તમને પણ આવે છે પોતાના એક્સ બૉયફ્રેન્ડના સપના, જાણો શું છે કારણ
ચાલો જાણીએ કયા એવા કારણો છે જેના કારણે તમને સપનામાં પોતાનો એક્સ બૉયફ્રેન્ડ દેખાય છે.
તમે જ્યારે કોઈ વ્યક્તિ સાથે પોતાના જીવનનો એક સારો સમય વિતાવો છો ત્યારે તેના વિશે જ વિચારવુ સામાન્ય વાત છે. તે વ્યક્તિ ભલે તમારી સાથે ના હોય પરંતુ તેની યાદો તમારા મનમાં સચવાયેલી રહે છે. આપણા મગજમાં એક ભાગ સારી ખરાબ બધી યાદોને સંભાળીને રાખે છે. તમને લાગતુ હોય કે જ્યારે તમે તમારા પાર્ટનરને સંપૂર્ણપણે ભૂલી ચૂક્યા છો અને તેના સંબંધમાંથી બહાર નીકળી ગયા છો પરંતુ ત્યારે જ અચાનક કોઈ રાતે તમને તે તમારા સપનામાં જુઓ છો. ઘણી યુવતીઓ સાથે એવુ પણ થતુ હોય છે કે પોતાના વર્તમાન બૉયફ્રેન્ડની સરખામણીમાં પોતાના એક્સ બૉયફ્રેન્ડના સપના વધુ જુએ છે. ચાલો જાણીએ કયા એવા કારણો છે જેના કારણે તમને સપનામાં પોતાનો એક્સ બૉયફ્રેન્ડ દેખાય છે.

તમારી વફાદારી સાથે કોઈ સંબંધ નથી
સપનામાં એક્સ બૉયફ્રેન્ડ દેખાવાનો સંબંધ તમારી વફાદારી સાથે બિલકુલ નથી. તે આ વાત માટે નિશ્ચિંત રહો કે આનુ કનેક્શન તમારી લૉયલ્ટી સાથે છે. તમારા અવચેતન મનના કારણે આ બધુ વસ્તુઓ બને છે અને આના માટે પોતાને દોષિત ન ગણો, આના પર તમારુ કોઈ જોર નથી.

જરૂરી નથી કે તમે હજુ પણ કરો છો તેને પ્રેમ
સપનામાં પોતાના પૂર્વ પ્રેમીનો જોવાનો અર્થ એ નથી કે તમે હજુ પણ તેને પ્રેમ કરો છો. આવા સપના જોઈને તેના કંઈ પણ અર્થ ના કાઢશો. એક્સનુ સપનામાં આવવુ આ નથી દર્શાવતુ કે તમારા મનમાં તેના માટે પ્રેમભાવ છે.

મળ્યો છે ઉંડો જખમ
સંભાવના છે કે તમારા બૉયફ્રેન્ડે તમને બહુ ઉંડો ઘા આપ્યો હોય અને તમે તેમાંથી હજુ સુધી બહાર ના નીકળી શક્યા હોય. તમે હજુ પણ એ સમજવાની કોશિશમાં લાગ્યા હોય કે કોઈ આવુ કઈ રીતે કરી શકે છે.

પસાર કરી હોય સારી પળો
એવુ જરૂરી નથી કે તમે એક્સ સાથે પોતાનો ઘૂંટનભર્યો સમય જ પસાર કર્યો હોય. ઘણો એવો સમય પણ આવ્યો હશે જ્યારે તમે બંનેએ તેને સેલિબ્રેટ કર્યો હશે. આ સારા પળોના કારણે પણ તમને તમારો એક્સ બૉયફ્રેન્ડ સપનામાં દેખાતો હોય છે.

કોઈ વણઉકેલાઈ સમસ્યા
કોઈ એવી વાત જે તમારા મનમાં ગુંથાઈને રહી ગઈ હોય, વણઉકેલાયેલી સમસ્યા જેને તમે પોતાના એક્સ બૉયફ્રેન્ડ સાથે ક્લિયર ન કરી શક્યા હોય. આ બધાના કારણે પણ તમને પોતાના બૉયફ્રેન્ડની યાદ આવતી રહે છે. તમારા મનમાં તે સવાલ અટકેલો હોય છે અને તેનો જવાબ ના મળવાના કારણે ઘણીવાવર તમને એક્સ બૉયફ્રેન્ડ સપનામાં દેખાય છે.












Click it and Unblock the Notifications
