For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

આજે આખું વિશ્વ મનાવી રહ્યું છે 'પૃથ્વી દિવસ', જાણો તેની સાથે જોડાયેલી ખાસ વાતો

આજે આખું વિશ્વ 'અર્થ ડે' એટલે કે 'પૃથ્વી દિવસ' મનાવી રહ્યું છે. પર્યાવરણ સંરક્ષણને પ્રોત્સાહન આપવા અને ધરતીને થેન્ક્યૂ કહેવા માટે આજના દિવસને સેલિબ્રેટ કરવામાં આવે છે.

By Lekhaka
|
Google Oneindia Gujarati News

આજે આખું વિશ્વ 'અર્થ ડે' એટલે કે 'પૃથ્વી દિવસ' મનાવી રહ્યું છે. પર્યાવરણ સંરક્ષણને પ્રોત્સાહન આપવા અને ધરતીને થેન્ક્યૂ કહેવા માટે આજના દિવસને સેલિબ્રેટ કરવામાં આવે છે. આજના દિવસે પૃથ્વીના ધૈર્યને યાદ કરવામાં આવે છે, જેણે આ પૂરી દુનિયાના ભારને ઉઠાવી રાખ્યો છે.

આવો જાણીએ પૃથ્વી દિવસ અંગેની ખાસ વાતો...

22 એપ્રિલે મનાવવામાં આવે છે પૃથ્વિ દિવસ

22 એપ્રિલે મનાવવામાં આવે છે પૃથ્વિ દિવસ

  • દર વર્ષે 22 એપ્રિલના રોજ વિશ્વભરમાં પૃથ્વિ દિવસ મનાવવામાં આવે છે.
  • અમેરિકન સિનેટરે 1970માં પર્યાવરણને બચાવવા માટે પૃથ્વિ દિવસની સ્થાપના કરી હતી.
  • ધરતીને પ્રદૂષણ મુક્ત રાખવી છે

    ધરતીને પ્રદૂષણ મુક્ત રાખવી છે

    • આ આંદોલનમાં સંકલ્પ લેવામાં આવ્યો કે પૃથ્વીને નષ્ટ થતાં બચાવવીશું અને કોઇ એવું કામ નહીં કરીએ જેનાથી પર્યાવરણને નુકસાન થતું હોય.
    • આ આંદોલનનો મુખ્ય ઉદ્દેશ્ય ધરતીને પ્રદૂષણ મુક્ત રાખવી છે.
    • અમેરિકા 'વૃક્ષ દિવસ'ના રૂપે મનાવે છે 'પૃથ્વી દિવસ'

      અમેરિકા 'વૃક્ષ દિવસ'ના રૂપે મનાવે છે 'પૃથ્વી દિવસ'

      • વર્ષ 2000 સુધીમાં આ અભિયાન વર્લ્ડવાઇડ ફેલાઇ ગયું કેમ કે ત્યાં સુધીમાં તો લોકો ઇન્ટરનેટ દ્વારા પૃથ્વી દિવસ સાથે જોડાઇ ગયા હતા.
      • અમેરિકા પૃથ્વી દિવસને વૃક્ષ દિવસના રૂપમાં મનાવે છે જેનો ઉદ્દેશ્ય ધરતીને હરિયાળી રાખવાનો છે.
      • ધરતી છે તો જ જીવન છે

        ધરતી છે તો જ જીવન છે

        • અગાઉ દુનિયાભારમાં બે દિવસ (21 માર્ચ અને 22 એપ્રિલ)ને પૃથ્વી દિવસ તરીકે ઉજવાવમાં આવતા હતા.
        • 21 માર્ચના રોજ ઉજવવામાં આવતા 'ઇન્ટરનેશનલ અર્થ ડે'ને સંયુક્ત રાષ્ટ્રનું સમર્થન છે, પણ પર્યાવરણીય અને વૈજ્ઞાનિક રીતે આનું મહત્વ વધારે છે.
        • પૃથ્વી દિવસનો ઉદ્દેશ્ય મનુષ્યને એ સમજાવવાનો છે કે તેઓ પૉલિથીન અને કાગળનો ઉપયોગ બંધ કરે અને ઝાડ લગાવે, કેમ કે ધરતી છે તો જ જીવન છે.
        • પૃથ્વીનો જીવનકાળ

          પૃથ્વીનો જીવનકાળ

          પૃથ્વીની ઉંમર 4.54 અબજ વર્ષની છે. પૃથ્વીનું વજન 5972190000000000 અબજ કિલોગ્રામ છે અને તે સૂર્યથી 149,500,000 કિમીના અંતરે આવેલી છે. પૃથ્વી પર અંદાજીત 1.4 કરોડ પ્રજાતિ મળી આવી છે. પૃથ્વીનો જીવનકાળ 50 કરોડ વર્ષથી 2.3 અબજ વર્ષ સુધી માનવામાં આવે છે

English summary
Earth Day is an annual event, celebrated on April 22, on which day events worldwide are held to demonstrate support for environmental protection.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X