શું તમારો પાર્ટનર ચૂપ-ચૂપ રહેવાનુ પસંદ કરે છે, તો આ રીતે કરો હેન્ડલ
જો તમે એવા વ્યક્તિ છો જે બીજા સાથે સહજતાથી વાત કરી લો છો અને તમે એવા સાથીને ડેટ કરી રહ્યા છો જે પોતાનો બહુ ઓછુ વ્યક્ત કરે છે અથવા તો બહુ ઓછુ બોલે છે અથવા તમારા લગ્ન એવા વ્યક્તિ સાથે થયા છે જે ઓછુ બોલે છે તો એવી સંભાવના વધુ છે કે તમારુ જીવન ફરિયાદોથી ભરપૂર હશે. અમે એ વાતનો ઈનકાર નથી કરતા કે ઓછુ વાત કરનાર સાથી સાથે નિભાવવુ સરળ નથી હોતુ પરંતુ એવા વ્યક્તિ જે ઓછુ બોલે છે તેમના વિશે એવુ વિચારવુ કે તે અસભ્ય છે કે તેને તમારી ચિંતા નથી તે ખોટુ છે.

એ જેવા છે તેમને એવા જ સ્વીકારો
જો તમને પોતાના સાથી પર વિશ્વાસ હોય અને તમે જાણો છો કે શાંત રહેવુ તેનો સ્વભાવનો એક ભાગ છે તો તમારે તેમના આવા સ્વભાવ સાથે રહેવાની આદત પાડી દેવી જોઈએ. તેમનો ઈરાદો તમને ઠેસ પહોંચાડવાનો નથી.

ટીકા ટિપ્પણી ન કરો
ઓછી અભિવ્યક્તિ માટે પોતાના સાથીને ફરિયાદ ન કર્યા કરો અથવા તેમને બોલવા માટે દબાણ ન કર્યા કરો. ક્યારેક ક્યારેક ચૂપચાપ કરાતો પ્રેમ પ્રદર્શન દ્વારા કરાતા પ્રેમથી હજાર ગણો વધુ સારો હોય છે.

રહસ્ય જ જળવાઈ રહેવા દો
આનાથી આપણને જ ફાયદો થાય છે કારણકે આનાથી તમારા પરસ્પર સંબંધોની રહસ્ય જીવિત રહે છે. આ વાતથી કોઈ ફરક નથી પડતો કે તમે કેટલા સમયથી એકબીજા સાથે છો.

કોઈ નાની વાત નથી
શું આ સારુ નથી? આનાથી ઘણા બધા ઝઘડા અને વાદ વિવાદ ઘટી જાય છે. તેમનુ ઓછુ બોલવુ તમારા માટે ફાયદાકારક છે અને તમારે આ વાત સમજવી જોઈએ. તે દિવસભર નાની અને મહત્વહીન વસ્તુઓ વિશે વાત કરવાનુ પસંદ નથી કરતા. તેમના જીવનના લક્ષ્ય બહુ મોટા હોય છે.

તમે સરળતાથી તેમનુ નેતૃત્વ કરી શકો છો
મોટાભાગના લોકો જે ઓછુ બોલે છે તે ત્યારે આરામદાયક અનુભવે છે જ્યારે તેમના સાથી તેમનુ નેતૃત્વ કરે છે અથવા જ્યારે તેમની આસપાસ કોઈ નટખટ વ્યક્તિ ઉપસ્થિત હોય. તેમને પોતાના અંતર્મુખી સ્વભાગને સંતુલિત કરવા માટે કોઈ ચુલબુલા, વિચિત્ર, અભિવ્યક્તિની જરૂર હોય છે. ટૂંકમાં કહીએ તો માત્ર એટલા માટે કે તે વાત નથી કરતા એનો અર્થ એવો નહિ કે તેમને તમારી સાથે તમારા જીવન વિશે વાત કરવાનુ પસંદ નથી.
આ પણ વાંચોઃ કપિલ શર્માની દીકરી 'અનાયરા'નો પહેલો ફોટો આવ્યો સામે, તમે જોયો?