
સેક્સ કરવાથી વજન વધે છે? જાણો શું કહે છે જાણકારો?
લગ્ન પછી ઘણીવાર લોકોનું વજન વધી જાય છે. તમે એ પણ જોયું હશે કે લગ્નના 3 થી 6 મહિનામાં તમારું વજન પણ થોડું વધી ગયું હશે અને મિત્રોએ તેનું કારણ પણ જણાવ્યું હશે. તમે તેના પર વિશ્વાસ કર્યો, પરંતુ તેના જવાબથી સંતુષ્ટ ન હતા. તો આની પાછળનું સાચું કારણ શું છે અને કોણ જવાબદાર છે સેક્સ કે બીજુ કંઈક?

સેક્સથી વજન વધે?
જો તમને લાગે છે કે સેક્સ કરવાથી વજન વધે છે તો તે બિલકુલ ખોટું છે. આ એક મોટી દંતકથા છે. વજન વધારવાને સેક્સ સાથે કોઈ સંબંધ નથી, પરંતુ તમારા સેક્સ હોર્મોન્સ સાથે છે. સેક્સ હોર્મોન્સમાં અસંતુલનને કારણે વજન વધે છે. કારણ કે સેક્સ પોતાનામાં જ એક સારૂ વર્કઆઉટ છે. તે કેલરી બર્ન કરે છે, તેથી તેને તમારા વજન સાથે કોઈ લેવાદેવા નથી.

શા માટે હોર્મોન્સ અસંતુલિત થાય છે?
હોર્મોન્સના અસંતુલન માટે ઘણા કારણો હોઈ શકે છે, જેમ કે- આનુવંશિકતા, તણાવ, આહાર, જીવનશૈલી, અન્ય હોર્મોન્સ વગેરે. સેક્સ હોર્મોન્સ એસ્ટ્રોજન, પ્રોજેસ્ટેરોન, ટેસ્ટોસ્ટેરોન અને DHEA વગેરે. આ સિવાય PCOD અથવા પ્રિમેચ્યોર પેરીમેનોપોઝ પણ મહિલાઓમાં વજન વધવાનું કારણ બની શકે છે.

DHEA
આ એક એવું હોર્મોન છે, જે મહિલાઓ અને પુરુષોના સેક્સ હોર્મોન્સ માટે ખૂબ જ મહત્વપૂર્ણ માનવામાં આવે છે. તેની ઉણપથી વજન પણ વધે છે.

એસ્ટ્રોજન
સ્ત્રીઓના અંડાશય અને એડ્રિનલ ગ્રંથીઓમાંથી આ હોર્મોન પણ સ્ત્રીઓનું વજન વધારે છે.

પ્રોજેસ્ટેરોન
તે એસ્ટ્રોજનની જેમ પણ કામ કરે છે. મહિલાઓની જાતીય પરિપક્વતા વધારવાની સાથે તે ગર્ભાવસ્થા માટે મહિલાઓના શરીરને મજબૂત બનાવે છે. જો શરીરમાં પ્રોજેસ્ટેરોનની ઉણપ હોય, તો એસ્ટ્રોજન અનિયંત્રિત થઈ જાય છે, જે વજનમાં વધારો તરફ દોરી જાય છે.

હોર્મોનલ અસંતુલનના લક્ષણો
હોર્મોનલ અસંતુલનના લક્ષણોમા કમર અને જાંઘ પાસે ચરબી જમા થવી, પીરિયડ્સની તારીખ આગળ-પાછળ થવી, યોનિમાર્ગ શુષ્કતા, અનિદ્રા, મૂડ સ્વિંગ, સેક્સ ડ્રાઇવમાં ઘટાડો તેમજ ચિંતા અથવા હતાશાનો સમાવેશ થાય છે.

જીવનશૈલીમાં ફેરફાર
લગ્ન પછી લોકો ઘણીવાર કમ્ફર્ટ ઝોનમાં જતા રહે છે અને ફિટનેસને પાછળ છોડી દે છે, જેના કારણે તેમનું વજન પણ વધી જાય છે. સાથે જ લગ્નના શરૂઆતના દિવસોમાં કપલ ખૂબ ફરે છે અને બહાર ખાય છે, જેના કારણે વજન પણ વધી જાય છે.

શુ કરવુ?
હોર્મોન્સ સંતુલિત રાખવા માટે, સ્વસ્થ જીવનશૈલી અપનાવો. તણાવ, ચિંતા અને હતાશાથી બચવાનો પ્રયાસ કરો. જંક ફૂડ અને તળેલા ખોરાકને ટાળો.