં આવ્યો છે.

કેટલો ખતરનાક છે આ વાઇરસ

કેટલો ખતરનાક છે આ વાઇરસ

રિપોર્ટ અનુસાર ડેન્ડ્રોઇડ વાયરસ એક ટ્રોજૈનિસ્ડ એપ્લિકેશન ક્રિયેટ કરે છે અને આ એપ્લિકેશન તમારા સ્માર્ટફોન પર એટેક કરે છે.

કેટલો ખતરનાક છે આ વાઇરસ

કેટલો ખતરનાક છે આ વાઇરસ

ભારતીય સાઇબર સિક્યુરિટીએ જણાવ્યું હતું કે એન્ડ્રોઇડ ફોનની એપ્લિકેશનને 'ડેન્ડ્રોઇડ'નામનો વાઇરસ કરપ્ટ કરી શકે છે. આ વાઇરસથી તમારા ડિવાઇસ અને ડેટાને કરપ્ટ કરી દેશે.

કેટલો ખતરનાક છે આ વાઇરસ

કેટલો ખતરનાક છે આ વાઇરસ

આ વાઇરસ તમારી કોલ લોગને ડીલેટ કરી શકે છે.

કેટલો ખતરનાક છે આ વાઇરસ

કેટલો ખતરનાક છે આ વાઇરસ

કોઇપણ નંબર આપમેળે ડાયલ કરી શકે છે.

કેટલો ખતરનાક છે આ વાઇરસ

કેટલો ખતરનાક છે આ વાઇરસ

આ વાઇરસ મેસેજ બ્લોક કરી શકે છે.

કેટલો ખતરનાક છે આ વાઇરસ

કેટલો ખતરનાક છે આ વાઇરસ

આ વાઇરસ ઓટો કોલ રેકોર્ડિંગ કરી શકે છે.

ભારતીય સાઇબર સિક્યુરિટીની સલાહ

ભારતીય સાઇબર સિક્યુરિટીની સલાહ

ડેન્ડ્રોઇડથી બચવા માટે સર્ટે કેટલાક જરૂરી ઉપાયોને ઉપયોગ કરવાની સલાહ આપી છે. ઉપયોગ કરવામાં આવેલી એપ્લિકેશન પર નજર રાખો, વિશ્વાસપાત્ર સાઇટ પરથી એપ્લિકેશન ડાઉનલોડ અથવા ઇન્સ્ટોલ કરો.

English summary
Indian cyber security sleuths have alerted users of Android smartphones about the malicious activities of a tricky virus called 'Dendroid' whose infection could "completely compromise" their personal phone device.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X