For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

જો તમે ટીમ લીડ છો, તો આ 10 વાતો ના ભૂલતા

|
Google Oneindia Gujarati News

શું કંપનીએ તમારા સારા પ્રદર્શનને જોતા તમને ટીમ લીડ બનાવ્યા છે. શું તમે હમણાં જ બોસ બન્યા છો. અથવા તો પછી બોસ બનવાની ઇચ્છા રાખી રહ્યાં છો? જો તમારો જવાબ હાં, છે તો ક્યારેય આ વાતોને ના ભૂલશો.

એક રીસર્ચ દ્વારા જાણકારી મળી રહી છેકે કોઇ પણ કંપનીમાં 5 કર્મચારીઓમાંથી એક કર્મચારી તદ્દન પોતાના કામમાં વ્યસ્ત રહે છે, ત્રણમાં ઉત્સાહ ઓછો હોય છે, અને એક મસ્ત રહીને કામ કરે છે. જો તમે ટીમ લીડ છો અથવા તો પછી બોસ છો તો આવી ટીમ સાથે ક્યારેય તમે આગળ નહીં વધી શકો. પાંચમાંથી ત્રણનું મનોબળ ડાઉન છે, તો તેમના મનોબળને મજબૂત કરવુ તમારી જવાબદારી છે. તેમને પ્રોત્સાહિત કરવા ખુબજ જરૂરી છે.

કર્મચારીઓના ઉત્સાહમાં વધારો કરવો કોઇ મુશ્કેલ કામ નથી. જો તમે અમારી આ વાતો પર ધ્યાન આપશો તો તમારા માટે તે કામ સરળ થઇ જશે.

નીચેની સ્લાઇડરને બે ભાગમાં વહેંચવામાં આવી છે. પહેલી પાંચ સ્લાઇડમાં ઉત્સાહ ભરવાની વાત છે, તો અન્ય પાંચ સ્લાઇડમાં ઉત્સાહ કેમ ઓછો થઇ જાય છે, તેના કારણો આપેલા છે.

સારા કામ માટે ઇનસેન્ટીવ

સારા કામ માટે ઇનસેન્ટીવ

કંપનીના પ્રદર્શનની સાથે જ વ્યક્તિગત આર્થિક હીતોને પણ પ્રાધાન્ય આપો. કોઇ પણ સંસ્થામાં મીડલ લેવલ અને ત્યારબાદના લેવલના કર્મચારીઓ માટે ઇનસેન્ટીવ બહું મહત્વનું હોય છે. આ સ્તરના કર્મચારીઓમાં ઇનસેન્ટીવ પ્રોત્સાહનની જેમ કામ કરે છે. ઇનસેન્ટીવનો આધાર કર્મચારીનું વ્યક્તિગત પ્રદર્શન હોય છે. તેવામાં દરેક કર્મચારીની ઇચ્છા રહેશે કે તેનુ પ્રદર્શન અન્ય કરતા સારૂં હોય.

ભવિષ્યને સારૂં બનાવવાની વાત કરો

ભવિષ્યને સારૂં બનાવવાની વાત કરો

કર્મચારીઓમાં તેમના ભવિષ્યને લઇને વાસ્તવિક રૂચિ બતાવો. જ્યારે કર્મચારી અનુભવશે કે મેનેજમેન્ટને પણ તેના કરિયરની ચિંતા છે, ત્યારે કર્મચારી પર ઘણી હકારાત્મક અસર થાય છે. તેમજ સંસ્થા પ્રત્યે તેનો વિશ્વાસ દ્રઢ થાય છે.

વર્ક લાઇફને સારી બનાવો

વર્ક લાઇફને સારી બનાવો

કર્મચારીની વર્કલાઇફમાં વાસ્તવિક રૂચિ પ્રદર્શિત કરો. જો સંસ્થા દ્વારા કર્મચારીઓને તેમના કામના સ્થળે થોડી સુવિધાઓ આપી દેવામાં આવે તેમજ તેમના ખાનગી જીવન અંગે પણ વિચારે તો કર્મચારી પોતાના કામ પ્રત્યે વધુ નિષ્ઠા બતાવશે.

સહયોગીઓનું સાંભળો

સહયોગીઓનું સાંભળો

કર્મચારીઓની વાત, સૂચન અને તેના વિચારોને પણ સાંભળો. કર્મચારીઓને સીમામાં બાંધીને ના રાખો. કર્મચારીઓ સાથે તે રીતે સંબંધો બનાવો કે કર્મચારીઓ પોતાની વાતને રજૂ કરી શકે. કર્મચારીઓના સારા પ્રદર્શન પર તેના વખાણ કરવાનું ના ચૂકો.

સારો વ્યવહાર રાખો

સારો વ્યવહાર રાખો

જે વ્યવહારની અપેક્ષા તમે તામારા માટે રાખો છે, તે જ વ્યવહાર તમે અન્ય સાથે પણ કરો. પોતાના કર્મચારીઓનો આદર કરો.

કઇ વાતથી ઉત્સાહ ઓછો થાય છે

કઇ વાતથી ઉત્સાહ ઓછો થાય છે

હવે અમે તમને જણાવીશું કે બોસની કંઇ વાતોથી કર્મચારીઓમાં ઉત્સાહ ઓછો થાય છે.

પોતાના પદની શક્તિનો દુરૂપયોગ

પોતાના પદની શક્તિનો દુરૂપયોગ

જ્યારે બોસ પોતાના પદની શક્તિનો ખોટો ઉપયોગ કરે છે, ત્યારે સહયોગીઓનો ઉત્સાહ મરી જાય છે.

મહેનતનો શ્રેય પોતે લઇ લેવો

મહેનતનો શ્રેય પોતે લઇ લેવો

જ્યારે તમે તમારા સહયોગીઓની મહેનતનો શ્રેય પોતે લઇ લો છો, જે કર્મચારીએ તનતોડ મહેનત કરી છે તેને થોડો પણ શ્રેય નથી આપતા ત્યારે તે કર્મચારીનું મનોબળ તૂટે છે.

જરૂરિયાત કરતા વધુ ગુસ્સો

જરૂરિયાત કરતા વધુ ગુસ્સો

જો તમે જરૂરિયાતથી વધુ ગુસ્સે થાવ છો, કર્મચારીઓની વાતોનો ગુસ્સાથી જવાબ આપો છો, ત્યારે પણ કર્મચારીઓના ઉત્સાહમાં ઘટાડો થશે.

કર્મચારીઓ માટે સ્ટેન્ડ ના લેવુ

કર્મચારીઓ માટે સ્ટેન્ડ ના લેવુ

ઘણી વખત એવુ બને છેકે વ્યક્તિગત અથવા તો સંસ્થાગત મુદ્દા વખતે કર્મચારીઓ એવુ ઇચ્છે છેકે તમે તેમનો પક્ષ લો. પરંતુ જ્યારે આવી ઘટના ઘટે ત્યારે તમે ઇચ્છીને પણ તેનો પક્ષ નથી લેતા ત્યારે અને કર્મચારીની અવગણના કરો છો, ત્યારે પણ કર્મચારીનો ઉત્સાહ તૂટે છે.

English summary
Employee’s relationship with his or her direct manager is the single most important factor influencing his or her work.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X