ભૂખની કમી, ડાયેરિયા, ઉલ્ટી અને પેટમાં દુઃખાવો પણ હોઈ શકે છે કોરોનાના લક્ષણ
કોરોના વાયરસ અંગે જે નવી શોધ થઈ છે તેનાથી જાણવા મળ્યુ છે કે તે ફેફસા અને તેની સાથે સંબંધિત અંગોને જ નહિ પરંતુ પાચનતંત્ર અને લીવરને પણ નુકશાન પહોંચાડે છે. ઘણા દર્દીઓ પર કરવામાં આવેલા પરીક્ષણોમાં એ વાત પણ સામે આવી છે કે બની શકે છે કે શ્વસન તંત્ર બાદ આ વાયરસ પેટમાં જઈને ઘણા દિવસો સુધી હાજર રહી શકે છે જેના કારણે પેટ સાથે સંબંધિત મુશ્કેલીઓ પેદા થઈ શકે છે જેવી કે ભૂખ ન લાગવી, ડાયેરિયા, ઉલ્ટી કે પેટના દુઃખાવા જેવી મુશ્કેલીઓ. લાંબા સમયે તો તે લીવરને પણ નુકશાન કરી શકે છે.

લીવરને મોટુ નુકશાન કરી શકે છે કોરોના
કોરોના વાયરસ વિશે અત્યાર સુધી એ સમજમાં આવતુ રહ્યુ છે કે આ વાયરસ મૂળ રીતે શ્વસન ક્રિયા સાથે જોડાયેલા અંગોને જ પ્રભાવિત કરે છે. પરંતુ કોવિડ-19ના દર્દીઓનો એક સમૂહમાં ત્રણ મહિના સુધી કરાયેલા એક અભ્યાસ પરથી જાણવા મળ્યુ કે કમસે કમ 10માંથી એક દર્દીમાં પેટ સાથે જોડાયેલી સમસ્યાઓ પેદા થઈ શકે છે. અભ્યાસમાં એ વાત પણ સામે આવી કે કુલ મળીને 15 ટકા દર્દીઓને પેટ સાથે જોડાયેલી સમસ્યાઓ થઈ શકે છે અને 19 ટકા દર્દીઓનુ તો લીવર આ વાયરસ ખરાબ કરી દે છે. રિસર્ચ કહે છે કે 10 દર્દીઓમાં કરોના વાયરસના મૂળ લક્ષણ(ખાંસી, તાવ) ક્યારેય દેખાયા જ નથી પરંતુ બાદમાં તેમાં પેટની સમસ્યાઓ થવી શરૂ થઈ ગઈ. જે દર્દીઓમાં આ લક્ષણ આવ્યા તેમને જોખમ ઘણુ વધી ગયુ અને તેને ગંભીર બિમારીઓ થઈ ગઈ અને પછી એક્યુટ રેસપિરેટરી ડિસ્ટ્રેસ સિંડ્રોમ વિકસિત થવી શરૂ થઈ ગઈ.

પેટમાં લાંબા સમય સુધી જીવિત રહી શકે છે કોરોના
સ્ટડીમાં બતાવવામાં આવ્યુ છે કે જાન્યુઆરીના પહેલા સપ્તાહથી ચીનમાં જે 6500 દર્દીઓ પર આની સાથે જોડાયેલ 35 સ્ટડી કરવામાં આવ્યો તેમાં પાચનતંત્રની ગરબડ ત્યારે સામે આવી જ્યારે તેમાં ભૂખની કમી, ડાયેરિયા, ઉલ્ટી અને પેટના દુઃખાવાના લક્ષણ ઉભરવા શરૂ થઈ ગયા. આ સ્ટડીમાં ચીનના 6 ડૉક્ટરોનો સહયોગ લેવામાં આવ્યો અને આ રિસર્ચ લેનસેટમાં પ્રકાશિત થયુ છે. વળી, કોરોનાના જન્મદાતા ચીનના વુહાન શહેરના બે ગેસ્ટ્રોઈંટેસ્ટાઈનલ ડિસઑર્ડરના બે એક્સપર્ટે કોવિડ-19 વાયરસના મૌખિક-મલથી ફેલાવની પણ ચેતવણી આપી છે. આ અભ્યાસમાં કહેવામાં આવ્યુ છે કે શ્વાસના અંગોમાં આ વાયરસ સરેરાશ 16-17 દિવસ સુધી હાજર રહે છે પરંતુ મલના સેમ્પલમાં આ 28 દિવસ સુધી પૉઝિટીવ મળી આવ્યો છે. એક દર્દીમાં લક્ષણની શરૂઆતના 47 દિવસ બાદ આ સેમ્પલ પૉઝિટીવ આવ્યુ. અમુક કેસમાં અહીં સુધી જોવા મળ્યુ છે કે ફેફસા સાછે જોડાયેલા અંગોના સાફ થયાના 30 દિવસો બાદ પણ વાયરસ મળમાં હાજર રહ્યો જ્યારે આંતરજામાં પણ તેની હાજરી લાંબા સમય સુધી જોવા મળી.

ફેફસા બાદ પેટ પર કોરોના કરે છે એટેક
અમેરિકાના સ્ટેટફોર્ડ મેડિકલ સેન્ટરમાં116 દર્દીના લક્ષણોના વિશ્લેષણ બાદ જોવા મળ્યુ કે કોવિડ-19ના દર્દીના પાચનતંત્ર બગડવાની વાત સાચી છે. લગભગ 32 ટકા દર્દીઓના પાચન તંત્રમાં ગરબડ જોવા મળી જ્યારે 41 ટકામાં લીવરમાં એન્ઝાઈમ્સની માત્રા વધી ગઈ હતી. પરંતુ આ બધા રિસર્ચમાં એક વાત સામાન્ય જોવા મળી કે પેટ ખરાબ થતા પહેલા શ્વાસ સાથે જોડાયેલ લક્ષણ સામે આવી ચૂક્યા હતા અને કોઈ પણ દર્દીમાં શ્વાસ સાથે જોડાયેલા લક્ષણ પાચનતંત્રમાં ગરબડ બાદ ન દેખાયા.
20 લાખ કરોડનું આર્થિક પેકેજઃ ખેડૂતો, મજૂરો માટે નાણામંત્રીએ કરી ખાસ જાહેરાત