જાણો: ગૌ માંસ પર ચર્ચા કર્યા પહેલા કેટલાક વૈજ્ઞાનિક તથ્યો

Posted By:
Subscribe to Oneindia News

દાદરી કાંડના કારણે હાલમાં ગૌ માંસનો મુદ્દો દેશભરમાં છવાયેલો છે. રાજનેતાઓ આ મુદ્દાને લઇને રાજનૈતિક રોટલા શેકી રહ્યાં છે, તો સાથે જ તેમના રોપેલા શંકાના બીજ લોકોમાં એકબીજ પ્રત્યે ઝેરનું કામ કરી રહ્યાં છે. વૈજ્ઞાનિકો ચર્ચા કરી રહ્યાં છેકે ગૌ માંસના કારણે માનવ શરીર અથવા તો પર્યાવરણ પર શું અસર થાય છે. અને આ બધાની વચ્ચે સંયુક્ત રાષ્ટ્રના પર્યાવરણ રીપોર્ટમાં વૈજ્ઞાનિકોએ ગૌ માંસ નહીં ખાવાની સલાહ આપી છે. વૈજ્ઞાનિકોના જણાવ્યા મુજબ ગૌ માંસ ખાવાથી પર્યાવરણ પર વિપરીત અસર થાય છે.

 

તમે આશ્ચર્યમાં પડી ગયા હશો પણ આ સત્ય છે. તો ચાલો પર્યાવરણ સાથે જોડીને ગૌ માંસ સાથે જોડાયેલા કેટલાક રોચક તથ્યો અમે તમને જણાવી દઇએ. આ રીપોર્ટ્સ યુએનઇપી અને યેલ યુનિવર્સિટીના રીપોર્ટના હવાલેથી છે.

1. દિલ્હીથી આગ્રા સુધી કારમાં જઇએ ત્યારે જેટલુ કાર્બન એમીશન થાય છે, તેટલુ કાર્બન એમીશન એક કિલોગ્રામ ગૌ માંસમાંથી થાય છે.
2. ગૌ માંસના વધી રહેલા વેપારના કારણે પશુપાલન વધવાથી હવામાનમાં કાર્બન મોનોક્સાઇડનું પ્રમાણ વધી રહ્યું છે. જે પશુઓની વાછુટમાંથી નીકળે છે.
3. ભારતમાં મોટાભાગે પશુપાલન માંસ માટે નહીં પણ દુધ અને ખેતી માટે કરવામાં આવે છે.
4. દુનિયામાં ઉત્સર્જીત થનારી ગ્રીન હાઉસ ગેસમાં લગભગ 18 ટકા ગેસ માત્ર પશુ માંસમાંથી થાય છે. જ્યારે વાહનવ્યવહારના કારણે 15 ટકા.
5. યુએનના જણાવ્યા મુજબ ગૌ માંસ ખાનાર લોકો પર્યાવરણ પ્રેમી નથી હોતા. પરંતુ ગૌ માંસ ખાનાર લોકોની સંખ્યા વધી રહી છે.
ગાય અને ભેંસનું માંસ પર્યાવરણ માટે નુકસાનકારક હોય છે. ગૌ માંસના કારણે ગ્રીન હાઉસ ગેસ ઉત્સર્જીત થાય છે.

આ ઉપરાંત પણ વધુ કેટલાક તથ્ય આપ નીચેની સ્લાઇડ્સ દ્વારા જાણી શકશો.

ભારતમાં કેટલુ માંસ ખવાય છે
  

ભારતમાં કેટલુ માંસ ખવાય છે

ભારતમાં એક વ્યક્તિ સામાન્ય રીતે 12 ગ્રામ મીટ રોજ ખાય છે.

દુનિયામાં કેટલુ મીટ ખવાય છે
  

દુનિયામાં કેટલુ મીટ ખવાય છે

વિશ્વમાં એક વ્યક્તિ સામાન્ય રીતે 115 ગ્રામ મીટ ખાય છે.

અમેરિકા સૌથી આગળ
  

અમેરિકા સૌથી આગળ

અમેરિકામાં સામાન્ય રીતે એક વ્યક્તિ 322 ગ્રામ મીટ રોજ ખાય છે.

ચીન બીજા નંબરે
  
 

ચીન બીજા નંબરે

ચીનમાં એક વ્યક્તિ એવરેજ 160 ગ્રામ મીટ ખાય છે.

1 કિલો ગ્રામ ગૌ માંસ
  

1 કિલો ગ્રામ ગૌ માંસ

1 કિલો ગ્રામ ગૌ માંસમાંથી 3 કિલો ગ્રામ કાર્બન ઉત્સર્જીત થાય છે.

ભારતનું પશુધન
  

ભારતનું પશુધન

ભારતમાં 51.20 કરોડ પશુધન છે. જેમાં 11.1 કરોડ ગાય ભેંસ છે.

2012નો રીપોર્ટ
  

2012નો રીપોર્ટ

ભારતમાં લગભગ 59 લાખ ટન મીટ ખાવામાં આવે છે. જેમાં 5 ટકા ગૌ માંસ હોય છે.

2009નો રીપોર્ટ
  

2009નો રીપોર્ટ

દુનિયામાં પશુઓને કાપીને 27.80 કરોડ ટન મીટ નિકળે છે.

પશુ કપાય છે વધુ, ખવાય છે ઓછા
  

પશુ કપાય છે વધુ, ખવાય છે ઓછા

દુનિયાની તુલનામાં ભારતમાં 17 ટકા પશુઓને કાપવામાં આવે છે, પણ ખવાય છે માત્ર 2 ટકા.

2050માં શું થશે?
  

2050માં શું થશે?

2050 સુધીમાં દુનિયામાં મીટની ખપત 46 કરોડ ટન થઇ જશે.

પેરીસનું પગલુ
  

પેરીસનું પગલુ

પેરીસ પહેલો એવો દેશ છે, કે જેણે એક દિવસ "નો મીટ ડે" તરીકે મનાવવાનો નિર્ણય કર્યો છે.

English summary
United Nations Environment Program (UNEP) experts have suggested to stop eating beef to save environment.
Please Wait while comments are loading...

For Breaking News from Gujarati Oneindia
Get instant news updates throughout the day.