• search
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

દિવાળી અમારી નહીં બસ માત્ર તમારી, દિવાળી સાંભળી છે ઉજવી નથી

By Kumar Dushyant
|

નડીયાદ [રાકેશ પંચાલ] પર્વોનો રાજા એટલે દિવાળી. અને જ્યારે લોકો આ સાત દિવસના મહાપર્વમાં વ્યસ્ત હોય છે. ત્યારે સમાજનો એક ભાગ તેમની તરફ મદદનો હાથ મળશે તે આશાએ બેઠો હોય છે. દર વર્ષે પ્રકાશના પર્વને અંધકારના દિવા તળે ઉજવતો આ વર્ગ બારેમાસ પોતાની સમસ્યાઓ સામે ઝઝૂમતો રહે છે. ચોમાસામાં વરસાદ, ગરમીમાં અહસ્ય ઉકળાટને શિયાળામાં કાતિલ ઠંડી અને તેમાં વળી દિવાળીની રોનક આ વર્ગના નસીબમાં જાણે ઈશ્વર ભુલી હોય તેવી દશા આ વર્ગની જોવા મળે છે.

જોકે સમાજનો જાગૃત આ લોકોની દશા અને મજબૂરને સમજે છે. જેથી અમુક એન.જી.ઓ અને અને અમુક જાગૃત વ્યક્તિઓ દર દિવાળીએ આ વર્ગ માટને ખુશી મળે તે માટે સેવાકાર્ય કરે છે. જેમના મંતવ્યોની સાથે આજનો યુવાવર્ગ આ બાબતે કેટલો જાગૃત છે તે સંદર્ભે અનેક લોકો સાથે વાતચીત થઈ તેના આધારે આ લેખ લખાયેલો છે.

દરેક ભારતીયમાં દિવાળી પર્વ અનેરૂ મહત્વ ધરાવે છે. ગુજરાતીઓમાં આ પર્વ સાત દિવસ તો અન્ય રાજ્યોમાં આ પર્વની ઉજવણી એક દિવસની હોય છે. રમા એકાદશીથી શરૂ થતો આ પર્વ લાભપાંચમ સુધી ચાલે છે. જેમાં દિવાળીને રોશની અને પ્રકાશનો ઉત્સવ કહેવાય છે. જે દિવસે ઘેર ઘેર ફટાકડાં ફૂટે, લોકોમાં આનંદની લહેર તેમજ મિત્રો અને પરિવારજનો સાથે સ્નેહ મિલનના દ્રશ્યો સર્જાય. વર્ષના આ સાત દિવસ જાણે કે લોકોના જીવનમાં આનંદ અને ઉત્સાહ જોવા મળે. પરંતુ સમાજમાં એવા પણ લોકો છે જેમના નસીબમાં કુદરતે આ સાત દિવસનું સુખ અને આનંદની લાગણી લખી નથી.

મધ્મયવર્ગ માટે દિવાળી બની ફિક્કી

મધ્મયવર્ગ માટે દિવાળી બની ફિક્કી

વર્તમાન સમયમાં મોંઘવારીને કારણે અનેક ચીજ-વસ્તુઓના ભાવ વધી ગયા છે. જેથી ચાલુ વર્ષે આવકની દ્રષ્ટિએ વેપારીઓની દિવાળીમાં મંદી અને મધ્મયવર્ગ માટે દિવાળી ફિક્કી બની ગઈ છે. પરંતુ સમાજનો એક મોટો ભાગ એવો છે કે જેમના જીવનમાં દિવાળી એ માત્ર શબ્દ છે. જેમની માટે દિવાળી એટલે આકાશમાં ફૂટી રહેલા ફટાકડાં, પરંતુ તેનો કેવો હોય તેનો અનુભવ કર્યો નથી.

શાસ્ત્રોમાં દાનનું અનેરૂ મહત્વ

શાસ્ત્રોમાં દાનનું અનેરૂ મહત્વ

હિન્દુ શાસ્ત્રોમાં દાનનું અનેરૂ મહત્વ છે. અનેક લોકો આ મહત્વ સમજીને પોતાની રીતે દિવાળીમાં ગરીબ બાળકો અને અતિગરીબ પરિવારોના ઘરે મિઠ્ઠાઈ અને દિવાળી માટે જરૂરી ચીજ-વસ્તુઓ આપીને મદદનો હાથ લંબાવે છે.

