For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

રાધે માં વિષે આ 30 વાતો તમે ભાગ્યે જ જાણતા હશો

|
Google Oneindia Gujarati News

પોતાને માં દુર્ગાનું સ્વરૂપ કહેનારી રાધે માંની દુનિયા જેટલી માયાવી છે તેટલી જ રહસ્યમયી પણ છે. પાછલા 10 વર્ષમાં રાધેમાં જેટલી સફળતા મેળવી છે અને તેમનું સામ્રારાજ્ય જેટલું ફેલાયું છે તે ખરેખરમાં એક ચમત્કાર સમાન જ છે.

આ દસ વર્ષોમાં રાધે માં એક સામાન્ય મહિલાથી દેવી બની ગઇ અને તેમણે જે નામ, ધન, વૈભવ મેળવ્યો છે તેની તો કલ્પના કરવી પણ મુશ્કેલ છે.

તે અનેક લોકો માટે દૈવીય સ્વરૂપ બની ગઇ છે. વળી તેમના હાથમાં ગુલાબનું ફૂલ, ગ્લેમર્સ કપડાં, દુલ્હન જેવી તેમની વેશ ભૂષા અને તેમના ભક્તો પર તેમની અસીમ કૃપા હોવાના દાવા કેટલા અંશે સાચા છે તે કોઇ નથી જાણતું. પણ હાલમાં તેમની મુશ્કેલીઓ વધી છે તે વાત જરૂરથી બધા જ જાણે છે.

ત્યારે કોણ છે આ રાધેમાં અને કેવી રીતે તે એક સામાન્ય સ્ત્રીમાંથી દેવી બની ગઇ તે વિષે જાણો આ ફોટોસ્લાઇડરમાં. જેમાં રાધે માંના જીવનની 30 અજાણી વાતો અમે તમને આજે કહેવાના છીએ.

રાધેમાં ના 30 રહસ્યો

રાધેમાં ના 30 રહસ્યો

રાધેમાંની એક સામાન્ય સાધ્વીથી એક પ્રસિદ્ધ દેવી બનવાની શરૂઆત ત્યારે થઇ જ્યારે મુંબઇના જાણીતા અને પ્રસિદ્ધ મીઠાઇવાળા એમ એમ ના માલિક તેવા ગુપ્તા પરિવાર તેમને મુંબઇ લઇ આવ્યો. જ્યાં તેમણે રાધેમાંને પોતાનું ઘર આપ્યું અને તેમનો પ્રચાર પ્રસાર કર્યો.

ગુપ્તા પરિવાર

ગુપ્તા પરિવાર

કરોડો રૂપિયાનો બિઝનેસ કરનાર એમ એમ ગુપ્તા પરિવારમાં ચાર ભાઇઓ અને તેમના બે પુત્રો રાધેમાંના પરમ ભક્ત છે. તેમણે 13 વર્ષ પહેલા રાધેમાંને બોરીવલીની સોડાવાલા લેનમાં પોતાના ઘરમાં આશ્રય આપ્યો. અને પોતાના મકાનના બે માળમાં રાધે માંનું સ્થાઇ ઠેકાણું બનાવીને તેમનો પ્રચાર પ્રસાર કર્યો.

રાધે માં

રાધે માં

આ પરિવારે મીઠાઇ સિવાય વિજ્ઞાપનનો પણ બિઝનેસ કર્યો હતો. પણ વર્ષ 2007 અને 2008માં તેમને આ વેપારમાં ખોટ ખાવી પડી. પણ રાધે માંએ આ મંદીમાં તેમના માટે નસીબના બંધ તાળા ખોલી દીધા. જે બાદ ગુપ્તા પરિવારે રાધેમાંનો ખૂબ જ પ્રચાર કર્યો અને તે બાદ તેમની ચોકીઓ એક એટરટેનમેન્ટ ઇવેન્ટની રીતે શરૂ થઇ ગઇ. જેનું મોટાપાયે આયોજન ગુપ્તા પરિવાર દ્વારા કરવામાં આવ્યું.

