For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

જાણો : ગણપતિ બાપ્પાની લવસ્ટોરી

|
Google Oneindia Gujarati News

ભગવાન ગણેશ જેમનું નામ લેતા જ તમામ તકલીફો દૂર થઇ જાય છે તેવા વિધ્નહર્તાને લગ્ન કરતા મુશ્કેલી પડી હશે? કેવી રહી હશે આપણા ગણપતિ બાપ્પાની લવસ્ટોરી?

આપણે બધા જ જાણીએ છીએ કે ગણેશજીના લગ્ન રિદ્ધિ અને સિદ્ધિ સાથે થયા હતા. પણ શું તમને ખબર છે કે ગજાનંદનો ચહેરો હાથી જેવો હોવાના લીધે તેમની સાથે કોઇ લગ્ન કરવા તૈયાર જ નહતું.

ગણપતિ બાપ્પાની લવલાઇફથી જોડાયેલી આવી જ કેટલીક પૌરાણિક માહિતીઓ જાણવી હોય તો આ સ્લાઇડર જોતા રહો.

લગ્ન કરવા હરિફાઇ

લગ્ન કરવા હરિફાઇ

એક દંતકથા મુજબ શિવ અને પાર્વતીએ તેમના બન્ને પુત્રોને લગ્ન કરવાનું કહ્યું ત્યારે કાર્તિકેય અને ગણપતિ ઝગડાઇ પડ્યા. ત્યારે શિવ-પાર્વતીએ તેમને ધરતીનો ચક્કર લગાવી પાછા આવવાનું કહ્યું. અને જે પહેલું પાછું આવશે તેના પહેલા લગ્ન થશે તેમ નક્કી થયું.

કોણ આવે પહેલા

કોણ આવે પહેલા

આ વાત સાંભળી કાર્તિકેય ભગવાન મોર પર બેસી આખા વિશ્વનું ચક્કર મારવા નીકળી પડ્યા.

મારા માતા પિતા જ મારું સર્વસ્વ

મારા માતા પિતા જ મારું સર્વસ્વ

તો બીજી તરફ ગણપતિએ તેમના માતા-પિતાની આજુબાજુ ચક્કર લાગવી કહ્યું તમે જ મારું વિશ્વ છો. ભગવાન શિવ અને માતા પાર્વતી ગણપતિની આ વાત સાંભળીને ખૂબ જ ખુશ થયા.

નંબર 1 આવ્યા ગણેશજી

નંબર 1 આવ્યા ગણેશજી

આ હરિફાઇમાં ગણપતિ આવ્યા પહેલા. આથી જ ગણપતિજીના લગ્ન પહેલા થયા.

રિદ્ધિ અને સિદ્ધિ સાથે થયા લગ્ન

રિદ્ધિ અને સિદ્ધિ સાથે થયા લગ્ન

પ્રજાપતિ વિશ્વનિર્માતા વિશ્વકર્માની બે પુત્રી રિદ્ધિ અને સિદ્ધિ. જેમની સાથે થયા ગણેશજીના લગ્ન. વિશ્વકર્માએ ભારે ધામધૂમથી ગણપતિ અને રિદ્ધિ સિદ્ધિના લગ્ન કરાવ્યા. ત્યારબાદ આ બન્ને બહેનોને લાભ અને ક્ષેમ નામના પુત્ર પણ થયા.

કાર્તિકેય ભગવાનનું શું થયું?

કાર્તિકેય ભગવાનનું શું થયું?

ભગવાન સુબ્રમણ્યમ એટલે કે ભગવાન કાર્તિકેયે પણ થયા લગ્ન. દીવોસના નામની બે સ્ત્રીઓ સાથે કાર્તિકેયના લગ્ન થયા તેવું સ્કંદ પુરાણમાં લખવામાં આવ્યું છે.

ગણપતિના લગ્ન માટે કોઇ છોકરી નહીં

ગણપતિના લગ્ન માટે કોઇ છોકરી નહીં

ગણપતિ બાપ્પાને પણ શાદીનો લડ્ડુ સરળતાથી નથી મળ્યો. બધાના વિવાહ થતા પણ ગણેશજીના હાથી જેવા ચહેરાના કારણે તેમને કોઇ કન્યા હા ના પાડતી. માટે ગણપતિ જ્યારે જ્યારે કોઇના લગ્ન થાય તે લગ્નમાં બાધા ઉભી કરતા.

દેવતાઓ થયા પરેશાન

દેવતાઓ થયા પરેશાન

ગણેશજી તમામ દેવતાઓના લગ્નમાં અડચણ કરતા જેથી હારી થાકી દેવતાઓ બ્રહ્માજી પાસે ગયા અને બહ્માજીને આ વાતનું નિરાકરણ શોધવા કહ્યું.

ગણેશની પુત્રી સંતોષી

ગણેશની પુત્રી સંતોષી

બ્રહ્માજીએ બે સ્ત્રીઓનું સર્જન કર્યું. જે હતી રિદ્ધિ સિદ્ધિ. તેમના લગ્ન ગણપતિ જોડે થયા. ગણેશજીના આ બન્નેથી બે પુત્ર થયા શુભ અને લાભ. ગણેશજીની એક પુત્રી પણ હતી. જેમનું નામ સંતોષી માતા હતું.

English summary
Siddhi and Riddhi are the wives of Hindu God Ganeshaa. There is an interesting story which narrates how Ganesha got married. Why does Lord Ganesha have two wives
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X