તમામ મુસિબતોથી છુટકારો મેળવવા દિવાળીમાં કરો આ ઉપાય
દિવાળીનું પર્વ માત્ર દીવાઓનો તહેવાર નથી, પરંતુ દિવાળીના તહેવારો આપણને શીખવે છેકે જો મનથી નક્કી કરવામાં આવે તો મોટામાં મોટી મુશ્કેલીઓ પણ પાર પાડી શકાય છે. માટે જ આ દિવાળી પર્વ પર પૂજાની સાથે નિમ્નલિખીત કેટલાક ઉપાયો પણ કરી લેવા જોઇએ જેથી દરેક મુશ્કેલીઓ આસાન થઇ જાય છે.
1). દિવાળીમાં લક્ષ્મી પૂજન કરતી વખતે હળદરની ગાંઠની પણ પૂજા કરો. પૂજન થઇ ગયા બાદ હળદરની ગાંઠને ઘરમાં એ સ્થાને મૂકી દો જ્યાં ધન રાખવામાં આવે છે.
2). દિવાળીના દિવસે જો સંભવ હોય તો કોઇ કિન્નર પાસેથી તેની ખુશીથી એક રૂપિયાનો સિક્કો લો, અને તેને પોતાના પર્સમાં રાખી દો.
3) દિવાળીના દિવસે ઘરમાંથી બહાર નીકળતી વખતે જો તમે કોઇ પરિણીત સ્રીને લાલ રંગના પારંપરિક પરિધાનમાં જુઓ, તો સમજી લ્યો કે તમારા પર ધનવર્ષા થવાની છે. આ એક શુભ શુકન છે, આમ થવા પર કોઇ પરિણીત સ્રીને સુહાગની સામગ્રી દાન કરો.
4) દિવાળીની રાત્રે લક્ષ્મી અને કુબેર ભગવાનનું પૂજન કરો.
વધુ કેટલાક ઉપાયો જાણવા માટે નીચેના સ્લાઇડર્સ પર ક્લીક કરો.

શંખ અને ઘંટડી
દીવાળીમાં લક્ષ્મી પૂજન બાદ ઘરના દરેક રૂમમાં શંખ અને ઘંટડી વગાડવા જોઇએ. જેનાથી ઘરની નકારાત્મક ઉર્જા અને દરિદ્રતા બહાર ચાલી જાય છે. અને માં લક્ષ્મી ઘરમાં આવે છે.

ગોમતી ચક્ર
મહાલક્ષ્મીના પૂજનમાં ગોમતી ચક્ર પણ મૂકવુ જોઇએ. ગોમતી ચક્ર પણ ઘરમાં ધન સંબંધીત લાભ કરાવે છે.

તેલનો દીવો
દીવાળી પર ઘીનો દીવો પ્રગટાવો અને દીવામાં એક લવીંગ મૂકીને હનુમાનજીની આરતી કરો.

શિવલીંગ પર અક્ષત
કોઇ શિવ મંદિરમાં જઇને શિવલીંગ પર અક્ષત અર્પણ કરો. અક્ષત પૂર્ણ હોય તેનું ધ્યાન રાખવુ જોઇએ.

ઘરનો મુખ્ય દરવાજો ખુલ્લો રાખો
જો સંભવ હોય તો દિવાળીની મોડીરાત સુધી ઘરનો મુખ્ય દરવાજો ખુલ્લો રાખો. માનવામાં આવે છેકે રાત્રે મહાલક્ષ્મી પૃથ્વી પર પૂજન કરવા માટે આવે છે.

પીળી કોડી
મહાલક્ષ્મીના પૂજનમાં પીળી કોળીઓ પણ રાખવી જોઇએ. આ કોડીઓ પૂજામાં રાખવાથી માં લક્ષ્મી બહુ જલ્દી પ્રસન્ન થાય છે. આ સાથે જ તમારી ધન સંબંધીત બધી જ મુશ્કલીઓ પૂર્ણ થાય છે.

સાધનોની પૂજા
દીવાળીની રાત્રે લક્ષ્મી પૂજનની સાથે દુકાન, કમ્પ્યુટર વગેરેની પૂજા કરો જે તમારા અર્થ ઉપાજનના સાધનો હોય તેની પણ પૂજા કરો.

કાળા ધાબળાનું દાન
જો સંભવ હોય તો કોઇ ગરીબ વ્યક્તિને કાળા ધાબળાનું દાન કરો. આમ કરવાથી શનિ અને રાહુ-કેતુના દોષ સમાપ્ત થશે.

ઘરમાં શાંતિ રાખો
દિવાળીના નવા દિવસોમાં ઘરમાં શાંતિ રાખો. કલેહ, વાદવિવાદ ટાળો. જ્યાં શાંતિ હોય છે, ત્યાં મહાલક્ષ્મીની કૃપા પણ રહે છે.

વહેલા ઉઠો
દિવાળના દિવસો બ્રહ્મ મુર્હુતમાં ઉઠો. સ્નાન કરતી વખતે ન્હાવાના પાણીમાં કાચુ દુધ અને ગંગાજળ પણ ઉમેરો.

બંને હથેળીના દર્શન
દિવાળીના પર્વથી એક નિયમ રોજનો બનાવી લો. સવારે જ્યારે પણ ઉઠો ત્યારે ઉઠતા પહેલા બંને હથેળીના દર્શન કરો.