પંજાબની છે રાધે માં

પંજાબની છે રાધે માં

પંજાબના દોરાંગલાની નિવાસી રાધેમાંએ પંજાબથી પોતાનો ચમત્કારો દેખાડવાનું શરૂ કર્યું હતું પણ ત્યારે તે સાદગીમાં જ રહેતી હતી. પણ ગુપ્તા પરિવારમાં આવ્યા બાદ રાધેમાંને એક ગ્લેમર ગર્લ તરીકે રજૂ કરવામાં આવ્યા. તેમના દસે હાથમાં હીરાની વીંટીઓ હોય છે એટલું જ નહીં તેમના મેકઅપ માટે એક આખી ટીમ છે. વળી તેમના દર્શન માટે પણ ખાસ સેટ તૈયાર કરવામાં આવે છે.

ત્રિશૂળધારી

ત્રિશૂળધારી

રાધે માં હંમેશા પોતાના એક હાથમાં ત્રિશૂળ અને એક હાથમાં લાલ ગુલાબ રાખે છે.

રાધે માં

રાધે માં

પંજાબના ગુરદાસપુરથી પણ તેમનો સંબંધ છે. તેમનો જન્મ અહીં જ થયો છે. અને તેમનું ભણતર પણ. જે બાદ તે પંજાબના દોરાંગલામાં શિફ્ટ થઇ.

આરોપ

આરોપ

રાધે માંની સામે યૌન શોષણનો કેસ પણ દાખલ કરવામાં આવ્યો છે. તેમની પણ ભક્તોને ખોળામાં બેસાડીને કિસ કરવાનો પણ આરોપ છે.

રાધે માંના બાળકો પણ છે

રાધે માંના બાળકો પણ છે

રાધેમાં પરણિત છે. તેમના બે દિકરા પણ છે. જે તેમની સાથે બોરીવલીના આલિશાન આશ્રમમાં રહે છે.

રાધે માં

રાધે માં

સંતસંગમાં રાધેમાં તેમના ભક્તોની સામે ફિલ્મી ગીતો પર ખૂબ ડાન્સ કરે છે. અને તેમના આ અનોખા અંદાજ માટે તે પ્રસિદ્ધ પણ છે.

રાધે માં

રાધે માં

નવવધૂના વેશમાં હંમેશા રહે છે રાધે માં. વળી તેમને ગોગ્લસ પહેરવાનો પણ શોખ છે.

બાળપણ

બાળપણ

રાધે માંના પિતા એક રિટાર્યર સરકારી અધિકારી હતા. બાળપણમાં તેમના માતા-પિતા તેમને ગુડિયા કહેતા હતા. જો કે નાાની ઉંમરે રાધે માંની માતાનું અવસાન થયું હતું.

બાળપણ

બાળપણ

નાનપણમાં રાધે માં તેનો મોટા ભાગનો સમય ઘરની પાસે આવેલા કાલી માતાના મંદિરમાં વ્યતિત કરતી હતી.

રાધે માં

રાધે માં

રાધેમાં એક હોશિયાર વિદ્યાર્થીની હતી. અને હવે તેના શાળાના શિક્ષક અને સ્કૂલના મિત્રો પણ તેના સંત્સંગમાં ભાગ લેવા આવે છે.

રાધે માં

રાધે માં

રાધે માંના લગ્ન નાની ઉંમરમાં થઇ ગયા હતા. તેના પતિ મોહન સિંહ લગ્નના કેટલાક વર્ષ પછી દોહા જતા રહ્યા.

રાધે માં

રાધે માં

રાધેની સાસરી હોશિયારપુરમાં છે પણ તેમણે પતિના વિદેશ ગયા બાદ પિતાના ઘરે પરત ફરી.

રાધે માં

રાધે માં

રાધે માંના પતિએ તેમનો સાથે ત્યારે છોડી દીધો જ્યારે તે વેપારના કામથી વિદેશ જવાના હતા. તેમને દોહામાં એક દુકાનમાં સારું કામ મળી ગયું હતું માટે તેમણે રાધે માંને છોડી દીધા.