જ્યોતિષીના મતે

જ્યોતિષીના મતે

નડિયાદના જ્યોતિષી કનુભાઈ શાસ્ત્રીના મતે મારી પરિસ્થિતિ છેલ્લા ચાર વર્ષથી સારી થઈ છે. ઈશ્વરની દયાથી યજમાનની ખોટ નથી. દિલના ખુલ્લે મને એક વખત લાગ્યું કે દિવાળીના દિને ગરીબો માટે સેવાકાર્ય કરવામાં આવે અને આ સેવાકાર્ય વતનથી દૂર કોઈ ધાર્મિક દેવસ્થાને કરવામાં આવે. આ ઈચ્છા વધારે ગાઢ બની અને જે પ્રમાણે છેલ્લા ચાર વર્ષથી હું કોઈ એક ધાર્મિક દેવસ્થાનની પસંદગી કરીને ગરીબ લોકોને જમણ કરાવું છું. આ વખતે અંબાજીની પસંદગી કરી છે.

સ્લમ વિસ્તારમાં દિવાળીની ઉજવણી

સ્લમ વિસ્તારમાં દિવાળીની ઉજવણી

અમદાવાદ શહેરમાં સેવાકાર્ય કરી રહેલું એન.જી.ઓ (ફ્લાઈ હાઈ સ્લમ ફાઉન્ડેશન) ગરીબ પરિવારો અને તેમના બાળકોની આ મુશ્કેલીને સમજીને છેલ્લા ચાર વર્ષથી દિવાળીની ઉજવણી સ્લમ વિસ્તારોમાં કરે છે. ફ્લાય હાઈ સ્લમ ફાઉન્ડેશનનાં પ્રમુખ ચેતન વાઘેલાનાં જણાવ્યા અનુસાર છેલ્લા ચાર વર્ષથી દર વર્ષે દિવાળીના દિવસે શહેરના નિશ્ચિત સ્લમ વિસ્તારમાં તેઓનાં ફાઉન્ડેશન દ્વારા દિવાળીની ઉજવણી નિમિત્તે ફટાકડાં અને અન્ય ચીજ-વસ્તુઓ આપવામાં આવે છે. આ ઉપરાંત તેમની સાથે હળી-મળીને દિવાળીની ઉજવણી પણ કરવામાં આવે છે.

શક્તિ મુજબ ખર્ચ

શક્તિ મુજબ ખર્ચ

દિવાળીનો તહેવાર સમગ્ર દેશમાં રંગચંગે અને અનેક પ્રકારે ઉજવાય છે. જેમાં સામાન્યથી લઈને ખાસ માણસ પોતાની શક્તિ મુજબ ખર્ચ કરતો હોય છે. પરંતુ સમાજમાં એક મોટો વર્ગ એવો પણ છે જેમની માટે દિવાળીનું પર્વ એક નામ માત્ર છે અને એનો અનુભવ કરવો માટે ગજાં બહારની વાત છે.

વિવિધ સ્પર્ધાઓનું આયોજન

વિવિધ સ્પર્ધાઓનું આયોજન

દિવાળીની વાત આવતા આપણા દિમાગમાં નવા કપડા ખરીદવા, મિઠાઈ ખાવી, ફટાકડા ફોડવા, આવા વિચારો આવતા હોય છે. પણ ઘણા પરિવારો એવા પણ હોય છે જેના માટે દિવાળીએ સામાન્ય દિવસોની માફક એક દિવસ હોય છે. આવા સ્લમના બાળકો દિવાળી ખુબ ધુમધામથી ઉજવે તે માટે આ વખતે દિવાળી અગાઉ 29મી ઓક્ટોબરના રોજ ગુલબાઈ ટેકરાના સ્લમના બાળોકોની સાથે ફલાઈ હાઈ સ્લમ ફાઉન્ડેશનએ દિવાળીનું સેલિબ્રેશન કરવામા આવ્યુ હતુ. જેમાં બાળકોમાં રહેલી ક્રિએટિવીટી બહાર આવે અને દિવાળી મનાવે તે માટે રંગોળી સ્પર્ધા, મહેંદી સ્પર્ધા, ચિત્ર સ્પર્ધા, ટ્રેડિશનલ ડ્રેસ સ્પર્ધા, દિવા બવાનવવા આવી વિવિધ સ્પર્ધા રાખવામાં આવી હતી.

