રાવણની પાંચ ભૂલ, બની શકે છે તમારી સફળતાનો મંત્ર

Posted By: Staff
Subscribe to Oneindia News

દશેરામાં રાવણ દહન ઘણી મહત્વની પરંપરા છે. અને અસત્ય પર સત્યની આ જીતના પર્વ પર ઘણું શીખવા પણ મળે છે. રાવણને અસત્ય તો ભગવાન રામને સત્યનુ પ્રતિક માનવામાં આવે છે. પરંતુ શું તમે જાણો છોકે રાવણને માત્ર અસત્યનું જ પ્રતિક નથી માનવામાં આવતો. રાવણમાંથી પોતાની પર્સનલ અને પ્રોફેશનલ લાઇફમાં સફળ થવાના કેટલાક અક્સીર ઉપાયો પણ શીખવા મળે છે.

રામાયણમાં એવા ઘણાં કિસ્સા છેકે જે રાવણ સાથે જોડાયેલા છે. અને જેનાથી શીખ મેળવીને તમે તમારા જીવનમાં સફળ પણ થઇ શકો છો. જી હા, રાવણની કેટલીક ભૂલો તમને સફળતાનો મત્ર આપી શકે છે. ત્યારે આવો જાણીએ કે દશેરાના તહેવારમાં તમે રાવણની પાંચ ભૂલમાંથી સફળતાના કયા પાંચ મંત્રોને તમારા જીવનમાં ઉતારી શકો છો.

ચાલાક બનો પણ જીદ્દી નહીં
  

ચાલાક બનો પણ જીદ્દી નહીં

સીતાનું હરણ કરતા પહેલા રાવણને તેમ ન કરવાની સલાહ આપવામાં આવી હતી. પરંતુ રાવણ તેની જીદને કારણે ના માન્યો. જો તેણે તેમ ન કર્યું હોત તો એક મોટા રાજા તરીકે તે ઘણાં વર્ષો સુધી લંકા પર રાજ કરી શક્યો હોત.

ટીમની સલાહ માનવામાં ભલાઇ
  

ટીમની સલાહ માનવામાં ભલાઇ

જ્યારે ભગવાન રામ તેમની સેના સાથે લંકા પહોંચ્યા ત્યારે રાવણ અને મંત્રીઓને તેમનો અંત નજીક લાગી રહ્યો હતો. મંત્રીઓએ આત્મસમર્પણ કરીને યુદ્ધ ન કરવા માટે સલાહ પણ આપી પરંતુ રાવણે ટીમનું ના માન્યુ. એટલે કે તમને તમારી ટીમ કંઇ કહી રહી છે, તો ટીમને સાંભળો.

લીડર બનો ડીક્ટેટર નહીં
  

લીડર બનો ડીક્ટેટર નહીં

રામાયણની આખીય વાત આ મૂળ મંત્રમાં છે. જ્યારે રામ અને રાવણની લડાઇ શરૂ થઇ ત્યારે રાવણે પોતાના તમામ અહમ યોદ્ધાઓને એકસાથે મેદાનમાં ના મોકલ્યા જ્યારે રામના તમામ યોદ્ધાઓ એકસાથે મેદાનમાં હતા. પરિણામે ડીક્ટેટર તરીકે નેતૃત્વ કરી રહેલા રાવણની સેનાના બધા યોદ્ધાઓના મોત થયા અને યુદ્ધમાં પરાજય થયો.

જ્ઞાનનો ઘમંડ ના કરો
  
 

જ્ઞાનનો ઘમંડ ના કરો

રાવણનો અહમ તેના વિનાશનું સૌથી મોટું કારણ હતુ. રાવણે જ્યારે ભગવાન રામની સેનાને જોઇ ત્યારે જ તેને તે વાતનો અહેસાસ હતો કે તેની હાર થવાની છે. પરંતુ અહમના કારણે રાવણ જેવા જ્ઞાનીએ ભગવાન રામ તરફથી આવેલા શાંતિદૂતની વાત સાંભળવા માટે ઇન્કાર કરી દીધો હતો.

પોતાના નિકટના સાથીની સલાહ માનો
  

પોતાના નિકટના સાથીની સલાહ માનો

રાવણને ઘણી વખત તેની પત્ની અને નાનાએ સલાહ આપી હતી પરંતુ તેમ છતા રાવણે તેમની વાતોને પણ નહોતી માની.

English summary
There are stories from Ramayana related with Ravana which can teach you some important life lessons.
Please Wait while comments are loading...

For Breaking News from Gujarati Oneindia
Get instant news updates throughout the day.