For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

શું હનુમાનજીનો એક પુત્ર પણ હતો?

|
Google Oneindia Gujarati News

આ વાત ખરેખરમાં ચોંકવનારી છે. કારણ કે હનુમાનજી એક બ્રહ્મચારી હતા અને તેમણે જીવન ભર લગ્ન નહતા કર્યા. એવામાં શું તેવું બની શકે કે હનુમાનજીને એક પુત્ર પણ હોય!

પણ પૌરાણિક કથા મુજબ કહેવામાં આવ્યું છે કે હનુમાનજીનો એક પુત્ર હતો. અને જે વાતથી હનુમાનજી પોતે પણ અજાણ હતા. વધુમાં તે તેમના આ પુત્રને યુદ્ધભૂમિ પર મળ્યા હતા. સાંભળવામાં અશ્કય લાગતી આ વાતના પાછળ શું કહાની છે તે આજે અમે તમને જણાવાના છીએ.

તો પછી જુઓ આ ફોટો સ્લાઇડર અને જાણઓ હનુમાનજીના પુત્ર વિષે, જે હનુમાનજીની જેમ જ સહાસી, પરાક્રમી અને શૂરવીર હતો...

અલગ અલગ વાર્તા

અલગ અલગ વાર્તા

અલગ અલગ સંસ્કૃતિમાં રામાયણની કથા પ્રચલિત છે. સાથે તે વાત પણ પ્રચલિત છે કે હનુમાનજીનો એક પુત્ર હતો જેનું નામ હતું મકરધ્વજ.

માછલી

માછલી

વાલ્મિકી દ્વારા રસિત રામાયણમાં એક વાર હનુમાનજી નદીમાં નહાવા ગયા. જ્યાં શરીરની ગર્મીના કારણે તેમનો પરસેવો પાણીમાં પડ્યો. જેણે ત્યાં તરતી એક માછલી જેવા જીવે પી લીધો. જેનાથી તેને એક પુત્ર થયો.

રાવણના ભાઇ

રાવણના ભાઇ

જો કે ત્યારબાદ આ બાળક રાવણના ભાઇ અહિરાવણ અને મહિરાવણને નદી કિનારે મળ્યા. આ બાળકનું અડધું શરીર વાનરનું હતું અને અડધું માછલીનું. માટે તેનું નામ આ લોકોએ મકરધ્વજ રાખ્યું.

મકરધ્વજ

મકરધ્વજ

રામાયણ મુજબ જ્યારે અહિરાવણ રામ અને લક્ષ્મણને લઇને પાતળ જતો રહ્યો ત્યારે હનુમાનજી તેને બચાવા ગયા. જ્યાં તેમની મુલાકાત પહેલી વાર મકરધ્વજ જોડે થઇ.

લડાઇ

લડાઇ

અડધા વાનર અને અડધી માછલી જેવા દેખાતા મકરધ્વજે હનુમાનજીને રોક્યા અને તેમની સાથે યુદ્ધ કરવાનું આહવાન કર્યું. ત્યારે તેની શૂરવીરતા જોઇને હનુમાને તેનું નામ પૂછ્યું. ત્યારે મકરધ્વજે કહ્યું કે તે હનુમાનનો પુત્ર છે.

હનુમાનજી

હનુમાનજી

આ સાંભળીને હનુમાનજી સ્તબ્ધ થઇ ગયા. તેમને લાગ્યું કે આ રાવણની કોઇ માયા છે. અને તેમણે મકરધ્વજ જોડે યુદ્ધ કર્યું.

વફાદારી

વફાદારી

જ્યારે તે યુદ્ધ કરતા હતા ત્યારે એક આકાશવાણી થઇ. જે બાદ બન્નેને સમજાયું કે તે પિતા-પુત્ર છે. તેમ છતાં મકરધ્વજને જ્યારે હનુમાનજીએ રામ લક્ષ્મણ ક્યાં છુપાયા છે તે વિષે ના જણાવ્યું અને વફાદારી દેખાડતા એક કોયડો પૂછ્યો. જેનો ઉત્તર હનુમાનજીએ આપ્યો ત્યારે મકરધ્વજે તેને આગળ જવા દીધા.

મચ્છાનુ

મચ્છાનુ

કમ્બોડિયા અને થાઇલેન્ડમાં રામાયણનું જે સંસ્કરણ છે તેમાં કહેવામાં આવ્યું છે કે હનુમાનજીનો મચ્છાનું નામનો પુત્ર હતો. જેનો જન્મ રાવણની એક જલપરી સુવર્ણમચ્છા જોડે આ રીતે હનુમાનજીનો પરસેવો પડવાના કારણે થયો હતો.

પ્રેમ

પ્રેમ

કેટલાક સંસ્કરણોમાં તેવું પણ લખવામાં આવ્યું છે કે લંકા માટે પુલ નિર્માણ કરતી વખતે હનુમાનજીને સુવર્ણમચ્છાથી પ્રેમ થઇ ગયો હતો.

યુદ્ધ

યુદ્ધ

જો કે કમ્બોડિયાના સંસ્કરણો મુજબ મચ્છાનુની મુલાકાત હનુમાનજી જોડે રામ-રાવણના યુદ્ધમાં થઇ હતી. બન્ને વચ્ચે ભીષણ યુદ્ધ થયું હતું. પણ ત્યારબાદ એક આકાશવાણી થઇ જેમાં હનુમાનજીને કહેવામાં આવ્યું કે તે તેના જ પુત્ર જોડે લડી રહ્યા છે. જે બાદ હનુમાનજી તેમના પુત્રને ગળે લગાવ્યો હતો.

English summary
There are are different versions of the story as to how Lord Hanuman's son was conceived and how He met him. But the stories lead to one simple fact that Lord Hanuman did have a son after all.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X