• search
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

Exclusive: ધર્મ પરિવર્તન પર દર વર્ષે ખર્ચ થાય છે 10,500 કરોડ!

By Kumar Dushyant
|

નવી દિલ્હી, 12 ડિસેમ્બર: આગરામાં જ્યારે 200 મુસલમાનોના ધર્માંતરણ, જેને કેટલાક લોકો 'ઘર વાપસી' પણ કહી રહ્યાં છે, સમાચાર આવી રહ્યાં છે કે દેશમાં હોબાળો મચ્યો છે. સંસદમાં બે દિવસોથી આ ચર્ચાનો મુદ્દો બન્યો છે. આ દરમિયાન અમે તમને એક એવી સચ્ચાઇથી રૂબરૂ કરાવવા જઇ રહ્યાં છીએ જેને સાંભળ્યા બાદ હોશ ઉડી જશે. ક્રિશ્વિયન મિશનરીઝ દર વર્ષે 10,500 કરોડ રૂપિયા ફક્ત ધર્માંતરણ પર ખર્ચ કરે છે.

સરકાર પાસે પૂરી જાણકારી
સરકારે પાસે કેટલાક એવા રિપોર્ટ્સ છે જેના અનુસાર ભારતમાં કેટલાક એનજીઓને દાન આપવામાં મિશનરીજનું નામ સૌથી ઉપર છે. ચાર એનજીઓને આખા દેશમાંથી ધર્માંતરણના નામ પર લગભગ 10500 કરોડ રૂપિયા સુધીનું દાન આપવામાં આવે છે.

આ પૈસા અમેરિકા, જર્મની, યૂનાઇટેદ કિંગડમ, નેધરલેંડ, સ્પેન અને ઇટલીથી આવે છે. અમેરિકન વેદના લેખક ફિલિપ ગોલ્ડબર્ગનું માનીએ તો તેને ધર્માંતરણ નહી પરંતુ જોરદાર કહેવું જોઇએ. તેમના અનુસાર આનાથી સ્પષ્ટ થાય છે કે કેવા લોકો પર તેમના વિશ્વાસના બદલે ફક્ત સંખ્યા વધારવા માટે દબાણ નાખવામાં આવે છે.

1000 લોકોનું ધર્મ પરિવર્તન અને ફક્ત એક કંપ્લેંટ
ઇંટેલીજેંસ બ્યૂરોનું માનીએ તો રિપોર્ટ પર ગત બધી સરકારોએ આંખો બંધ રાખી. આ મિશનરીજ પાસે રાજકારણીઓના મોંઢા બંધ કરવાના પૈસા છે. તો બીજી તરફ આ વાતથી એ પણ ખબર પડે છે કે આ બધુ કામ કાયદાને નેવે મૂકીને કરવામાં આવે છે.

તેનાથી સ્પષ્ટ થાય છે કે લોકોને બળજબરીપૂર્વક ધર્માંતરણ માટે મજબૂર કરવામાં આવ્યા અને જેના માટે તેમને સજા મળવી જોઇએ. તો બીજી તરફ આટલા જ પૈસાની લાલચ તેમને આપવામાં આવી કે કોઇપણ આગળ આવીને ફરિયાદ કરશે નહી.

આઇબીના અધિકારી અનુસાર દર વર્ષે લગભગ 1,000 લોકોનું ધર્મ પરિવર્તન કરાવવામાં આવે છે પરંતુ ફક્ત એક જ ફરિયાદ નોંધાઇ છે. મિશનરીજ લોકોને લાલચ આપીને તેમની મજબૂરીનો ફાયદો ઉઠાવે છે અને તેમના વિશ્વાસ સાથે રમે છે.

એનજીઓને મોકલે છે પૈસા
વર્ષ 2011માં ઘણી એજેંસીઓ દ્વારા કરવામાં આવેલી તપાસમાં ખબર પડી કે ભારતમાં ખોટી રીતે પૈસા મોકલવામાં આવી રહ્યાં છે જેનો હેતું ફક્ત ધર્માંતરણ કરવાનો છે. ઘણી એનજીઓ માટે આ રકમને મોકલવામાં આવતી હતી.

આ રકમમાં ઘણો ભાગ એવો હતો કે જેનું કોઇ એકાઉંટ ન હતું. જ્યારે તેની તપાસ કરવામાં આવી તો ખબર પડી કે ઘણા પ્રકારે આ રકમને મોકલવામાં આવી હતી. જ્યારે એનજીઓને પ્રશ્ન કરવામાં આવ્યા તો તેમની પાસે કોઇ યોગ્ય જવાબ ન હતો.

તેમના દ્વારા ઘણા વિરોધ કરવામાં આવ્યા પરંતુ આ વાતનો જવાબ આપવામાં આવ્યો નહી તેમને આ પૈસા ક્યાંથી મળ્યા. તે આ વાતને લઇને એજંસીઓને સંતુષ્ટ કરી શક્યા નહી આ રકમનો ઉપયોગ ધર્માંતરણ, વિરોધ પ્રદર્શન અથવા પછી મની લોડ્રિંગ માટે કરવામાં આવ્યો ન હતો.

બેંગ્લુર ઇનીશિએટિવ ફૉર રિલીજિયસ ડાયલોગ એટલે કે બર્ડ દ્વારા એક સર્વે કરવામાં અવ્યો જે આ પ્રકારના ધર્માંતરણો પર આધારિત છે. આ સર્વેમાં જે સચ્ચાઇ સામે આવી તેના અનુસાર ખ્રિસ્તી ધર્મનો પ્રચાર કરનારાઓ દ્વારા આ મોટા સ્તર પર ધર્માંતરણની માર્કેંટિંગ સ્ટ્રેટજીને આગળ વધારવામાં આવી.

સર્વે અનુસાર કેટલાક મિશનરીજ દ્વારા ખૂબ આક્રમક રીતે માર્કેટિંગ કરવામાં આવ્યું હતું. આ મિશનરીજ ધર્માંતરણ માટે ખોટી રીતોનો ઉપયોગ કરી રહી હતી. તે લોકોને ધર્માંતરણ માટે લાલચ આપતી હતી અને પછી બળજબરીપૂર્વક આ કામને અંજામ આપતી હતી. આ મિશનરીજ ધર્મ માટે નહી પરંતુ પોતાના ફાયદા માટે કામ કરી રહી હતી.

ભોળા લોકોને ફસાવવા
ઘણા રિપોર્ટ્સમાં એ વાત સામે આવી કે પોતાની આ ચાલથી આ મિશનરીજથી સીધા સાદા લોકોને પોતાનો શિકાર બનાવ્યા. ગોલ્ડબર્ગના અનુસાર આ પ્રકારના કટ્ટરપંથીઓને અમેરિકા દ્વારા સમર્થન મળી રહ્યું હતું.

તેમણે એ તરફ પણ ધ્યાન અપાવ્યું કે નોકરી નામ સુધી કેટલાક લોકોનું ધર્મ પરિવર્તન કરાવવામાં આવ્યું. જો તે આનાથી મનાઇ કરે તો તેમને ધમકી આપવામાં આવતી કે નોકરી જતી રહેશે.

તો બીજી તરફ આ વાતના પણ પુરાવા મળ્યા છે કે કેટલાક લોકો સાધુઓનો વેશ ધારણ કરીને સીધા સાદા લોકો પાસે જઇને તેમને કહે છે કે હિન્દુ ભગવાન જીસસ ક્રાઇસ્ટનું બગડેલું સ્વરૂપ છે.

English summary
Exclusive: 10500 crore pumped in every year to Christian missionaries to convert people.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X