દિવાળીની નામ માત્રની ઉજવણી

દિવાળીની નામ માત્રની ઉજવણી

વર્તમાન સમયમાં મોંઘવારીની બૂમો પાડીને પણ મધ્યમવર્ગ જેમ-તેમ કરીને ખર્ચો કરતો દેખાય છે. પરંતુ ગ્રામીણ ક્ષેત્રનો એક વર્ગ એવો પણ છે, જે દિવાળી જેવાં તહેવારની ઉજવણી માત્ર નામથી કરે છે, તેનો ક્યારેય અનુભવ કર્યો નથી. આ વર્ગનું અસ્તિત્વ ગ્રામીણ તેમજ શહેરી બન્ને ક્ષેત્રમાં છે. જેમની વેદના એકસરખી છે. ગ્રામીણ ક્ષેત્રમાં ખેતરોમાં ખેતમજૂરી કરીને પોતાનું ગુજરાન ચલાવતો વર્ગ. જેની પાસે રહેવા માટે પોતિકું ઘર અને પહેરવા માટે સામાન્ય દિવસોમાં કપડાં હોતા નથી. તેની માટે દિવાળી એટલે એ દિવસ જે દિવસે કદાચ એક સારું વસ્ત્ર અને જમણ કોઈ દાનવીરના હાથે મળી જાય.

દિવાળીનું માત્ર નામ સાંભળ્યું છે

દિવાળીનું માત્ર નામ સાંભળ્યું છે

ત્રેવીસ વર્ષની ઉંમર ધરાવતા ચંદુભાઈ ઝાલા બાળપણથી જ ખેતમજૂર છે. તેમનાં મતે, ‘અમે રોજ કમાઈને રોજ ખાઈએ છીએ. વર્ષમાં એવા પણ દિવસો આવે છે જ્યારે મજૂરી મળતી નથી. ત્યારે ઉછીનો વ્યવહાર કરીને પણ પેટ ભરવું પડે છે. આવી પરિસ્થિતિમાં જીવતાં અમારા જેવા પરિવારોએ દિવાળીનું માત્ર નામ સાંભળ્યું છે.' લોકોને હસતા-મળતા જોઈને અમે પણ હસી-મળી લઈએ છીએ.

આજ સુધી કોઇ તહેવાર ઉજવ્યો નથી

આજ સુધી કોઇ તહેવાર ઉજવ્યો નથી

ચાલીસ વર્ષીય જયંતિભાઈ સોલંકી પોતે ખેતમજૂરી કરે છે. જેમનું આખુંય જીવન પરિવારની બે ટંકનું ભોજન કમાવામાં ચાલ્યું ગયું. જેમાં અનેક વાર-તહેવાર આવ્યાં હશે. પરંતુ કોઈ તહેવારની ઉજવણી ધામધૂમથી કરી હોય એ તેમની સ્મૃતિમાં નથી. આ પરિવારોના મતે ખેતમજૂરીમાં બે ટંકની રોટલીથી વધારે આશા રાખવી તે એમનાં જેવા પરિવારો માટે મૃગજળનાં સપનાં જોવા સમાન છે.

દિવાળીના દિવસે તમે ગરીબ બાળકો માટે ખાસ આયોજન કરો છો ખરાં?

દિવાળીના દિવસે તમે ગરીબ બાળકો માટે ખાસ આયોજન કરો છો ખરાં?

વાત અહીં અટકતી નથી. મેં અનેક લોકોને પ્રશ્ન કર્યો જેમાં સવાલ હતો કે શું તમે દિવાળીના દિને ગરીબ બાળકો માટે સવિશેષ આયોજન કરો છો ખરાં? આ પ્રશ્નના જવાબમાં ઉત્તમ વિચાર કહેનારો વર્ગ વધુ અને આ પ્રકારે પોતાની ફરજ સમજીને પ્રવૃતિ કરનારો વર્ગ ઘણો નહિવત હતો.

English summary
Diwali is only for u not for us, we listen about it but not Celebrate.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Oneindia sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Oneindia website. However, you can change your cookie settings at any time. Learn more