Equinox 2021: આજે દિવસ અને રાત હશે સમાન, વર્ષમાં 2 વાર જ આવુ કેમ થાય છે?
નવી દિલ્લીઃ વર્ષમાં બે દિવસ 21 માર્ચ અને 23 સપ્ટેમ્બરનો દિવસ એવો હોય છે જ્યારે દિવસ અને રાત સમાન હોય છે એટલે કે આજે 23 સપ્ટેમ્બરે પણ દિવસ અને રાત સમાન હશે. જ્યારે પૃથ્વી પર દિવસ અને રાત સમાન હોય તો વૈજ્ઞાનિક ભાષા આ સમગ્ર પ્રક્રિયાને ઈક્વીનૉક્સ(Equinox) કહેવાય છે. ઈક્વીનૉક્સલેટિન ભાષાનો શબ્દ છે. આ બે શબ્દો equal અને nox સાથે મળીને બન્યુ છે. equalનો અર્થ છે સમાન અને noxનો અર્થ છે - રાત. માટે ઈક્વીનૉક્સ શબ્દનો ઉપયોગ દિવસ અને રાતની લંબાઈ સમાન થવા પર કરે છે. ઈક્વીનૉક્સને હિંદીમાં વિષુવ કહેવામાં આવે છે, આ એક સંસ્કૃત ભાષામાંથી લેવામાં આવેલો શબ્દ છે.

વર્ષમાં કેમ બે વાર દિવસ અને રાત સમાન હોય છે?
સૌર મંડળમાં સૂર્ય ગ્રહની ભૂમિકા હવામાનમાં ફેરફાર માટે સૌથી મહત્વનુ માનવામાં આવે છે. સૂર્ય બધા ગ્રહોનો રાજા છે. વિજ્ઞાન અનુસાર સૂર્ય સૌરમંડળમાં પોતાના નિર્ધારિત કક્ષમાં સતત એકગતિથી ચક્કર લગાવે છે. સૂર્યની દિશા ઉત્તરથી દક્ષિણ રહે છે. વળી, પૃથ્વી પોતાની ધરી પર 23.5 ડિગ્રી ઝૂકેલી રહે છે અને સૂર્યની ચારે તરફ ચક્કર લગાવે છે. આ પ્રક્રિયાને કરતા-કરતા વર્ષમાં 21 માર્ચ અને 23 સપ્ટેમ્બર એવો દિવસ આવે છે જ્યારે પૃથ્વીની ભૂમધ્ય રેખા બિલકુલ સૂર્યની સામે પડે છે. આના કારણે આ 21 માર્ચ અને 23 સપ્ટેમ્બરનો વર્ષમાં દિવસ અને રાતે સંપૂર્ણપણે સમાન હોય છે. આ સૌરમંડળની પ્રક્રિયા વિજ્ઞાનમા ઈક્વીનૉક્સ કહેવામાં આવે છે.

દિવસ અને રાત સમાન હોવાનુ હવામાન સાથે શું છે કનેક્શન
શરદ ઋતુમાં ઈક્વીનૉક્સ દરમિયાન સૂર્ય સીધા ભૂમધ્ય રેખા પર ચમકે છે અને ઉત્તર અને ગોળાર્ધમાં સમાન માત્રામાં કિરણો મળે છે.કહેવાય છે કે 21 માર્ચે જ્યારે ઈક્વીનૉક્સ(વિષુવ)ની સ્થિતિ બને છે ત્યારે ગરમીની ઋતુની શરૂઆત થાય છે. વળી, જ્યારે ઈક્વીનૉક્સની સ્થિતિ 23 સપ્ટેમ્બરે બને છે ત્યારે ઠંડીની ઋતુની શરૂઆત થાય છે. જો કે ઘણી વાર આ સ્થિતિ 20 માર્ચ અને 22 સપ્ટેમ્બરે પણ બની શકે છે.

23 સપ્ટેમ્બર બાદ હળવી ઠંડીનો અહેસાસ
શરદ ઋતુમાં થતા ઈક્વીનૉક્સ એટલે કે 23 સપ્ટેમ્બર બાદથી પૃથ્વીનો ઉત્તર ગોળાર્ધ સૂર્યથી દૂર ઝૂકવાનુ શરૂ કરી દે છે માટે રાતો લાંબી થઈ જાય છે અને દિવસ નાના થવા લાગે છે. રાતો લાંબી અને દિવસ નાના 21 ડિસેમ્બર સુધી થાય છે. ત્યારબાદ દિવસ અને રાતની લંબાઈનુ અંતર ધીમે-ધીમે ઘટવા લાગે છે. 23 સપ્ટેમ્બરે જ્યારે સૂર્ય દક્ષિણ ગોળાર્ધમાં પ્રવેશ કરે છે ત્યારે પૃથ્વી પર હવામાનમાં ફેરફાર થવા લાગે છે. સૂર્ય અને પૃથ્વી સૌરમંડળમાં નિયમિત પરિભ્રમણ થવા લાગે છે જેના કારણે સૂર્યના કિરણો પૃથ્વી પર ત્રાસાં પડે છે. આના કારણે 23 સપ્ટેમ્બર બાદથી હળવી ઠંડીનો અહેસાસ થવા લાગે છે. 23 સપ્ટેમ્બર બાદ દિવસ નાનો અન રાત મોટી થવા લાગે છે.