ગુજારો

ગુજારો

પતિના ગયા પછી રાધે માં કપડા સિવીને પોતાનું ગુજરાન કર્યું. તે નાના નાના બાળકોનું ટ્યૂશન પણ લેતી હતી. અને આ દ્વારા પરિવારનો ખર્ચો ઉઠાવતી હતી.

રાધે માં

રાધે માં

આ દરમિયાન મહંત રામદીન દાસ 1008ને તે મળી. તે વખતે તેમની ઉંમર માત્ર 23 વર્ષની હતી.

રાધે માં

રાધે માં

રાધેમાંને મળ્યા પછી તેમના પિતાએ તેમના ગુરુને કહ્યું કે રાધેમાંમાં અનોખી ભક્તિ છે. તેમને દીક્ષા લેવી જોઇએ. વળી તે તેમની ભક્તિની ખૂબ પ્રસન્ન પણ હતા.

શિવ પાર્વતી

શિવ પાર્વતી

પોતાને દેવી કહેનારી રાધે માં ભગવાન શિવ અને પાર્વતીની પણ પરમ ભક્ત છે.

રાધે માં

રાધે માં

23 વર્ષની ઉંમરથી રાધે માં સંસારની ત્યજીને સંન્યાસી તરીકે જીવન વિતાવવાનું શરૂ કર્યું. અને ત્યાર બાદ શરૂ થઇ રાધેમાંની કહાની.

છોટી માં

છોટી માં

રાધેમાંની સાથે અન્ય એક છોકરીએ પણ સન્યાસ લીધો. જેને રાધેમાંના ભક્તો છોટી માં કહે છે. છોટીમાં પોતાનું જીવન રાધે માંની સેવામાં સમર્પિત કર્યું છે.

તાલી બાબા

તાલી બાબા

જ્યારે રાધે માં અને છોટી માં પગવારાના પ્રવાસ પર હતા ત્યારે તેમને એક 12 વર્ષનો છોકરો મળ્યો. જેને હવે લોકો તાલી બાબાના નામેથી ઓળખે છે.

તાલી બાબા

તાલી બાબા

તમને જણાવી દઇએ કે રાધેમાંના પરમ સેવાદારમાંથી એક છે તાલી બાબા. અને તે તેમની જોડે હંમેશા સાથે રહે છે.

રાધે માં

રાધે માં

રાધે માંની પોતાની વેબસાઇટ પણ છે. www.radhemaa.com નામની આ વેબસાઇટમાં રાધેમાંનું પૂરું વિવરણ આપવામાં આવ્યું છે.

રાધે માં

રાધે માં

રાધેમાંનું પોતાનું એક ચેરિટેબલ ટ્રસ્ટ પણ છે. જે માતામયી શ્રી રાધે ગુરુ માંના નામથી ચાલે છે.

આરોપ

આરોપ

જો કે આ બધાની બાદ પણ તેમની પર યૌન શોષણ અને યૌન હિંસા તથા દહેજ ઉત્પીડન જેવા કેસ દાખલ થયા છે. મુંબઇમાં રહેનારી વકીલ ફાલ્ગુની ભટ્ટાચાર્યએ તેમની વિરુદ્ધ અશ્લીલતા ફેલાવાનો આરોપ લગાવ્યો છે.

અરબોની સંપત્તિ

અરબોની સંપત્તિ

રાધે માંના નામ પર અરબોની સંપત્તિ છે. જેમાં મુંબઇ, દિલ્હી સમેત વિદેશોમાં પણ તેમના નામે સંપત્તિ છે.

રાધે માં

રાધે માં

2007માં રાધે માં ઇવેન્ટ મેનેજમેન્ટ અને વિજ્ઞાપનના ધંધામાં જોડાઇ હતી. વળી તેમની એક મીડિયા કંપની પણ છે.

English summary
Recently Radhe Maa is going to be a part of controversy, because a woman issued complaint against her for dowry harassment. Let’s know facts about Radhe Maa that recently came in to flash.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X